ગાધીનગરના અધિકારીઓ ગ્રીન ટી વધું પીવે છે પણ નેતા-નેત્રી મેદી છે

ગાંધીનગરના સરિતા ઉદ્યાન, પ્રકૃતિ ઉદ્યાન, સચિવાલય અને મહાત્મા મંદિરની વચ્ચેનો કોરિડોર તેમજ પુનિત વન વિસ્તારમાં આ ઓફિસરોએ વોકિંગ ટ્રેક બનાવી દીધો છે. વહેલી સવારે અને સાંજે આ ઓફિસરો પરિવાર સાથે વોકિંગ કરતા જોવા મળે છે. સેક્ટર-21મા બનાવેલા જીમખાનામાં પણ તેઓ રેગ્યુલર જાય છે. જો કે આ કુદરતી રચનાનો લાભ રાજકીય નેતાઓ કે મંત્રીઓ લઈ શકતા નથી.

સચિવાલયમાં 70 ટકા મિનિસ્ટરો તેમના હેલ્થ માટે એટલા બઘાં જાગૃત નથી કે જેટલા IAS ઓફિસરો હોય છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેરના ગાર્ડન અને વોકિંગ ટ્રેક પર નેતાઓ ઓછા ઓફિસરો વધારે જોવા મળે છે. નેતાઓ કરતાં ઓફિસરો તેમની હેલ્થ બાબતે સૌથી વધુ ચિંતા રાખે છે. સવારે અને સાંજે IAS અને IPS ઓફિસરોથી શહેરના બગીચા અને વોકિંગ ટ્રેક પર જોવા મળે છે. ઓફિસરો નિયમિત જીમ કરે છે, કસરત કરે છે અને ફીટ રહે છે.

સચિવાલયમાં નેતાઓ અને મંત્રીઓ કરતાં IAS ઓફિસરો વધુ ફીટ છે. ઓછો અને પોષણક્ષમ ખોરાક લઈને તેઓ તંદુરસ્તીમાં ફિટ રહે છે. મોટાભાગના સનદી અધિકારીઓ ગ્રીન ટીના ચાહક છે અને આ ચાયને આરોગ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે.

ઓફિસરો ઓછુ ખાય છે. જો કે સચિવાલયના વિભાગોમાં કામ કરતાં સરકારી કર્મચારીઓ પણ ભોજન લેવામાં બહુ બેદરકાર છે. બજારમાં મળતા તીખા, તમતમતાં અને ચટાકેદાર નાસ્તાના તેઓ આગ્રહી હોય છે પરિણામે તેની અસર તેમની હેલ્થ પર થાય છે. નાસ્તાની લારી પર તળેલા ખાદ્યપદાર્થો ખાવાના શોખીન છે. ભરપૂર નાસ્તાના કારણે તેઓ સમયસર કામ પૂર્ણ કરી શકતા નથી.

.