ગામથી ગાંધીનગર સુધી ગાંધારી રાજ, હપ્તાખોરી વધી

ગામથી લઈને ગાંધીનગર અને શહેર થી લઈને સચિવાલય સુધી ભાજપ શાસકોના હપ્તારાજ-રાજકીય આશ્રયને કારણે ઠેર ઠેર દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં 205 કરોડનો દારૂ પકડાયો છે. દારુના પરિણામે ગુજરાતનું યુવાધન નશાના માર્ગે બરબાદ થઈ રહ્યું છે. તેમ કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું.

રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં રૂ.205 કરોડનો દારૂ પકડાયો છે. ખ્યમંત્રી દારૂબંધી અંગેની ગુલબાંગો ક્યા મોઢે પોકારે છે ?  છેલ્લા બે વર્ષમાં રાજ્યમાંથી ગેરકાયદેસર રૂ.172 કરોડનો વિદેશી દારૂ, 28.30 કરોડનો બીયર અને 3.47 કરોડનો દેશી દારૂ પકડાયેલ છે. જે પકડાયો છે તે એક ટકો પણ નથી.

23 વર્ષના ભાજપ શાસનમાં ગાંધી-સરદારના ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ અને ઠેકાઓ ધમધમી રહ્યાં છે. આ પત્રથી ગુજરાતની ભાજપ સરકારમાં દારૂબંધીનો કાયદો કાગળ પર છે અને કેવી પોલંપોલ ચાલે છે તે ખુલ્લી થઈ છે. દારૂબંધીનો ચુસ્ત અમલ કરવા અને ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ બંધ કરવાની કડક કાર્યવાહી માટે ગંભીર પગલાં ભરવાને બદલે ભાજપ શાસકો લાજવાને બદલે ગાજી રહ્યાં છે, ગામથી લઈને ગાંધીનગર અને શહેર થી લઈને સચિવાલય સુધી ભાજપ શાસકોના હપ્તારાજ-રાજકીય આશ્રયને કારણે ઠેર ઠેર દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યાં છે. નર્મદા જીલ્લાના તાલુકા વિસ્તાર તથા ટાઉનમાં વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. જુવાન છોકરા-છોકરીઓ માટે વિદેશી દારૂ સ્કુલ બેગ દ્વારા હોમ ડીલીવરી બુટલેગરો કરતાં હોય અને સમગ્ર દારૂના બેરોકટોક વેચાણમાં સ્થાનિક પોલીસ, જીલ્લા એસ.સી.બી. અને એસ.ઓ.જી.ના સહકારથી ચાલી રહી હોય તેવો નર્મદા જીલ્લાના પોલીસ વડાનો પત્ર દર્શાવે છે કે, ભાજપ શાસનમાં બુટલેગરો બેફામ છે ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ પરના કોન્સ્ટેબલની હત્યા કરીને ગુનેગારો ફરાર થઈ જવા, જેલમાંથી ગુનેગારોનું છૂમંતર થવું, શામળાજી ખાતે દારૂની ખેપ મારતાં બુટલેગરોએ જીપ ચડાવીને પી.એસ.આઈ. ની હત્યા કરી નાંખી, મહેસાણા ખાતે બુટલેગરો દ્વારા મહિલા પી.એસ.આઈ. ઉપર જાન લેવા હુમલો, વડોદરા ખાતે પોલીસ પર હુમલો, નર્મદાના રાજપીપળા ખાતે પોલીસ પર હુમલો, દાહોદના જુગારધામ પર દરોડા પાડવા ગયેલ પોલીસકર્મીઓ પર જાન લેવા હુમલો જેવી અનેક ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. પોલીસ તંત્રની રક્ષક તરીકે જાન-માલના રક્ષણને બદલે ખુદનું રક્ષણ કરવું પણ મુશ્કેલ બની ગયું છે તે હદે બુટલેગરો છાકટા બની ગયા છે.