ગામને મફતમાં બધું આપો, નહીંતર પિપાવાવ બંદરનું નામ બદલો !

લોકો પણ ક્યારેક મફતનું લેવામાં હદ કરી નાંખતા હોય છે. અમરેલી જિલ્લાના પિપાવાવ ગામનું નામ ખાનગી કંપનીના બંદર સાથે જોડવામાં આવતાં તેની સામે ગામના લોકોએ વિરોધ શરૂ કર્યો છે. જો ગામને આ કંપની સાવ મફતમાં કોઈ સેવા આપવા ગામ લોકો માંગણી કરી રહ્યાં છે. જો મફતનું નહીં આપવામાં આવે તો પિપાવાવ ગામનું નામ કંપનીના પોર્ટના નામ તરીકે હઠાવી દેવાની ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે. ગુજરાત પિપાવાવ પોર્ટ પ્રાઈવેટ કંપીનએ દિવસ રાત મહેનત કરીને વર્ષે 2017માં રૂ.250 કરોડનો નફો કર્યો હતો. બે વર્ષ પછી રોજ એક કરોડનો નફો અહીં થતો હશે. જો ગામમાં બધું જ મફત આપવા લાગે તો ગામ લોકોએ કે સરકારે કંઈ કરવાનું ન રહે અને કંપની બંધ કરવી પડે.

પિપાવાવ પોર્ટના અધિકારીઓ ઘ્‍વારા માંગણીઓ સ્‍વિકરવામાં નહી આવે તો ગ્રામ પંચાયત અને ગ્રામજનો ઘ્‍વારા પીપાવાવ પોર્ટ સામે ગામનું નામ જોડાયેલું છે તે હટાવવા માટે ગાંધી ચિંઘ્‍યા માર્ગે અને કાયદાકીય લડાઈ લડવાની જાહેરાત કરી દીધી છે. ગામ લોકોએ કહી દીધું છે કે પીપાવાવ પોર્ટના ઉચ્‍ચ અધિકારીઓને ગંભીરતાપૂર્વક નોંધ લેવી કાં નામ વાપરવાનું બંધ કરી દેવું.

રાજુલા તાલુકાનાનાં દરિયાકાંઠે આવેલા પિપાવાવનાં સરપંચ અને ગામજનોએ કલેકટરને આવેદન પત્ર પાઠવીને ગામને બધું જ મફતમાં કંપની આપે એવી માંગણીઓ રજુ કરી હતી. જે રાજ્ય સરકારને મોકલી આપી છે.

શું મફત માંગ્યું

પીપાવાવ ધામને દતક લેવામાં આવે.

સીએસઆર ફંડના નાણાં ગામમાં દાન આપવામાં આવે.

લોકોને આરોગ્‍યની તુરંત સારવાર મળી રહે માટે એક એમ્‍બ્‍યુલન્‍સ આપવામાં આવે.

પ્રાથમિક સુવિધાના ગામમાં પિપાવાવ કંપની કરી આપે.

ગામના તમામ  વિકાસના કામો કરી આપવામાં આવે.

શિક્ષણ ક્ષેત્ર માટે પ્રાથમિક શાળાનું શિક્ષણ સુધરે તે માટે દાન આપવામાં આવે.

શિક્ષિત બેરોજગાર યુવાનોની ભરતી મેળો પીપાવાવ પોર્ટમાં કરવામાં આવે.

પિપાવાવ ધામના બેરોજગાર, અશિક્ષિત લોકોને લાયકાત પ્રમાણે કામ, ધંધા, રોજગાર આપવામાં આવે.

પિપાવાવ ધામના રણછોડરાયજી મંદિરની ગૌશાળ માટે ઘાસચારો તથા ગૌશાળા માટે મકાન બનાવી આપો.  દર વર્ષે યોજાતી સામાજિક પ્રવૃત્તિ તથા ધાર્મિક કાર્યક્રમમાં આર્થિક સહાય કરવામાં આવે.

દર વર્ષે પીપાવાવ ધામ ગ્રામ પંચાયતનાં સ્‍વભંડોળમાં નાણા જમા કરવામાં આવે.

પ્રાથમિક શાળામાં હોસ્‍ટેલ બનાવી આપવામાં આવે.

મજુરવર્ગના ગ્રામજનો માટે આરોગ્‍ય ક્ષેત્રે આર્થિક સહાયત કરવામાં આવે.

બંદરની મહુવા જતી બસોમાં ગ્રામજનોને મફત મુસાફરી કરવા દેવામાં આવે.

ગામમાં શેરીઓમાં સ્‍ટ્રીટલાઈટની સુવિધા કરી આપવામાં આવે.