ગાય દોનારા જિલ્લા પ્રમુખ બની ગયા

પિનાબેન ઠાકોરને જીંદગીમાં વિચાર પણ ન હતો કે તે એક દિવસ રાજકારણમાં આવશે અને ખેતી કામ તથા ગાય દોવાનું કામ કરતાં દાંતીવાડા જિલ્લા પંચાયતના પ્રમુખ બની જશે. તેઓ ખેડા ગામમાં સામાન્ય ઘરમાંથી આવે છે. ખેડૂત તરીકે તેમનો વ્યવસાય છે. પશુપાલનનું કામ કરે છે. કોંગ્રેસા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ 33 ટકા મહિલાઓ માટે જિલ્લા પંચાયતમાં અનામત લાવ્યા તેમાં 10 ધોરણ ભણેલા પિનાબેન પહેલી વખત ચૂંટણી લડ્યા અને જીતી પણ ગયા. પ્રમુખ બની ગયા છે. તેઓ કોંગ્રેસના કાર્યકર હતી. તેમના પતિએ કહ્યું અને રાજકારણમાં આવ્યા હતા. આજે પણ તે સવારે વહેલાં 4 વાગ્યે ઉઠી જાય છે અને ભેંસ કે ગાય દોહવાનું કામ કરે છે. ખેતરે જઈને ઘાંસ કાપી આવે છે અને ખેતરમાં જરૂરી કામ કરી આવે છે. ઘરે કામ પચતાવીને પછી તેઓ જિલ્લા પંચાયત આવે છે. કચેરીએ બેસી કામ કરે છે. સાંજે તેઓ ઘરે પરત આવે છે અને પોતાનું ઘર કામ અને પશુ દોહવાનું કામ પતાવે છે. તેમના કુટુંબ માટે ભોજન બનાવી આપે છે. જોકે આખો જિલ્લો એવો છે કે જ્યાં પશુપાલન અને ખેતી શિવાય કોઈ કામ નથી.