જુનાગઢનો અપંગ બાળક વિશ્વએ જ્યારે જીત મેળવી ત્યારે તેનું પરફોર્મન્સ જોઇ સ્ટેડિયમમાં ઉપસ્થિત સૌ કોઇ પોતાની જગ્યા પર ઉભા થઇ ગયા હતા અને ગોલ્ડ મેડલ મેળવ્યો ત્યારે દરેકે ઉભા થઇ તેનો ઉત્સાહ વધાર્યો હતો. દૃઢ નિશ્ચય અને અથાગ મહેનત કરવાનો જોશ હોય તો એક હાથે પણ ગોલ્ડ મેડલ મેળવી શકાય તે વાત આ બાળકે સાબિત કરી કંઈ કેટલાંય બાળકોને સાચી દિશા ચીંધી છે.
જુનાગઢના અપંગ બાળકની હિમ્મત અને જોશ મેડલ આપાવી શકી છે. વિશ્વ પોસીયા માત્ર એક હાથથી જ કરાટેના દાવ કરે છે. તે બાળપણથી એક જ હાથ ધરાવે છે. અને નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં 2-2 ગોલ્ડમેડલ લઈને આવ્યો છે.સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેળવનાર આ સ્પર્ધકોમાં સૌથી નાની વયનો છે.
વિશાખાપટ્ટનમ ખાતે તાજેતરમાં રમાયેલી નેશનલ કરાટે ચેમ્પિનશિપમાં સમગ્ર દેશમાંથી 1842 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર 14 સ્પર્ધકોએ 2 ગોલ્ડ, 5 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ વિજેતા ટીમમાં 12 વર્ષીય વિશ્વ દરેકની આંખમાં વસી ગયો છે. કોણીથી નીચેનો ભાગ જન્મથી જ ન હોવા છતાં તેનામાં જીવનમાં કંઈક કરી બતાવવાનો ગજબનો આત્મવિશ્વાસ રહેલો છે. વિશ્વ ધો.7માં અભ્યાસ કરે છે.
જુનાગઢનો અપંદ બાળક વિશ્વ માટે અશક્ય નથી એ વાત વિશ્વે સાબિત કરી બતાવી છે. તેની આ જીત તેની અથાગ મહેનત અને દ્રઢ આત્મવિશ્વાસનું પરિણામ છે.
ગુજરાતી
English




