ગીરના ગામનો યુવાન ટર્નીંગ પોઈટ ફિલ્મમાં

14 સપ્ટેમ્બર 2018થી ભારતમાં ‘ટર્નીગ પોઇન્ટ’ નામની ફિલ્મ રિલીઝ થવાની છે. આ ચિત્રપટમાં મુખ્ય ભૂમિકામાં ગિરસોમનાથનાં નવાગામ ગામનો યુવાન પ્રભાત રાજપૂત છે. પૃથ્વી ફિલ્મ્સ દ્વારા નિર્માણાધિન ‘ટર્નીગ પોઇન્ટ’ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે.
1992માં ભાવનગરનાં શિહોર ગામનાં હીરાનાં કારખાનામાં કામ કરતી યુવતીઓની બસ પ્રવાસમાં જઈ રહી હતી ત્યારે આંબળાશ ગામ નજીક આ બસ પહોંચી ત્યારે અચાનક જ બસમાં બ્લાસ્ટ થયો હતો. બસ સળગી ઉઠી હતી. બસમાં પ્રવાસ કરનાર તમામ યુવતી નાં મોત થયા હતા. ત્રણ દિવસ પછી બસ ડ્રાઈવર જીવિત મળી આવ્યો. આજે પણ આ કોયડો અણ ઉકેલ છે. વુમન ટ્રાફિકિંગ આધારિત આ ફિલ્મ માં રહસ્યનાં આંટા પાટા વણાયેલા છે.
આ સત્યઘટના પર આધારિત થીમ પર થી આ ફિલ્મ બની છે. ઇન્વેસ્ટિગેટિવ ઓફિસરની ભૂમિકા પ્રભાત રાજપુત છે.
ગીર સોમનાથનાં કોડીનાર તાલુકાના નવાગામ નો ખેડૂત પુત્ર વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થયેલી જાહેરખબરનાં આધારે ઓડિશન આપ્યું. પ્રથમ ટેક એ પાસ થયો સિલેક્શન થયું.