જ્યાં 24 સિંહ પરિવારજનોના મોત થયા છે ત્યાં દલખાણીયા રેન્જમાં એક પણ સિંહ નથી. જે બચી ગયા છે તેમને પણ ત્યાંથી બચવીને જૂનાગઢ લઈ જવામાં આવ્યા છે. આ હકીકત હોવા છતાં આજે એવો વિડીયો વાયરલ થયો છે કે દલખાણીયા રેંજમાં 15 સિંહણ અને સિંહ ફરી રહ્યા છે. એવો વિડીયો આજે વાયરલ થયો છે. જે ખોટો છે. ખરેખર તો આ વિડિયો ગીરનો છે. અમરેલીનો નથી.
આ વિડિયો 2016માં દિલીપ ઝીરુકા નામના સિંહ પ્રેમીએ ટીવી મિડિયામાં રીલિઝ કરેલો હતો. જેને આજે ગીર અભયારણ્યના બદલે અમરેલી ધારીનો વિડીયો બતાવેલા છે, એવું નથી. આ વાતને ગીર આર એફ ઓ દ્વારા પુષ્ટિ આપવામાં આવી છે.
ગીરકાંઠાને અડીને આવેલી દલખાણીયા રેંજ કરમદડી, કાંગસા અને દલખાણીયા એમ ત્રણ રાઉન્ડમા ફેલાયેલી છે. 8000 હેકટર વિસ્તારમા ફેલાયેલી આ રેંજમા 22 સાવજો કાયમી વસવાટ કરતા હતા. જે પૈકી 14 સાવજનો સફાયો થઇ ગયો છે. ત્યાં આ સિંહ શકય નથી.