ગીર રિસોર્ટ કૌભાંડમાં અનાર પટેલ સામે કોઈ પગલાં ન ભરાયા

વાઇલ્ડવૂડ રિસોર્ટ અને રિયાલટી પ્રા.લિને ગીર અભ્યારણની બાજુમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં સરકારી જમીન પાણીના ભાવે ફાળવી, બિનખેતીની મંજૂરી-રિસોર્ટની મંજૂરી કૌભાંડ વગેરે કૌભાંડોમાં મુખ્યમંત્રી આનંદીબહેનની પુત્રી અનાર પટેલની સંડોવણી ખુલ્લી પડી હતી. જેમાં મુખ્ય પ્રધાનની આનંદીબેન પટેલની ખુરશી ગઈ છતાં આજ સુધી તે અંગે રૂપાણી સરકારે કોઈ પગલાં ભર્યા નથી.

પક્ષના પ્રવક્તા આનંદ શર્માએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે ગીર અભ્યારણ્ય નજીક એક ખાનગી રિસોર્ટ બનાવવા તત્કાલીન સરકારે સાવ પાણીના ભાવે જમીનની ફાળવણી કરી હતી.આ મામલે વડાપ્રધાને સફાઇ આપવી જોઇએ કે તેમને આ ડીલની જાણ હતી કે નહીં.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ગીર સિંહ અભ્યારણ્ય નજીક વાઇલ્ડવુડ્સ રિસોર્ટ એન્ડ રિયાલીટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને 250 એકર જમીન 15 રૂપિયે સ્કેવર મીટરના ભાવે ગુજરાત સરકારે ફાળવી આપી હતી.આ કંપની સાથે હાલના મુખ્યમંત્રી અને તત્કાલીન રેવન્યુ મિનિસ્ટર આનંદીબહેન પટેલની પુત્રી અનાર પટેલ લીંક ધરાવે છે.

આનંદ શર્માએ સવાલો ઉભા કરતાં જણાવ્યું હતું કે તત્કાલીન મોદી સરકારે કેવી રીતે આ જમીનની ફાળવણી કરી તેનો ખુલાસો કરવો જોઇએ.આ જમીનની ફાળવણી કેબીનેટની મંજુરીથી કરવામાં આવી હતી કે નહીં તેનો ખુલાસો પણ થવો જોઇએ.

અંગ્રેજી અખબાર પ્રમાણે વાઇલ્ડવૂડ રિસોર્ટ અને રિયાલટી પ્રા.લિને 2008માં દુબઇના વેપારી અને અમેરલીમાં ભાજપ સાથે સંકળાયેલા સંજય ધણાક દ્રારા બનાવવામાં આવી હતી.આ કંપનીએ ધારી બ્લોકમં રિસોર્ટ,પ્રવાસનના વિકાસ માટે સરકારી જમીન મેળવવા અરજી કરી હતી.સરકારે કંપનીને 2010માં 245.62 એકર જમીન ફાળવી આપી અને તેને બિન ખેતી હેતુ તબદિલ પણ કરવામાં આવી હતી.

એ પછી આ જમીન દક્ષેશ શાહ અને બીજાઓને તબદિલ કરવામાં આવી હતી.2011માં વાઇલ્ડવૂડ રિસોર્ટ અને રિયાલટી પ્રા.લિના શેર દક્ષેશ શાહ અને અમોલ શેઠ નામની વ્યક્તિઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.આ બંને બિઝનેસમેન રેલીશ ફાર્મા નામની બીજી કંપનીમાં પણ ભાગીદાર છે.

સુત્રો જણાવે છે કે રેલીશ ફાર્મામાં આનંદી બહેનના પુત્રી અનાર પટેલ પણ ભાગીદાર છે.એ સિવાય અમોલ શેઠની બીજી એક કંપની આહના સોલર પ્રાઇવેટ લિમિટેડમાં પણ અનાર પટેલ ડાયરેક્ટર રહી ચુક્યા છે.

અનાર પટેલની અનાર પ્રોજેક્ટ કંપનીને દક્ષેશ શાહની હિસ્સેદારીવાળી ઇનોવેટીવ ઇન્ફ્રાપ્લસ કંપનીએ 2.95 કરોડ રૂપિયા આપ્યા છે.દક્ષેશ શાહની કંપનીએ અનાર પટેલને 20 લાખ રૂપિયા એડવાન્સ પણ આપ્યાં છે.