ગુમડું
ઘઉંનો લોટ, હળદર અને મીઠાની પોટીસ બનાવી, ગૂમડા પર બાંધવાથી ગૂમડું પાક, ફાટે, મટે છે. સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગૂમડું મટે. પાલખ, તાંદળજો, બોરડી, લીમડો, વાયવરણમો. કે સરગવો ગમે તે એકનાં પાનની પોટીસ બનાવી ગૂમડા પર બાંધવાથી ગૂમડું પાકી જશે, ફાટી જશે, મટી જશે, જે જલદી મળે તેનો ઉપયોગ કરવો. શિવામ્બુ ( સ્વમૂત્ર ) ની પટ્ટી બાંધવી, શિવામ્બુથી સતત ભીની પટ્ટી રાખવાથી ગૂમડાં મટી જાય છે. કડવા લીમડાની લીંબોળીનું તેલ લગાડવાથી તાજા કે જૂના – પાકેલા ઘા અને ગૂમડાં મટે છે. સવારે નરણા કોઠે લીમડાનાં પાનનો રસ પીવાથી પેટ સાફ આવે, ગૂમડાં મટી જાય. નવાં ન થાય. સુંદરવેલનું પાન ગૂમડાંને પકવે, ફાડે ( સફેદ બાજુ ) અને રૂઝવે ( લીલી બાજુ ) મટાડે.