પરેશ ધાનાણી
પરેશ ધાનાણી એ ગુજરાત રાજ્યમાં કોંગ્રેસના યુવાન સક્રિય નેતા છે. ધાનાણી એ સૌરાષ્ટ્રના અને પાટીદાર સમાજનો રાજકીય અને જાણીતો ચહેરો છે. ધાનાણી અમરેલીના ધારાસભ્ય છે. અમરેલીમાં કદાવર ભાજપ નેતા દિલિપ સંધાણીને હરાવીને જાયન્ટ કીલર સાબિત થયેલા છે. પરેશ ધાનાણીને કોંગ્રેસમાં રાહુલ ગાંધીના નજીકના પણ ગણવામાં આવે છે.
અમિત ઠાકર
અમિત ઠાકર ભાજપના તેજ, તાકાત અને તરવરાટવાળા યુવા નેતા છે. અમિત ઠાકર ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ તેમજ મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. અમિત ઠાકર ભાજપ આઇટી સેલના વડા છે. ભાજપના યુવા ચેહરામાં મહત્વના વ્યક્તિ છે. અમિર ખાનની ફના ફિલ્મને કારણે અમિત ઠાકર વધારે જાણીતા બન્યા છે.
ઋત્વિજ પટેલ
ઋત્વિજ પટેલ ભાજપ યુવા મોરચાના પ્રમુખ છે. પાટીદાર આંદોલન બાદ ચર્ચામાં આવેલ ડો. ઋત્વિજ પટેલ યુવા ચહેરો છે. ગુજરાતમાં પાટીદાર આંદોલનને લઇને હાર્દિક પટેલ સામે ભાજપ દ્વારા યુવા મોરચાના પ્રમુખ તરીકે ઋત્વિજ પટેલને પદભાર સોંપ્યો. ભાજપના યુવા મોરચના નવા પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલનો પરિવાર સંઘ સાથે સંકળાયેલો છે.
ઇન્દ્રવિજયસિંહ ગોહિલ
પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ કોંગ્રેસના સક્રિય યુવા નેતા છે. ગુજરાત ઇન્દ્રવિજયસિંહ ગોહિલ વિદ્યાર્થી નેતા તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ડો. ઈન્દ્રવિજયસિંહ 2000માં સેનેટ મેમ્બર બન્યા, ત્યારબાદ કોંગ્રેસની યુવા પાંખ NSUIના પ્રદેશ પ્રમુખ પણ બન્યા. ઈન્દ્રવિજયસિંહ ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ પણ રહી ચુક્યા છે. ગુજરાત કોંગ્રેસના યુવા વર્ગ પર ડો. ઈન્દ્રવિજયસિંહની ખુબ મજબુત પકડ છે.
ગુજરાતી
English




