આખા દેશમાં કબીર પંથીશ્રી સંત રામપાલ મહારાજના 953 અનુયાયીઓ સામે વિવિધ પોલીસ કેસ કરી ખોટી રીતે હેરાન-પરેશાન કરી ભારતના નાગરિકોને રાજદ્રોહ જેવા ખોટા પોલીસ કેસ કરી યાતનાઓ આપી છે. ભારત દેશના હિંદુ ધર્મના કબીર પંથી સંતશ્રી રામપાલ મહારાજના કરોડો અનુયાયીઓની ધાર્મિક લાગણી દુભાવી છે.
ભારતીય જનતા પાર્ટીની કિન્નાખોરી સરમુખત્યાર શાસન સામે 18 એપ્રિલ 2019માં કોંગ્રેસ કાર્યાલય ખાતે ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું. સમગ્ર ભારત દેશમાં સંતશ્રી રામપાલ મહારાજના 5 કરોડ અનુયાયીઓ અને ગુજરાતમાં 5 લાખથી વધુ અનુયાયીઓની લાગણી દુભાઈ છે. તેથી તેઓ સમગ્ર ભારતમાં ભાજપ સરકાર સામે બંડ પોકારી ભાજપ વિરુદ્ધ પ્રચાર કરી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જીતાડવાનું કામ કરશે.
તેના અનુસંધાનમાં આજ રોજ અમદાવાદના કોઓર્ડીનેટર વીરજીદાસ પ્રજાપતિ, રમાકાંત શર્મા, રણવીરસિંહ ભદોરિયા,
જનકભાઈ શાહ, સામંતસિંહ જાડેજા, મનોજસિંગ ભદોરિયાના નેતૃત્વમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ મહામંત્રી ડૉ.હિમાંશુ પટેલ ની હાજરીમાં કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરી ખુલ્લું સમર્થન કોંગ્રેસ પક્ષને જાહેર કર્યું હતું.
સંતશ્રી રામપાલ મહારાજના અનુયાયીઓ ભારત દેશના વિવિધ જિલ્લાઓમાં વસવાટ કરે છે. સમગ્ર દેશમાં અનુયાયીઓ ઉપર કરેલા અત્યાચારના વિરોધમાં સંતશ્રી રામપાલ મહારાજના સમગ્ર અનુયાયીઓ તેઓ, તેઓના શિષ્યો, યુવાનો, મહિલાઓ, પુરા ભારતમાં મોદી સરકારે કરેલા સરમુખત્યારની સામે વિરોધ કરી ભાજપ અને મોદી સરકાર વિરુદ્ધ પ્રચાર કરશે અને કોંગ્રેસ પક્ષનો પ્રચાર કરી, કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જીતાડવાનું કામ કરશે.