લાચાર તાત – દિલીપ પટેલ
કોંગ્રેસે વચન પાળ્યુ
કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં ખેડૂતોના દેવું માફ કરવાની વાત કરી હતી. જે વચન મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી કમલનાથે પાળી બતાવી રૂ.40 હજાર કરોડનું દેવું માફ કર્યું છે. જે ખેડૂતનું રૂ.2 લાખ સુધીનું દેવું હોય તે માફ થશે. હવે ગુજરાતમાં ભાજપ સરકાર શું કરવા માંગે છે તેના પર ખેડૂતો આશા રાખી રહ્યાં છે. ગુજરાતના 22 જેટલાં ખેડૂત સંગઠન, સામાજિક આગેવાન હાર્દિક પટેલ, કોંગ્રેસ, AHPના નેતા ડો.પ્રવિણ તોગડીયા સહિત અનેક સંસ્થાઓ માંગણી કરી ચૂકી છે કે, ખેડૂતોનું દેવું માફ કરો. ગુજરાતમાં ગરીબ ખેડૂતોનું દેવું માફ કરવા માટે માંગણી વધી રહી છે. છતાં સરકાર તે અંગે કંઈ કરવા તૈયાર નથી. લગભગ રૂ.20 હજાર કરોડ જેવા નાણાં જ માફ કરવા પડે તેમ છે.
ખેડૂતો પર કેટલું દેવું, આંકડાની સાદી સમજ
20,000 કરોડ રૂપિયાનું ધીરાણ દર વર્ષે ખેડૂતો લે છે
91થી 95 ટકા ખેડૂતો દર વર્ષે દેવું ભરી દે છે
45,607 કરોડ કૂલ પાક ધિરાણ
36,468 કરોડ લાંબાગાળાનું ધિરાણ
82,075 કરોડ કુલ દેવું
8 નંબર પર ખેડૂત દેવામાં દેશમાં ગુજરાત છે
58.71 લાખ પરિવારો છે તે પૈકી 39.30 લાખ પરિવાર ખેતી પર નભે છે.
67 ગ્રામ્ય વસતી ખેતી પર નભે છે, ગુજરાતમાં સૌથી વધું રોજગારી આપે છે
10.30 લાખ પરિવારો આદિજાતિના છે
1.52 લાખ પરિવારો અનુસૂચિત જનજાતિના છે
19.56 લાખ પરિવારો અન્ય પછાત વર્ગના છે
7.91 લાખ પરિવારો અન્ય સામાજિક વર્ગોના છે.
8 લાખ ખેડૂતો ઉચ્ચ જ્ઞાતિના છે
37.21 લાખ ખેડૂતો દેવાદાર
84.89 ટકા ગ્રામીણ બેંકની લોન વસૂલાત
7 ટકાથી 15.11 ટકા લોન ભરી શકતા નથી.
4 % ટકા સહકારી બેંકની લોન ભરી શકતા નથી
8 % અન્ય સહકારી બેંકની લોન નથી ભરી શકતા
12,000 કરોડનો વીમો લેવો ફરજિયાત છે
લોનના હપ્તો ભરી શકતા આત્મહત્યા કરે છે.
ખેડૂતોની આવક અને જાવક (કેન્દ્ર સરકારના આંકડા)
7926 રૂ. ખેડૂત સરેરાશ માસિક આવક
95,112 રૂ. વાર્ષિક આવક
2383 રૂ. મજૂરીમાંથી – માસિક આવક પૈકી
2933 રૂપિયા ખેતીની નેટ આવક – માસિક આવક પૈકી
1930 પશુપાલનમાંથી આવક – માસિક આવક પૈકી
380 બિનખેતીની પ્રવૃત્તિમાંથી આવક
ખર્ચ કેટલું ?
7672 રૂ. માસિક ખર્ચ
2250 રૂ. પાક લેવા માટે માસિક ખર્ચ
5773 રૂ. એક પાકમાંથી માસિક આવક
2399 રૂ. પશુપાલન માટે છેલ્લા 30 દિવસમાં ખર્ચ
16.74 લાખ પરિવારો અપુરતી આવકથી દેવું કરવું પડે છે.
2014-15માં 22.49 લાખ ખેડૂતોએ લોન લીધી
2016-17માં 34.94 લાખ ખેડૂતોએ લોન લીધી, 55 ટકાનો વધારો
ઊદ્યોગોનું દેવું માફ થાય અને કર્મચારીનો પગાર બે ગણો થાય તો ખેડૂતનું દેવું માફ કેમ નહીં
ખેડૂત આગેવાન સાગર રબારી કહે છે કે, સરકાર જો ઉદ્યોગોને રાહત આપી શકતી હોય તો ગરીબ ખેડૂતને કેમ નહીં. સરકારે કેટલી રાહતો આપી વાંચો
- ચાર વર્ષમાં રૂ.32,452 કરોડના ઉદ્યોગોના વેરા બાકી છે.
- અતિ મોટા ઉદ્યોગને વર્ષે રૂ.500 કરોડ, મોટા ઉદ્યોગને રૂ.400 અને રૂ.150 કરોડ વેરા માફ કરાય છે.
- નિષ્ફળ ટાટા નેનો કાર માટે સાણંદમાં રૂ. 32 હજાર કરોડ આપ્યા તો બજેટ કેમ ના ખોરવાયું? જેમાંથી રૂ. 64,000 દરેક ખેડૂતને આપી શકાયા હોત. અડધા ખેડૂતોને એક નેનો કાર મફત આપી શકાઈ હોત. તો જો ટાટાને આપી શકાય તો ખેડૂતોને કેમ નહીં.
- છેલ્લા કેગ અહેવાલ પ્રમાણે જંત્રીના ભાવોના વધારવાથી રાજ્યને 25 હજાર કરોડનું નુકશાન ગયું છે. જો આ નુકસાન કર્યું ન હોત તો પણ ખેડૂતોને દેવું માફ થઈ શક્યું હોત.
- અદાણીને રૂ. 1થી 25ના (સરેરાશ 11 રૂપિયાના) ભાવે જમીન આપી હતી. જો તે બજાર ભાવે આપી હોત તો ગુજરાતના તમામ ખેડૂતોનું એક વખત દેવું માફ થઈ શક્યું હોત.
- અદાણી સિવાયના બીજા ઉદ્યોગોને જે જમીન સાફ મફતમાં આપી છે તે બજાર ભાવ પ્રમાણે વેચી હોત તો 10 વર્ષ સુધી ખેડૂતોનું દેવું માફ થઈ શક્યું હોત.
- સરકાર અદાણી અને ટાટાના પાવર પ્લાન્ટોને સુપ્રીમ કોર્ટે ના પાડવા છતાં કેમ ભાવો વધારી આપવાની છે? એ રકમ બચાવવામાં આવે તો ગુજરાતના તમામ ખેડૂતોનું દેવું માફ થઈ શકે તેમ છે.
- સરકારી કર્મચારીઓનો પગાર વધારો કરો ત્યારે પૈસા આવે છે, ખેડૂતો માટે કેમ નહીં.
- છેલ્લાં 22 વર્ષથી ગુજરાત સરકાર વાઈબ્રન્ટ ગુજરાત અને તેના જેવા કાર્યક્રમોમાં જે ઉડાઉ કરોડો રૂપિયા વાપરી નાંખ્યા તેમાં કરકસર કરી હોય તો તમામ ખેડૂતોના દેવા માફ થઈ શક્યા હોત.
- ઉદ્યોગપતિઓને વેરા માફી આપી છે તેમાંથી ખેડૂતોનું ચાર વખત દેવું માફ થઈ જાય તેમ છે.
- છેલ્લા 15 વર્ષમાં ગુજરાતમાં ઉદ્યોગોને જે ફાયદા કરાવી આપ્યા તે જો ખેડૂતોને આપ્યા હોત તો ગુજરાતનું કૃષિ ઉત્પાદન વધારી શક્યું હોત.
- 22 વર્ષથી એક પણ સિંચાઈનો બંધ બનાવ્યો નથી તે રકમથી પણ દેવું માફ થઈ શકે તેમ છે.
- નીલગાય, ભૂંડ, જંગલી પ્રાણીઓ દ્વારા કૃષિ ઉત્પાદનને કરોડોનું નુકસાન થાય છે તે અટકાવી દેવામાં આવે તો પણ ખેડૂતો દેવામાંથી બહાર આવે તેમ છે.
- ભાજપ સરકારે 22 વર્ષથી કરેલાં કૌભાંડોનો કેગના અહેવાલનો સરવાળો કરવામાં આવે તો તે 4 લાખ કરોડ થાય તેમ છે. જેનાથી 10 વખત દેવું માફ થઈ શક્યું હોત.
- રોડ અને સુજલામ સુફલામ નહેર, નર્મદા નહેર અને અન્ય નહેર બનાવવાના જે કૌભાંડ થયા તે ન થવા દેવાયા હોત તો પાંચ વખત દેવું માફ થઈ શક્યું હોત.
- અત્યાર સુધી ઉદ્યોગોના દેવા માફ કર્યા છે તે જો ન કર્યા હોત તો પાંચ વખત ખેડૂતોના દેવા માફ થઈ શક્યા હોત.
- ખાનગી કંપનીઓ પાસેથી ઊંચા ભાવે વીજળી ખરીદ કરી છે તે સસ્તા ભાવે ખરીદી હોત તો સાડા ત્રણ વખત ખેડૂતોના દેવા માફ થઈ શક્યા હોત.
સરકાર આટલું કરે તો દેવું ન થાય
1 ખેડૂતોને 24 કલાક વીજળી
2 જંગલી જાનવરોના ત્રાસથી મુક્તિ.
3 કૃષિ નીતિ સરકાર બનાવે
4 ઉદ્યોગોને ધિરાણ બંધ કરો
5 ખેડૂતોને સીધા ગ્રાહક સાથે જોડવાની વ્યવસ્થા ઊભી કરો.
6 2 લાખ ચેકડેમ બનાવવામાં આવે
7 370 જેટલાં સિંચાઈ બંધ બની શકે તેમ છે તે બનાવો
8 બિયારણ અને જંતુનાશકોમાં ભેળસેળ દૂર કરો
9 નર્મદા બંધનું પાણી 6 લાખ હેક્ટરમાં પહોંચ્યું તે 20 લાખ હેક્ટર સુધી પહોંચાડો
10 ગુજરાતની 220 નદીઓ પર બંધ બનાવી પાણી રોકો
11 દરિયા કિનારે ખેતીમાં ખારાશ વધી રહી છે તે અટકાવો
12 કલ્પસર યોજના તુરંત બનાવો
13 કચ્છના નાના રણમાં દરિયાનું પાણી જાય છે તે અટકાવો
14 નર્મદા કેનાલ વર્ષે 140 સ્થળે તૂટે છે તે કૌભાંડની તપાસ કરાવો
15 બંધની નહેર સિંચાઈ યોજનાની ક્ષમતા 30 ટકા છે તે 100 ટકા કરો
16 ખેડૂતોની વસ્તુના ભાવ નક્કી કરવા દરેક APMCમાં લોન લીધેલા ખેડૂતની સમિતિ બનાવો
17 કૃષિ પેદાશોના ભાવ નક્કી કરવા રાજ્ય કક્ષાએ ખેડૂતોની સમિતિ બનાવો
18 લોન લેનારને ફરજિયાત વીમો લેવાની જોગવાઈ રદ કરો
20 દુષ્કાળ, અતિવૃષ્ટિ, પૂર, વાવાઝોડામાં ખેડૂતોને તુરંત રાહત આપો
21 કૃષિ વીમો તુરંત ચાલવવામાં આવે
22 વધું ઉત્પાદન આપતી જાતોના નવા બિયારણ શોધવામાં આવે
ગુજરાતની વિજય રૂપાણી આટલું કરે તો ખેડૂતોના દેવા માફ કરવાની જરૂર નહીં પડે.
અમિતાભ બચ્ચન ખેડૂતોનું દેવું માફ કરે તો, સરકાર કેમ નહીં
અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશનાં 850થી વધુ ખેડૂતોનાં રૂ.5.5 કરોડનું દેવું ભરપાઈ કરી આપ્યું છે. દેવાનાં બોજાને કારણે તેઓ આત્મહત્યા જેવા પગલા ભરવા મજબૂર બની રહ્યા હતા. ખેડૂતોની આત્મહત્યાને રોકવા માટે હાલમાં જ તેમનું દેવું ચૂકવવામાં આવ્યું છે. આ અગાઉ આંધ્ર પ્રદેશ અને વિદર્ભનાં ખેડૂતોનું દેવું ચૂકવવામાં આવ્યુ હતું.
ખેડૂતોનું દેવું માફ નહીં થાય, નીતિન પટેલ
23 માર્ચ 2018માં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેર કર્યું હતું કે, ગુજરાતના ખેડૂતો દેવાદાર નથી, એટલે સરકાર તેમનું કોઈ દેવું માફ કરશે નહીં. નર્મદા, સૌની, સુઝલામ સુફલામ યોજના બનાવી છે. વ્યાજ ગુજરાત સરકાર ભરે છે. ગુજરાતના ખેડૂતોને એક પૈસો પણ વ્યાજ આપવું પડતું નથી. ગુજરાતના ખેડૂતો દેવાદાર હોવાની વાત કરવામાં આવે છે તે ખેડૂતોને બદનામ કરવા માટે કરાય છે. ખેડૂતોનું કોઈ દેવું માફ કરવામાં આવશે નહીં, આવું કરવાથી ખેડૂતો નાસીપાસ થશે. સરકાર ખેડૂતોનું દેવું વધારવાની કોશિશ કરી રહી છે.