ગુજરાતના ખેતરોમાં નુકસાન કરતાં 11 લાખ ભૂંડને મારી નાંખો

ગુજરાતમાં 11 લાખથી વધુ ભૂંડ ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યાં છે. હવે ભૂંડ દ્વારા ખેડૂતો પર હુમલા થઈ રહ્યાં છે. જેમાં મોત પણ થાય છે. કાંકરેજ તાલુકાના માંડલામાં ખેતરમાં કામ કરી રહેલી મહિલાને ભૂંડે ગળાના ભાગે બચકાં ભરતા મોત નીપજ્યું હતું. ઉર્મિલાબેન ચૌધરી નામની 28 વર્ષીય મહિલા ખેતરમાં કામ કરી રહ્યાં હતાં તે સમયે ભૂંડે હુમલો કરતા ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.ગંભીર ઈજાઓના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. 2017માં પાટણ જિલ્લાના ગોધાણા ગામના મોરજીભાઇ ઠાકોર નામના પશુપાલક પર ભૂંડે હિચકારો હુમલો કરી તેમને લોહીલુહાણ કરી નાખીને  મોત થયું હતું. બે વ્યક્તિઓને પણ બચકાં ભરી ઘાયલ કર્યા હતા.

ચીનમાં જાન્યુઆરી 2019માં આફ્રીકન સ્વાઇન ફીવરમાં 100 લોકો આ બીમારીના શિકાર થયા છે. તેનો વાયરસ ભૂંડ દ્વારા ફેલાતા 916000 ડુક્કરોને(ભૂંડ)ને મોતને ઘાટ ઉતારવામાં આવેલા છે. ભૂંડથી ફેલાતા સ્વાઈન ફ્લુ સહિતની વાયરલ બિમારીઓ  સ્વાઈન ફ્લુના કારણે 600થી પણ વધુ લોકોના મોત થયા હતા. 12.500 લોકોના સ્વાઈન ફ્લુ કેસ પોઝિટિવ આવ્યા હતા. પ્રથમ નંબર પર મહારાષ્ટ્ર છે અને બીજા નંબર પર ગુજરાત આવે છે. ગુજરાતમાં 87 લોકો મોતને ભેટ્યા હતા. છતાં એક પણ ભૂંડને મોતને ઘાટ ઉતાર્યા ન હતા. ગીરમાં 16 સિંહના મોત થયા હતા તેમાં કેટલાંકે ભૂંડનું વાસી માંસ ખાધું હતું.

રાજ્યમાં 15 લાખ હેક્ટરમાં મગફળી ખેડૂતોએ વાવી છે જેમાં સૂયામાં ડોડવા-મગફળીની સીંગ લાગતાં તેને જમીનમાંથી ખોદીને ખેતરોમાં રખડતાં ભૂંડ ખાઈ રહ્યાં છે. જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. રાજ્યના 18,000 ગામોમાંથી 90 ટકા ગામોમાં ભૂંડનો પ્રશ્ન છેલ્લાં 14 વર્ષથી વકરી રહ્યો છે. દર વર્ષે ભૂંડની વસતી વધતી જાય છે. જેના કારણે ખેડૂતોએ પોતાનો પાક ગુમાવવો પડે છે. મગફળી અને અન્ય પાકને તે નુકશાન કરે છે. પણ ગુજરાતમાં 21 લાખ હેક્ટર મગફળીમાંથી ઓછામાં ઓછી 20 ટકા એટલે કે 3 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીને ભૂંડ દ્વારા નુકસાન થઈ રહ્યું છે. તેમ છતાં સરકાર દ્વારા ભૂંડ નિકાલ વ્યવસ્થા કરવામાં આવતી નથી.

Read More

દીપડાને આપો

ભુંડને દિપડાના શિકાર માટે જંગલોમાં વાડા બનાવી ત્યાં છોડી આવવાનો વિકલ્પ છે. જેથી દીપડાઓ માણસો પર હુમલા કરે છે તે બંધ થાય અને કિંમતી પશુઓનું મારણ કરે છે તે અટકાવી શકાય. ગુજરાતમાં 2200 દીપડા છે તેમને એકથી 10 ગામનો ભૂંડ પુરતાં થઈ પડે તેમ છે. રાજ્ય સરકાર આ યોજના અંગે વિચારવું જોઈએ જેથી સરકારના અને પ્રજાના કરોડો રૂપિયા અને લોકોના જીવ બચાવી શકાય તેમ છે.

ખેડૂતોની ભૂંડ નાબૂદી યોજના:

ભૂંડ મારવાની યોજના જાહેર કરી ખેડૂતોને હથિયાર આપી તેનું વળતર આપો.
કતલખાને વધુ ભૂંડ મારવામાં આવે તેવી છૂટ આપી પ્રોત્સાહન આપો.
જ્યાં હિંસક પ્રાણીઓ રહે છે જેવા જંગલ કે રેવન્યૂ વિસ્તારમાં ભૂંડ છોડી મૂકવાની નીતિ બનાવો. તેનાથી જંગલ આસપાસના દુધાળા પશુ પણ સિંહ કે દીપડાના શિકારથી બચી જશે અને ભૂંડને મારીને પોતાનું પેટ ભરશે.
જો આ ત્રણ યોજના અમલી બનાવવામાં આવે તો ભૂંડનો ત્રાસ દૂર કરી શકાય તેમ છે.
7 ઓગસ્ટ 2018મા ગીર જંગલના કાંઠે આવેલા ધારી તાલુકાના જીરા (ડાભાળી)ના ખેડૂતોની વાડીમાં વાવેતર કરેલી મગફળીનો આખોય પાક એક જ રાતમાં ત્રાટકેલા ભૂંડના ઝૂંડે સાફ કરી નાંખ્યો હતો. તેથી ખેડૂત દયનીય તેમજ કફોડી હાલતમાં મૂકાઈ ગયો હતો. 80 ભૂંડનું ઝૂંડ ત્રાટક્યું હતું. 25 વીઘા મગફળીને ભૂંડ પોતાના નાક અને મોઢા મારીને મગફળીના ડોડવા ખાઈ ગયા હતા. આવું દરેક ગામમાં બની રહ્યું છે.

7 હજાર ગામોને રૂ. 3 હજાર કરોડનું નુકસાન

ભૂંડના કારણે 3 લાખ હેક્ટર જમીન પર નુકસાન થતાં ખેડૂતોએ વર્ષે રૂ. 3 હજાર કરોડ જેટલું નુકસાન થતું હોવાનો અંદાજ છે. તેથી સરકારે આ અંગે તુરંત પગલાં લઈને ભૂંડના નિકાલ માટે યોજના જાહેર કરવી જોઈએ. દરેક વિધાનસભાના સત્રમાં ધારાસભ્યો આ પ્રશ્ન ઊઠાવે છે પણ તેનો કોઈ ઉકેલ આવતો નથી. 7 હજાર ગામોમાં ભૂંડની સમસ્યા છે. સૌરાષ્ટ્રમાં તેની સૌથી વધારે અસર થાય છે.

સુરત અને અમદાવાદ ભૂંડનું માંસ ખાય છે

સુરતમાં 7,153 અને અમદાવાદમાં 3,191 મળીને ગુજરાતમાં કુલ 10,344 ભૂંડની કતલ કરીને તેનું માંસ સ્લોટર હાઉસ દ્વારા વેચવામાં આવ્યું હતું. સરકારે આ માટે પ્રોત્સાહન આપીને વધુ ભૂંડ મારે તે માટે સહાય જાહેર કરવી જોઈએ. કારણ કે 12,889 ભેંસ અને 1.03 લાખ બકરી અને 51,604 ઘેટાની કતલ કતલખાનામાં કરવામાં આવી હતી તેના બદલે આ કતલ વધે તો ખેડૂતોને ફાયદો છે. 2.31 લાખ કિલો માંસ ભૂંડનું મેળવવામાં આવ્યું હતું.

દેશમાં 1 કરોડ અને ગુજરાતમાં 4 હજાર ભૂંડ: કૃષિ વિભાગ

રાજ્ય સરકારનું કૃષિ વિભાગ એક અહેવાલમાં કહે છે કે દેશમાં 1,02,94,000 ભૂંડ છે. જ્યારે ગુજરાતમાં માત્ર 4,000 ભૂંડ જ છે. 13 લાખ ભૂંડ ઉત્તર પ્રદેશમાં છે. એક કરોડ ભૂંડમાંથી ગુજરાતમાં ખરેખર તો દેશના 7 ટકા પ્રમાણે 7 લાખ ભૂંડ હોવા જોઈએ પણ ગામડાઓમાં સંખ્યા જોતા તો તે આંકડો 11 લાખથી વધુ હોઈ શકે છે. ખેડૂતોના અનુભવો પણ કહે છે કે, તેમના ગામમાં સરેરાશ 50થી 100 ભૂંડ જોવા મળતાં હોય છે.

જ્યાં એક ભૂંડ નથી એવું કહે છે ત્યાં 10,000 છે

સરકારનું કૃષિ વિભાગ અહેવાલમાં કહે છે કે, અમરેલી જિલ્લામાં એક પણ ભૂંડ નથી પણ ખરેખર તો અહીં 10,000 થી વધુ ભૂંડ છે. જ્યાં એક પણ ભૂંડ નથી એવા જિલ્લાઓ ગુજરાતની રૂપાણી સરકારે જાહેર કર્યા છે. તેમાં આણંદ, બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, ગાંધીનગર, જૂનાગઢ, ખેડા, મહેસાણા, નર્મદા, પંચમહાલ, પાટણ, સુરેન્દ્રનદગર, વલસાડ અને વાપી એમ 15 જિલ્લામાં તો એક પણ ભૂંડ ના હોવાનું કૃષિ વિભાગે જાહેર કર્યું છે. જ્યાં ખરેખર તો 5 હજારથી લઈને 10 હજાર જેટલાં ભૂંડ જિલ્લા દીઠ હશે.

અમદાવાદમાં

એજિસ્ટા પ્રાઇવેટ લિ. પાસેથી પ્રતિ ઇન્જેકશન રૂ.૧૩પ વત્તા ટેકસ મુજબની કિંમત ધરાવતા પ૦,૦૦૦થી પશુ માટે ટેગનો જથ્થો મેળવાયો છે. આશરે રૂ.૧.૦૯ કરોડના ખર્ચે આ પ્રોજેકટ હાથ ધરાયો છે. પ્રત્યેક ટેગમાં યુનિક આઇડેન્ટિફિકેશન નંબર હોઇ મોનિટરિંગ કરી શકાશે. 30 સપ્ટેમ્બર 2018 સુધીમાં 2830 માલધારીઓએ તેમના 21,672 પશુઓની નોંધણી કરાવી હતી. જોકે, અમદાવાદમાં નાગરીકોની સાથે 50 હજારથી 1 લાખથી વધું મોટા પશુઓ રહેતાં હોવાનો અંદાજ છે.

ગુજરાતના શહેરો અને ગામડામાં પશુ રહે છે. જે ખરેખર તો માનવ વસતીથી દૂર રાખવાની વ્યવસ્થા હોવી જોઈએ.

Bottom ad