ગુજરાતના જમીન રી-સરવે માં ભૂલો કરનાર ચાર કંપનીઓ સામે પગલાં

સમગ્ર ગુજરાત રાજ્યની જમીન માપણી કરનારી ચાર કંપનીઓએ પારાવાર ભૂલો કરી હોવાથી તેમને સજા કરવાની જાહેરાત મહેસૂલ વિભાગે કરી દીધી છે. ખેતીની જમીનમાં ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. તેઓ પરેશાન છે અને સરકારને પરેશાન કરી રહ્યાં છે. હવે એવી પરિસ્થિતિ ઊભી થઇ છે કે સમગ્ર સરવે રદ કરવો પડે તેમ છે. તેથી સરકારે નક્કી કર્યું છે, ચાર કંપનીઓ સામે પગલા ભરવામાં આવશે. જોકે તેમાની એક કંપની તો ભાજપના દક્ષિણ ભારતના નેતાની છે.  કંપનીઓના ભૂલના કારણે અત્યારે 2000 જેટલા ગામડાઓમાં જમીન ના સરવે પછીની આખરી જાહેરાત અટકાવી દેવામાં આવેલાં છે. તે સેટલમેન્ટ કમિશનર અને જમીન માપણીની પ્રક્રિયામાં થયેલી ભૂલો શોધી કાઢવા કહેવાયું છે. દોઢ મહિના પહેલા ખેડૂતોને ફરિયાદો અને સેટલમેન્ટ કમિશનર અને ખેડૂતોના વાંધાઓ મેળવવા માટે કહેવાયું હતું. તેમજ ખેડૂતોને ખેડૂતોને હાજર રાખી ને ફરીથી જમીન માપણી કરવામાં આવી છે. આ સેમ્પલ ટેસ્ટ ચારેક કંપનીઓની કામગીરીમાં ખામીઓ નજરે પડી છે. તેથી હવે તેમની પાસેથી રકમ વસૂલ કરવાનું નક્કી કરાયું છે. પરંતુ આ કંપનીઓએ રીસર્વેની કામગીરી ફરીથી કરવા માટે સરકારે કોઈ આદેશ કર્યો નથી. હવે સરકાર પગલા ભરશે ને માત્ર તેમને એક-બે કરોડનો દંડ કરીને છોડી દેવામાં આવશે. એવું વિભાગના કેટલાક અધિકારીઓ માની રહ્યા છે.