ગુજરાતના ત્રણ ગામ અબજપતિ કેમ થયા, શું છે રહસ્ય ?

ગુજરાતના ત્રણ ગામ એવા છે કે જે અત્યંત સમૃદ્ધ છે. સુખસુવિધા વિદેશ જેવી છે. સમૃદ્ધિ વિદેશ કરતાં પણ વધું છે. અબજો રૂપિયા અહીં આવી રહ્યાં છે. આ ત્રણેય ગામો લેવા પાટીદારોના છે. એશિયાના સૌથી વધું સમૃદ્ધ ગામ માનવામાં આવે છે. આ ત્રણેય ગામ પાસે રોકડા 8થી 10 હજાર કરોડ બેંકમાં પડેલાં છે. બીજી સંપત્તિ એના કરતાં વધું માનવામાં આવે છે. આમ આ ગામો કેમ સમૃદ્ધ થયા તે જાણવા જેવું છે.

ધર્મજ

આણંદના ધર્મજ ગામનો 12 જાન્યુઆરીએ ધર્મજ-ડેની ઉજવાશે. 2006થી 12 વર્ષથી ધર્મજડે ઉજવવામાં આવે છે. આ ગામમાંથી દેશ-વિદેશમાં રહેતા 7000થી 8000 જેટલા લોકો પણ આવશે. ધર્મજ-ડેની થીમ પીળા રંગ ઉપર થશે. તેથી મહેમાનો પીળા રંગના કપડા પહેરીને આવશે. વખતે મુખ્ય મહેમાન તરીકે મૂળ ઉત્તરસંડાના વતની મુંબઈના ઉદ્યોગપતિ અને પૂર્વ શેરિફ ડો. મોહન પટેલ તથા બ્રિટીશ ડે.હાઈ કમિશનર જ્યોફ વેઈન આવવાના છે. આ ગામ એવું છે ક અહીં રૂ.1000 કરોડની બાંધી મુદતની થાપણો છે. આ ગામે દેશના જાણાતા અર્થશાસ્ત્રી અને દેશના નાણાં પ્રધાન એચ.એમ. પટેલ આપ્યા છે.

વિદેશમાં લોકો

વિદેશમાં વસતાં 3120 પટેલ કુટુંબો અહીં વર્ષોથી પૈસા મોકલતાં રહ્યાં છે. 1700 કુટુંબો બ્રિટનમાં છે. 300 કુટુંબો અમેરિકા અને 160 ન્યૂઝીલેન્ડ છે. 200 કેનેડામાં રહે છે. 60 કુટુંબો ઓસ્ટ્રેલિયામાં રહે છે.

દેશના નાણાં પ્રધાન અહીંના

સ્વાતંત્ર સેનાનીઓ એવા શહીદ રમણભાઈ અને ચંચળબેન અહીં થયા છે. ભારત સરકારના ભૂતપૂર્વ નાણાં અને ગૃહમંત્રી ડૉ. એચ.એમ.પટેલ અને એન.ડી.ડી.બી ના અધ્યક્ષા ડૉ. અમૃતાબેન પટેલ આ ગામના જ વતની છે. પ્રો.સત્યવ્રત પટેલ જેવા શિક્ષણશાસ્ત્રી અને લેખક, જયપ્રકાશ પટેલ અને કૃપાલી પટેલ જેવા ખેલાડીઓ આ ગામના છે.

પોતાની બેંક

ધર્મજમાં 13 બેંકોમાં ધર્મજની પોતાની એક બેંક છે, જેનું નામ ધર્મજ પીપલ બેંક છે. 45 વર્ષ પહેલાં ગમના 54 લોકો ભેગા થઈને 6.63 લાખની ડિપોઝીટ સાથે સહકારી બેંક બનાવી હતી. જેમાં બાલ રૂ.14.45 કરોડની બાંધી મૂદતની રકમ છે. ધર્મજ પીપલ્સ બેન્ક અને ધર્મજ કેળવણી મંડળ એ ધર્મજની આગવી ઓળખ બની છે. રૂ.1000 કરોડની બાંધી મૂદતની રકમ બેંકોમાં પડી છે. જેની વસતી માત્ર 11,333 છે. જે ભારતના સમૃદ્ધ ગામ પૈકિનું એક ગામ છે. દરેક પાસે બેંકનું ક્રેડીટ કાર્ડ છે. બેંક ઓફ બરોડામાં રૂ.125 કરો, દેના બેંકમાં રૂ.100 કરોડ બાંધી મૂદતની થાપણો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, અલ્હાબાદ બેંક, કેનેરા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસ્ટ્રીલ બેંક, એચડીએફસી, પીએનબી, કોર્પોરેશન બેંકનો સમાવેશ થાય છે. કેરાલા એક એવું રાજ્ય છે જ્યાં રૂ.90,000 કરોડ વિદેશથી આવે છે. 1959માં પ્રથમ દેના બેંક સ્થપાઈ હતી.

49 વર્ષથી કાર્યરત અને રૂ.171 કરોડની ડિપોઝીટ ધરાવતી બેંક ઓફ ઇન્ડિયાની શાખાને જૂન 2018માં એકાએક બંધ કરી દેવાના નિર્ણયથી ગ્રામજનોમાં આશ્ચર્ય સાથે રોષની લાગણી વ્યાપી હતી. 500 અને 1,000 રૂપિયાની નોટને પ્રતિબંધની જાહેરાતથી ગુજરાત સહિત સમગ્ર દેશની બેંકોમાં લોકોએ લાઈનો લગાવી છે. પણ પૈસા મુકવા કે ઉપાડવા કે બદલવા નથી અહીં એક પણ બેંકમાં લાઈન ન હતી.

સવલતો

કેટલીક ફેક્ટરી, ખેતી અને પશુપાલન ધંધો છે. બળદગાડાની સાથે BMW જેવી કાર પણ સાથે દોડતી હોય છે. વિદેશી બેંકો અહીં છે. આયૂર્વેદિક દવાખા, કોર્પોરેટ હોસ્પિટલો, સરકારી શાળાઓ, એન.આર.આઈ બાળકો માટે ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ પણ છે. કૂવાનું પાણી, ઘરેઘરે મિનરલ વોટર,  આર.ઓ ફિલ્ટરેશન પ્લાન્ટ, જૂની હવેલીઓ, ક્રિએટિવ આર્કિટેક્ચર વાળા વૈભવી બંગલા, રોટલા અને શાક પિરસતી હોટલો, પિઝા-બર્ગર સર્વ કરતી ઈન્ટરનેશનલ ફૂડ ચેઈન છે. મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. ઘઉં, ડાંગર, બાજરી, તમાકુ, કેળા, મરચા તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી થાય છે. આ ગામમાં શ્રી ત્રિભોવનદાસ ગિરધરભાઈ પટેલ મિશ્ર પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી અને અંગ્રેજી માધ્યમની શાળા જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ધર્મજમાં જલારામ બાપાનું મંદિર આવેલું છે. અહીં દર દિવાળી પછી મેળો ભારાય છે. લાભ પાંચમે તે શરુ થઈ અને પાંચ દિવસ સુધી ચાલે છે. તે ઉપરાંત ધર્મજમાં સુરજ બા પાર્ક છે. ત્યાં તળાવ બનાવવામાં આવ્યું છે અને તેમા નૌકા વિહારની સવલત છે.

ગામના વિવિધ યુવક મંડળો અને કલબો છે. ર્વાટર વર્કસ, ભૂગર્ભ ગટર યોજના, સંપૂર્ણ સગવડવાળું પંચાયતઘર, શાક માર્કેટ, ર્શાપીંગ સેન્ટર, સેનેટેરીયમ, કેન્સર હોસ્પિટલ, આંખની હોસ્પિટલ ફર્ટીલાઈઝર ડેપો, ટેકનીકલ સ્કુલ, રમતનાં મેદાનો, લગ્ન માટે વાડીઓ, કલબ, જનતા માટે જાહેર ટી.વી. ગૌચર યોજના જેવી અનેક પ્રવૃત્તિઓ હોઈ ગામ એક આદર્શ ગોકુળીયા ગામ તરીકે જાહેર થયેલ છે.

શાક માર્કેટ, શોપીંગ સેન્ટર, આરોગ્ય કેન્દ્ર, શાળા તથા મંદિર છે. ગામની ગૌચર યોજનાથી વેસ્ટ લેન્ડને બેસ્ટ લેન્ડ બનાવી ગામના પશુપાલકો માટે આશીર્વાદરૂપ થઈ પડી છે. અહીંથી તેઓને બારેય માસ લીલું ઘાસ વ્યાજબી ભાવે મળે છે. ફળાઉ તેમજ બીનફળાઉ ઝાડ ગામની શોભામાં વધારો કરી ગામને લીલુંછમ બનાવે છે. આબાદ અને સમૃધ્ધ ગામ ચરોતરનું પેરિસ ગણાય છે.

સમૃદ્ધ ગ્રામ પંચાયત

વિદેશીઓના કારણે ગામની પંચાયત પણ સમૃદ્ધ બની છે. પંચાયત પાસે રૂ.1.5 કરોડની ફિક્સ ડિપોઝીટ છે અને તેના વ્યાજમાંથી ગામનો વહીવટ ચાલે છે. ગાર્ડન પણ આવેલો છે. સુશોભિત તળાવ પણ છે. ગામનું પોતાનું જિમ પણ છે. ગામમાં એનઆરઆઇની મદદથી હોસ્પિટલ પણ છે. સર્જનથી માંડીને ગાયનેક ડોક્ટર ધર્મજ ગામમાં છે. 20થી 30 ગામને હોસ્પિટલનો લાભ મળે છે. હોસ્પિટલમાં 52 હજાર આંખની શસ્ત્ર ક્રિયા કરી છે.

શિક્ષણ – ઉદ્યોગ

વર્ષ 1904માં ઝવેરભાઈ ડુંગરભાઈ પટેલ નામના એડવોકેટે ધર્મજમાં ધોરણ-1થી ધોરણ-3 સુધીની અંગ્રેજી માધ્યમની શાળા શરૃં કરી હતી. તે સમયે વિદ્યાર્થીઓની સંખ્યા 70 જેટલી હતી. જ્યારે વર્ષ 1955માં આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 510 હતી. હાલમાં ધર્મજમાં સમાજના દરેક તબખા માટે જુદીજુદી સ્કૂલો મૌજુદ છે. અહીં, વિદ્યાર્થીઓ કે.જીથી માંડીને પી.જી સુધીનો અભ્યાસ કરી શકે છે અને તેના માટે તેને બીજા કોઈ શહેર અથવા ગામમાં જવુ પડતુ નથી. પોતાના ગામમાં તેને સંપૂર્ણ એજ્યુકેશન મળી જાય તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે. ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે ખાસ લાઈબ્રેરીની સુવિધા પણ છે. ગામમાં ઓઈલ રીફાઈનરી, નીકોટીન ફેકટરી, ર્પાલ્ટ્રી ફાર્મ, કેબલ ફેકટરી, તમાકુની ખરી, છીંકણીનાં કારખાનાં જેવા અનેક નાના ઉદ્યોગોએ ગામની સમૃધ્ધિમાં સારુ પીઠબળ પૂરું પાડયું છે. હાલ ગામના યુવાનો આજુબાજુના ખંભાત, બોરસદ, સોજીત્રા તથા વિદ્યાનગર જેવા ઔદ્યોગિક વસાહતોમાં નાનામોટા ઉદ્યોગો કરતા થયા છે.

ઇતિહાસ

સંવત 1211માં પાટીદારોની જૂની ખડકીના આદ્ય પુરૂષ નરસિંહભાઈ અગાસથી આવીને ધર્મજ ગામમાં વસેલા અને તે પછી 1732ના અરસામાં પાટીદારોની ત્રણ મોટી ખડકીઓના આદ્ય પુરૂષ રંગાની બરોલ ગામેથી આવીને વસેલા તેમ મનાય છે. સંવત 1252માં પાટીદારોની ખડકીના આદ્યપુરુષ નરસિંહભાઈ પટેલ જરગામથી આવીને વસવાટ કરેલો તે જગ્યા જુની ખડકી (સરદાર ચોક) તરીકે ઓળખાય છે. ત્યારબાદ સંવત 1732માં ધર્મજના પાટીદારોની ત્રણ મોટી ખડકીઓના આદ્યપુરુષ રંગાજી પટેલ વિરોલ (સોજીત્રા) ગામેથી આવીને ધર્મજમાં વસેલા. આજે ગામમાં જૂની ખડકીના વંશજોની વસતી બહુ ઓછી છે, પરંતુ રંગાજી પટેલના વંશજોનો વસતી વધારો વધુ છે. પહેલાં કન્યાની લેવડદેવડ માટે ધર્મજ સહિત તેર ગામનો ગોળ હતો, સમય જતાં બાકીનાં સાત ગામ જુદાં પડતાં છ ગામનો ગોળ છે. પાટીદારો ઘણા સહાસિક છે. ઘણા લોકો અમદાવાદ, વડોદરા, મુંબઇ, કોલકત્તા, દિલ્હી, નાગપુર વગેરે શહેરોમાં અને જાવા, રંગૂન, સિંગાપુર, ફીજી, એડન, કેન્‍યા, યુગાન્ડા, અમેરિકા, બરટશ વગેરે પ્રદેશોમાં જઇ વસેલા છે. સારા પ્રમાણમાં સૌએ ધંધો જમાવો છે. એ લોકો સારી રીતે કમાય છે અને હજારોનાદાન કરી ગામની આબાદીનાં કાર્યોમાં રસ લે છે, આના પરિણામે ગામ કેળવણીમાં તથા બીજી રીતે પણ આબાદી સાધતું જાય છે. 900 વર્ષ પહેલાં આ ગામ બન્યું હોવાની શક્યતા છે. ગામની કુળદેવી હર્ષદમાતા છે. રાજા વિક્રમાદિત્યના પણ કુળદેવી છે. જેનું મુખ્ય મંદિર મધ્યપ્રદેશના ઉજૈન શહેરમાં છે. રંગા પટેલના વારસદારોએ વિરોલથી વારાહી માતાને લાવી ગામતળ દેવી તરીકે સ્થાપ્યા છે.

આધુનિક ઇતિહાસ

આણંદ જિલ્લામાં આવેલા કુલ 8 (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા પેટલાદ તાલુકામાં આવેલું ધર્મજ મોટું ગામ છે. સમગ્ર વિશ્વમાં આ એક માત્ર ગામ છે કે જેના ઉપર ઈતિહાસ ભૂગોળ, વર્તમાન અને ભવિષ્ય ઉપર પુસ્તક પ્રકાશિત થયા છે. રાજેશ પટેલે એક પુસ્તક લખ્યું છે. છ ગામ પાટીદાર સમાજની વંશાવલી તૈયાર થયેલી છે. જ્યારે ટેક્નોલોજીના જમાનામાં જૂની 24,000 એન્ટ્રીઓ સાથે નવી 75,000 ઉમેરાતાં 90,000 સાથે ડિજિટલ વંશાવલી તૈયાર થઈ રહી છે. ગામની પોતાની વેબસાઈટ, ગામનું અલાયદું ગીત અને લોગો પણ છે. ધર્મજના રાજેશ પટેલે આપતાં જણાવ્યું હતું કે, ધર્મજિયનો ઈ.સ.1895માં દરિયો ખેડીને સાત સમંદર પાર પહોંચેલા ધર્મજિયનોની શક્તિ અને એકતા બહાર જઈએ ત્યારે જ ખબર પડે છે. જોઈતારામ કાશીરામ પટેલ પહેલા વિદેશ ગયા હતા. યુગાન્ડામાં મબાલે ખાતે ગયા હતા. 1910માં માન્ચેસ્ટર જનારા પ્રભુદાસ પટેલ પણ હતા. 1911માં એડન ખાતે ગોવિંદ પટેલ તમાકુનો વેપાર શરૂ કર્યો હતો. વિદેશોમાં મોટાભાગે હોટેલો, સ્ટોર્સ અને મોટેલો ધરાવે છે. તેઓ સાહસિક, પ્રામાણિક, મહેનતુ અને વ્યવસ્થાપક સારા છે. તેમને ઈન્ડિયનની તેમ ધર્મજીયન તરીકે ઓળખવામાં આવે છે. ત્રણ પેઢીથી લોકો વિદેશ રહે છે.

1895થી 1916 સુધી આફ્રિકાના યુગાન્ડામાં મોટાભાગના લોકો ગયા હતા. 1968માં આફ્રિકાની રાજકીય સ્થિતિઓને કારણે ઘર-મિલકત તમામ વસ્તુઓ છોડીને ઇંગ્લેન્ડમાં જવું પડ્યું હતું. આફ્રિકામાં સારી રીતે રહેતાં લોકોને ઇંગ્લેન્ડના કેમ્પમાં રહેતાં હતા. બધું જ ગુમાવી ચૂકેલાં પાટીદારોએ ઈગ્લેન્ડમાં નવું સર્જન કર્યું હતું.

ભૂગોળ

વાસદ-તારાપુર રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ ધર્મજ ગામ દરિયાની સપાટીથી 84 ફુટની ઉંચાઈએ આવેલું છે. આ ગામ વડોદરાથી 50 કિલોમીટર, અમદાવાદથી 90, ખંભાતથી 22, નડીયાદથી 38 તથા આણંદથી 35  કિમીના અંતરે આવેલું છે. ગામનું કુલ ક્ષેત્રફળ 1440 હેક્ટર છે. જેમાંથી 17-23-00 હેક્ટર ગામતળ તથા 1271-71-77 હેક્ટર ખેતીલાયક જમીન છે. ગામની કુલ વસ્તી 11,334 લોકોની અને મકાનો 4,123 છે. પાકા મકાનો 2,966 છે. ગામ ગરીબ છે. જ્યાં 1200 જેટલાં કાચા મકાનો છે.

12મો ધર્મોત્સવ ઉજવાયો

30 જાન્યુઆરી 2018માં ધર્મજ ગામનો 12મો ધર્મજોત્સવ (ધર્મજ ડે) ધર્મજિયન નરેન્દ્રભાઈ પટેલ (યુએસએ)ના અધ્યક્ષપદે જલારામ તીર્થ, ધર્મજમાં વિદેશમાં વસતા ધર્મજિયનો અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.  જેમાં મુખ્ય વક્તાપદે જાણીતા સાહિત્યકાર ભાગ્યેશ જહાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ધર્મજરત્ન (મરણોત્તર) એવોર્ડ સ્વ. વી. વી. પટેલ (પૂર્વ જજ નૈરોબી-કેન્યા)ને અપાતાં તેમના પુત્રોએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

‘મારું ધર્મજ… ધન્ય ધન્ય હો ધર્મજ ગામ’ ગીત દ્વારા કરાયો હતો. સતત 12 વર્ષથી ઊજવાતો આ ઉત્સવ હવે મહોત્સવ બની ગયો છે. પ્રગતિશીલ ઉદ્યોગપતિ આશિષ પટેલ, રમત-ગમત ક્ષેત્રે લાઇફ એચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત કરનાર મિતુલ પટેલ, કેન્સર જેવા મહારોગની ચિંતા કરનાર હિતાર્થ પટેલ સહિત સમાજ-ઉત્થાનનું કાર્ય કરતા અગ્રણીઓનું સન્માન કરાયું હતું.

ધર્મજરત્ન એવોર્ડ સ્વીકાર્યા બાદ પ્રતિભાવમાં ભાવિનભાઈ પટેલે સ્વ. પિતાજીની યાદોને વાગોળી હતી. અને ટીમ ધર્મજને એવોર્ડ આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમના મોટા ભાઈ કેતનભાઈ પટેલ નૈરોબી (કેન્યા)માં મોટા ગજાના ઉદ્યોગપતિ છે. અધ્યક્ષપદેથી અમેરિકાથી ખાસ ઉપસ્થિત નરેન્દ્રભાઈ પટેલ રહ્યાં હતા. સતત 12 વર્ષથી ઊજવાતા ધર્મજ ડેની અલગ-અલગ થીમ (કલર) પર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કેસરી-ઓરેન્જ થીમની પસંદગી થઈ હતી.

ધર્મજનો જૂનો ઇતિહાસ

દંતકથા પ્રમાણે 861માં ધરમા નામનો રબારી પોતાનાં ઢોર સાથે અત્રે આવેલો અને ખડીયારી તલાવડી પાસે મુકામ કરેલો. તે સમયે ધર્મજની આસપાસનો વિસ્તાર જંગલ જેવો હતો, તે પોતાની ગાયો ચરાવવા જ્યાં આવતો હતો. ધર્મજ ગામના બજારમાં ધર્મેશ્વર મહાદેવ છે. જ્યારે કોઈ ગાય મહાદેવવાળી જગ્યામાં ચરતી ત્યારે આપોઆપ ગાયના આંચળમાથી દુધ નીકળી જતું. વારંવાર બનતા આ પ્રસંગોથી ધરમા રબારીને આશ્વર્ય થયું હતું. કુતુહલવશ થઇને તેણે આ જગ્યાએ ખોદકામ કરાવ્યું તો તેમાંથી મહાદેવજીનું લિંગ નીકળ્યું. મહાદેવજીનો પરમ ભક્ત બની ગયો અને આ સ્થળે મહાદેવજીનું નાનું મંદિર બનાવ્યું જે આજે ધર્મેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે. ઘરમા નામ પરથી ગામનુ નામ ધર્મજ પડયું. ત્યારબાદ ગામમાં બ્રાહ્મણો તથા ગરાસિયાની વસતી હતી. જેમાંથી હાલમાં સદર વસ્તીનું સ્થળાંતર થયેલું છે.

છ ગામ પાટીદાર સમાજ

એચ. એમ પટેલ

હિરૂભાઈ મુળજીભાઈ પટેલનો (એચ.એમ.પટેલ) જન્મ 27-8-1904માં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામ ધર્મજમાં કરી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું હતું. 15 વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ જઈ ઓકસફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી. ફિલોસોફી, પોલિટિકસ અને ઈકોનોમિકસના વિષયો સાથે બી. એ.ની ડીગ્રી મેળવી હતી. સાથે સાથે એકસટર્નલ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરી લંડન યુનિવર્સિટીની બી.કોમની ડીગ્રી પણ મેળવી હતી. આઈ.સી.એસ.ની (હાલનું IAS) સ્પર્ધાત્મક પરીક્ષા તેઓએ ઉંચા નંબરે 1926માં પાસ કરી હતી. અંગ્રેજી, જર્મન, ફ્રેંચ, પર્શિયન તેમજ ગુજરાતી, મરાઠી, સિંધી, હિન્દી, બંગાળી ભાષાઓના સારા જાણકાર હતા. સૌપ્રથમ 1927માં આસિસ્ટન્ટ કલેકટર તરીકે સિંધના લારખાના જિલ્લામાં જોડાયા હતા. તે પછી મુંબઈના ફિનાન્સ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી સેક્રેટરી અને ડેપ્યુટી ડાયરેકટર જનરલ તથા ઈન્ડસ્ટ્રી અને સપ્લાય ડિપાર્ટમેન્ટ જોઈન્ટ સેક્રેટરી બન્યા. ઓક્ટોબર 1947 સુધી કેબીનેટ સેક્રેટરી તરીકે કામ કર્યું અને 1947 થી 1953 સુધી ડીફેન્સ સેક્રેટરી તરીકે કામગીરી બજાવી હતી. આ સમયમાં ભારતના નવયુવાનોને શિસ્ત અને લશ્કરી તાલીમ આપવા માટે સ્કૂલમાં એ. સી. સી. અને કોલેજમાં એન.સી.સી.ની ટ્રેનિગ શરૂ કરાવી હતી.

1957માં સરકારી નોકરી છોડી વલ્લભવિદ્યાનગરને વિઘાધામ સાથે વિઠ્ઠલઉદ્યોગના સર્જનના પ્રણેતા બન્યા હતા. 1977માં કેન્દ્રમાં મોરારજી દેસાઈની જનતા પક્ષની સરકાર રચાઈ ત્યારથી તેઓ નાણાં પ્રધાન બન્યા હતા. જાન્યુઆરી 1979માં ભારતના ગૃહપ્રધાન બન્યા હતા. જુલાઈ 1979માં જનતા સરકારે રાજીનામું આપતાં હોદ્દા પરથી મૂકત થઈને વલ્લભવિદ્યાનગરમાં અનેક શિક્ષણ સંસ્થાઓ ચલાવતા ચારૂતર વિદ્યા મંડળ અને ચારૂતર આરોગ્ય મંડળ તથા વતનના ગામ ધર્મજ કેળવણી મંડળ તેમજ ઇન્ડિયન બોર્ડ ફોર વાઇલ્ડ લાફઇના અધ્યક્ષ તરીકે સેવા બજાવતા રહ્યાં હતા.

જેમની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે ચારૂતર આરોગ્ય મંડળ સંચાલિત કૃષ્ણ હોસ્પીટલમાં કરમસદ ખાતે તાતા જૂથના ચેરમેન રતનતાતા એ આધુનિક રેડિયેશન કેન્દ્રનું ઉદ્દઘાટન કરી મંડળના સ્થાપક એચ. એમ પટેલની સ્મૃતિઓ બિરદાવી હતી. કુદરતી સંપત્તિ તથા પ્રાણી કલ્યાણની તેમની પ્રવૃત્તિ માટે તેઓને વિશ્વવિખ્યાત આલ્બર્ટ શ્વાઇટઝર મેડલ એનાયત કરાવવામાં આવ્યો હતો.

માધાપર, ગુજરાતનું બીજું સમૃદ્ધ ગામ

કચ્છ જિલ્લામાં આવેલું 40 હજારની વસતી ધરાવતું માધાપર ગામમાં 15 બેન્ક્સ છે. રૂ.2200થી 5000 કરોડની બેંકમાં બંધી મૂદતની થાપણો છે. એશિયાનું પૈસાદાર ગામ છે. ભારતમાં આટલી બેન્કો ધારવતું ગુજરાતનું આ એકમાત્ર ગામ છે. પછી ધર્મજ આવે છે. કચ્છના ભૂજથી 3 કિ.મી.ના અંતરે આવેલું છે. જ્યાં મુખ્યત્વે પટેલોની વસતી ધરાવતું ગામ માધાપર એશિયાનું સૌથી ધનવાન ગામ ગણવામાં આવે છે. NRI કરોડો રૂપિયા ડિપોઝીટ કરાવે છે. ગામનો GDP રૂ.7,20,000 છે. 5 હજારથી પણ વધુ લોકો વિદેશમાં વસવાટ કરે છે. જેમાં મુખ્યત્વે મધ્ય આફ્રિકામાં બાંધકામનો ધંધામાં ગુજરાતીનું પ્રભુત્વ છે.  UK, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડ દેશમાં ગણ લોકો છે. હવે ગલ્ફ દેશોમાં જઈ રહ્યાં છે.

કચ્છનું બીજું સમૃદ્ધ ગામ બળદિયા

 

ભૂજથી 20 કિલોમિટરના અંતરે આવેલાં બળદિયા ગામ પણ વધુ પૈસાદાર ગામ છે. 8 હજારની વસ્તી ધરાવતા બળદિયા ગામમાં રૂ.1213 કરોડની બેંકમાં બાંધી મૂદતની થાપણો છે. 8 બેંક છે. જેમાં ઇન્ડિયા બેંક, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક, દેના બેંક, એસીબીઆઇ બેંક, કોર્પોરેશન બેંક, આઇડીબીઆઇ બેંક અને યુનિયન બેંકનો સમાવેશ થાય છે. દરેક માથાદીઠ થાપણ રૂ.15 લાખ છે. સારા મકાનો છે. સુંદર અને ભવ્ય ઘર છે.

70 વર્ષ પહેલાં બળદિયાનાં લેઉવા પટેલ સમુદાયના લોકોએ પ્રથમવાર આફ્રિકાના દેશોમાં મજૂર તરીકે ગયા હતા. જે પછી કેટલાંક અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા ગયા હતા. આફ્રિકાના દેશોમાં સલામતીને લઇને ચિંતા રહેતી હોવાથી પોતાના વતનમાં રોકાણ કરે છે.

અહીં 24 કલાક નળ દ્વારા પાણી આવે છે તે માટે 35 વર્ષથી એનઆઈઆરની એક સમિતિ કામ કરે છે. રસ્તાઓ સિમેન્ટના કોંક્રીટના બનેલા છે. જેની દરરોજ સફાઇ થાય છે. તમામ સુવિધા માટે એનઆઈઆરની સમિતિ હોય છે.

ગામમાં લેઉવા પટેલ શિક્ષણ સમિતિ સંચાલિત બાળ મંદિર, સરકારી આંગણવાડી, પ્રાથમિક શાળા,  અવજીબાપા ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક અને હાઇસ્કૂલ છે.  જ્યાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમોમાં અભ્યાસ કરાવવામાં આવે છે. ગામમાં મોટાભાગે સુખી અને સંપન્ન લોકો છે. હોસ્પિટલ છે.

ધાર્મિક ક્ષેત્રે પણ બળદિયા આગળ પડતું સ્થાન ધરાવે છે. અનેક મંદિરો છે. વિદેશોમાં ગામના લોકોએ સંગઠન બનાવ્યું છે. જ્યાં વખતો વખત ગામની સમસ્યાઓ અંગે ચિંતન કરવામાં આવે છે. વિદેશમાં રહેતી બીજી કે ત્રીજી પેઢી ગામ સાથે નજીક આવે તે માટે કાર્યક્રમો કરે છે.

હિજરત કેમ

કચ્છમાં ચોવીસી પટેલ સમાજ અને ચરોતર, ઉત્તર ગુજરા, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પાટિદારો વિદેશ હિજરત કરી રહ્યાં છે. તેથી ગમડાઓમાં બિનપટેલ વસતીનો વિકાસ દર પ્રતિ દસ વર્ષ 25 ટકા સામે પટેલોનો 15 ટકા વિકાસ દર છે. તેથી વિદેશ કે ગુજરાત કે ભાજપના શહેરોમાં હિજરત વધી રહી છે. આ વિસ્તારોમાં પાટીદીરોની વસતી ઘટી રહી છે. 19મી સદીના પ્રારંભે શરૂ થયેલી હિજરત 21માં સદી સુધી ચાલુ છે. તેથી પાટીદારો માટે આર્થિક રીતે ટકી રહેવું મુશ્કેલ છે. તેમાંએ છેલ્લાં 20 વર્ષથી ગામડાઓમાંથી પાટીદારો વધારે માત્રામાં હિજરત કરીને દેશ અને દુનિયામાં જઈ રહ્યાં છે. (દિલીપ પટેલ)