ગુજરાતના નવા પ્રોજેક્ટ કેવા છે ? રૂપાણી અમલ કરશે ?

ગુજરાત સરકારે નવા પ્રોજેક્ટ જાહેર કર્યા છે.

2022 સુધી દરેક ઘરે નળ

2022 સુધીમાં ગુજરાતના દરેક ઘરમાં નળ દ્વારા પાણી પહોંચાડાશે. નળથી જળ યોજના માટે 20,000 કરોડની ફાળવણી કરી. 4500 કરોડની માતબાર રકમની જોગવાઈ, ગત વર્ષ કરતા 36% વધુ પાણીદાર બજેટ જળ સંચય અભિયાન પાણી બચાવો અભિયાન માટે વોટર ગ્રીડ યોજના ૧૩ હજાર ગામોને પાણી.૨૦૨૦ સુધી નળ દ્વારા શુધ્ધ પીવાનુ પાણી તમામ વિસ્તારને પહોચાડાશે. 20 હજાર કરોડ ખર્ચાશે: 4500 કરોડની જોગવાઇ દરિયાકાઠામા 8 ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે ગંદા પાણીને ટ્રીટ કરીને પુનઃઉપયોગ કરાશે. 300એમ.એલ.ડી ના પ્રોજેકટ સ્થપાશે માઇક્રો ઈરીગેશન વ્યાપ વધારાશે. 18 લાખ હેકટર વિસ્તાર આવરી લેવાશે ૧૧.૩૪ લાખ ખેડૂતોને લાભ કાયદા વિભાગ માટે રૂ. ૧૬૫૩ કરોડની જોગવાઈ.

નવી ૪૩૪ કોર્ટ બનાવશે

ગુજરાતના તાત માટે ખોલાશે દ્રાર :

નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને આ વિસ્તારમાં કૃષિ સિંચાઈ માટે  આગામી અષાઢી બીજ એટલે કે રથયાત્રાના દિવસથી નર્મદાનું પાણી આપવામાં આવશે.

રીન્યૂએબલ એનર્જી

વર્ષ 2013માં ગુજરાતની રીન્યૂએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા 4126 મેગાવોટ હતી, આજે વધીને 8855 મેગાવોટ થઈ છે આગામી 3 વર્ષમાં તેને 30 હજાર મેગાવોટ કરવાનો લક્ષ્યાંક છે. રાજ્યની ગ્રામ પંચાયતમાં સોલાર વોટર પમ્પ બેસાડવા માટે રૂ.૧.૫૦ કરોડની જોગવાઈ ઇ રીક્ષા ઉપર સહાય મળશે. ૮૦૦ લાભાર્થીઓ માટે રૂ.૨.૫૦ કરોડની જોગવાઈ. નવી સોલરરૂફ ટોપ યોજનાની જાહેરાત કરી છે. 3 કિલોવોટ સુધીની સિસ્ટમ માટે નિયત કિંમત પર 40% સબસિડી અપાશે.  3થી 10 કિલોવોટ સુધીની સિસ્ટમ પર 20% સબસિડી યોજના પેટે એક હજાર કરોડની ફાળવણી

ઉદ્યોગ વિકાસ : ઉદ્યોગ અને ખાણ વિભાગ, કુટીર ઉદ્યોગ, પ્રવાસન, નાગરિક ઉદ્દયન બધું ભેગું મળી કુલ રૂ. ૬૩૦૧ કરોડની ટેકસટાઇલ પોલીસી જાહેર કરવામાં આવી હતી. આ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રૂ.૧૫૦૦ કરોડની જોગવાઈ લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે રૂ.૮૮૦ કરોડ ઔદ્યોગિકની ઇન્ફ્રા સુવિધા વધારવા તથા તેને અપગ્રેડ કરવા માટે રૂ.૨૦૦ કરોડ માંદા એકમોને બેઠા કરવા માટે રૂ.૬૦ કરોડ સ્ટાર્ટઅપ હેઠળ આદિવાસી અને અનુસુચિત જાતિ માટે ખાસ પેકેજ તેના માટે રૂ.૫૨ કરોડ અન્ય ઔદ્યોગિક પ્રોત્સાહન માટે

રૂ.૪૧૦ કરોડ કૃષિ કલ્યાણ :

ખેડુત યોજનાના અમલ ભાટે 2771 નવી જગ્યાઓ ભરાશે : આ વર્ષે 1121 ભરાશે.  ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા દરે પાક ધિરાણ ખેડૂત વ્યાજ સહાય આપવા રૂ 952 કરોડની જોગવાઇ છે. પ્રધાન મત્રી ફસલ વીમા યોજના હેઠળ 18 લાખ ખેડૂતૉ ને આવરી લેવાશે: 1073 કરોડની જોગવાઇ. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 299 કરોડ, ફાર્મ મીકેનાઇઝેશન માટે 235 કરોડ, ફુડ પ્રોસેસીગ માટે 34 કરોડ. રાસાયણીક ખાતર માટે 25 કરોડ, સેટેલાઇટ ઇમેજ ડ્રોન ફોટોગ્રાફી માટે 25 કરોડ¤ બાગાયત વિકાસ માટે સેન્ટર ઓફ એકસેલન્સ માટે 8 કરોડ.  પશુપાલન4000 ડેરી ફાર્મ સ્થાપવા 134 કરોડની જોગવાઇ, 460 ફરતા પશુ દવાખાના માટે 47 કરોડ, નિશુલ્ક પશુ સારવાર યોજના માટે 28 કરોડ.  ડેરી વિકાસ પશુ પાલકોને સાધન સહાય માટે 36 કરોડ, ગૌ સેવા વિકાસ માટે 38 કરોડ, સહકાર કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે 33 કરોડ.

પશુપાલન માટે ખાસ જોગવાઈ :

હિંમનગરમાં નવી વેટરનીતિ કોલેજ માટે પ્રથમ તબક્કામાં રૂ.1 કરોડની જોગવાઈ  ફરતા પશુ દવાખાનાઓ માટે રૂ.47 કરોડની જોગવાઈ નવા ડેરી ફાર્મ સ્થાપવા માટે રૂ.134 કરોડની જોગવાઈ નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ.28 કરોડની જોગવાઈ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને હેલ્પલાઇન માટે 1962 સેવાઓ માટે રૂ.15 કરોડની જોગવાઈ.

વ્હાલી દીકરી યોજના  

સરકારે નવી યોજના કરી લોન્ચ આંગણવાડીમાં પૂરક પોશાક માટે રૂ.751 કરોડની જોગવાઈ  વિધવા મહિલાઓને પેંશન આપવા માટે રૂ.376 કરોડની જોગવાઈ કરી છે. પૂર્ણા યોજનામાટે રૂ.87 કરોડની જોગવાઈ  1200 આંગણવાડી બનાવવા માટે રૂ.24 કરોડની જોગવાઈ કરી છે. સરકારે નવી યોજના વ્હાલી દીકરી લોન્ચ કરી. આ યોજના હેઠળ દીકરીને પ્રથમ ધોરણમાં રૂ.4000, નવમા ધોરણમાં રૂ.6000 અને 18 વર્ષની વય બાદ રૂ.1 લાખ અપાશે. વ્હાલી દીકરી યોજના માટે રૂ.133કરોડની જોગવાઈ કરી છે.

પંચમહાલ, નર્મદા અને અરવલ્લીમાં સેન્ટર ફોર એક્સલન્સ સ્થાપવા રૂ.8 કરોડની જોગવાઈ બાગાયતી પાકના મૂલ્યવર્ધન માટે ગુજરાત હોટિકલચર નોલેજ સોસાયટીની સ્થાપના કરશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં નવા બાગાયત ડિવિઝન માટે રૂ.60 લાખની જોગવાઈ

શિક્ષણ :

શિક્ષણનું સ્તર સુધારવા 30,045 કરોડનો ખર્ચ. પ્રાથમિક શિક્ષણને જોર આપવા નવા 5 હજાર વર્ગખંડનું બાંધકામ કરશે. રાજ્ય સરકાર 454 કરોડના ખર્ચ સાથે અંદાજે દોઢ લાખ વિધાર્થીઓને સારી સગવડ મળશે. મધ્યાહન ભોજન માટેના અન્ય ત્રિવેણી યોજના માટે 1015 કરોડની જોગવાઈ RTE હેઠળ 2.70 લાખ વિધાર્થીઓના 3000 રૂપિયા સરકાર ચૂકવશે, કુલ 341 કરોડ ફાળવશે વર્ચયુઅલ ક્લાસરૂમ અને ભાર વિના ભણતર માટે ખર્ચાશે 103 કરોડ સ્કૂલોના શિસ્તના ડિજિટલાઈઝેશન માટે ફાળવાશે 100 કરોડ રાજ્યના 1.30 લાખ દિવ્યાંગ વિધાર્થીઓ માટે વિવિધ સુવિધા ઉભી કરવા રૂ.46 કરોડની જોગવાઈ છે. AIના વિકાસ માટે ગુજરાતમાં યુનિવર્સિટી અને લેબની થશે સ્થાપના, ખર્ચ અંદાજે 50 કરોડ રૂપિયા ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 370 કરોડ, સરકારી કોલેજ, યુનિ ભવન માટે 206 કરોડ, કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ માટે 252 કરોડ, કુપોષણ દુર કરવા માટે ફોર્ટીફાઈડ ચોખાનું વિતરણ. પાયલોટ પ્રોજેત્ક નર્મદા જિલાથી શરૂ કરવામાં આવશે.

જળ સંપત્તિ :

જળ સંપત્તિ માટે 7157 કરોડઃ બંધ જાળવણી, નહેર માળખા સુધારણા, સહબાગી સિચાઇ યોજના માટે સૌની યોજના ત્રીજા તબક્કાના 2258 કરોડના કામો પ્રગતિમા: 1880કરોડની જોગવાઇ થરાદથી સીપુ ડેમ પાઇપ લાઇન માટે 100 કરોડ, 6000 ગામોને લાભ આદિજાતિ વિસ્તારમા 27600 વિસ્તાર સિંચાઇ માટે 962 કરોડ, તાપી કરજણ લીક પાઇપલાઇન માટે 720 કરોડ, અંબીકા નદી પર રીચાર્જ પ્રોજેકટ માટે 372 કરોડ, સુરત જિલ્લા ના 23 હજાર ખેડૂતો માટે 245 કરોડ, કરજણ જળાશય માટે 220 કરોઠ, કડાણા જળાશય માટે 380 કરોડ, નર્મદા યોજના માટે 6595 કરોડ,મૂખ્ય બંધના આનુષાગિક કામો, પાવર સાઉસ જાળવણી, કેનાલ ઑટોમેશન, જમીન સેપાદન, નાના વીજ મથકો બનશે.

ન્યાય

ન્યાયપાલિકાને મજબૂત કરવાની નેમ ગુનો નોંધાય અને સજા પડે એ માટેનો કન્વિકશન રેઈટ ઘટાડી ૩૦ ટકા નીચે લઇ જવાની નેમ જેલ અને કોર્ટ વચ્ચે વિડીયો કોનફ્ર્સ્નીંગની સુવિધા વધારશે. રૂ. ૩૧ કરોડની જોગવાઈ મોટા અને મધ્યમ શહેરોમાં ટ્રાફિક સર્વેલન્સ માટે CCTV કેમેરા સીસ્ટમ માટે રૂ.૧૦૦ કરોડ

શહેરી વિકાસ અને ગૃહનિર્માણ

શહેરી વિકાસ અને ગૃહનિર્માણ માટે 13,149 કરોડની ફાળવણી છે. શહેરી વિકાસ યોજના માટે 4794 કરોડની જોગવાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 1248 કરોડ 250 કરોડના ખર્ચે મહાનગરોમાં 54 અને રાજ્યના નગરપાલિકામાં 21, કુલ 75 ફ્લાયઓવર બનાવાની યોજના અમદાવાદ મેટ્રો માટે રાજ્ય સરકારે બજેટમાં ફાળવ્યા 510 કરોડ ગાંધીનગર-અમદાવાદના ફેઝ-2 માટે 50 કરોડની ફાળવણી રાજ્યના 6 શહેરોના સ્માર્ટ સિટી યોજના માટે 580 કરોડની જોગવાઈ છે.

માર્ગ મકાન

માર્ગ અને મકાન માર્ગ અને મકાન વિભાગ માટે રૂ.10,058 કરોડની જોગવાઈ આંતરમાળખાકિય સુવિધાઓ, રસ્તા અને પુલો બનાવવા રૂ.1439 કરોડની જોગવાઈ. 807 kmના રાજ્ય ધોરીમાર્ગોને દ્વિમાર્ગી કરવા રૂ.209 કરોડની જોગવાઈ અમદાવાદ-બગોદરા-રાજકોટના 201 કિ.મી. રસ્તાને રૂ.2,893 કરોડના ખર્ચે છ-માર્ગી કરવાની કામગીરી પ્રગતિ હેઠળ. સરખેજ-ગાંધીનગર હાઈવેને રૂ.867 કરોડના ખર્ચે છ માર્ગી કરવાની પ્રગતિમાં વલ્લભીપુર-ભાવનગર રસ્તાનું ચાર માર્ગીયકરણ કરવા રૂ.207 કરોડની જોગવાઈ સુરત-કડોદરા રોડ પર કડોદરા પાસે રાષ્ટ્રીય ધોરમીર્ગના જંકશન પર અંડર બ્રીજ બનાવવા રૂ.110 કરોડની જોગવાઈ રેલવે ફાટકો પર અંદાજે રૂ.6,500 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રીજના કામોની જાહેરાત મહેસાણા, ઉંઝા, સિદ્ધપુર, પાલનપુર રસ્તા સહિતના કામો માટે રૂ.304 કરોડની જોગવાઈ અમદાવાદ-શંખેશ્વર રસ્તા પર પગદંડીની સુવિધા માટે રૂ.6 કરોડની જોગવાઈ અમદાવાદ-ગાંધીનગર ખાતે વિવિધ કક્ષાના સરકારી આવાસોનું બાંધકામ કરવા રૂ.150 કરોડની જોગવાઈ ગાંધીનગર ખાતે છ ટાઈપના 560 સરકારી આવાસોના 20 ટાવરના બાંધકામ માટે રૂ.44 કરોડની જોગવાઈ

 

બંદરો અને વાહન વ્યવહાર

બંદરો અને વાહન વ્યવહાર માટે રૂ.1377 કરોડની જોગવાઈ એસટી વિભાગને નવી 1000 બસો માટે રૂ. 221ની જોગવાઈ  22 નવા બસ સ્ટેન્ડના નિર્માણ અને 13 જુના બસ સ્ટેન્ડના રીનોવેશન માટે રૂ.66 કરોડની જોગવાઈ  સુભાષબ્રિજ RTOનાં નવીન મકાન માટે રૂ.13 કરોડની જોગવાઈ  નવી બે RTO કચેરીઓ માટે રૂ.5 કરોડની જોગવાઈ  બંદરોને રેલમાર્ગે જોડવા રૂ.42 કરોડની જોગવાઈ  અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં કામ કરતા કારીગરો માટે રૂ.11 કરોડની જોગવાઈ

પ્રવાસન :

પ્રવાસીઓને સુવિધા વધારા માટે રૂ.૪૭૨ કરોડની કુલ ફાળવણી નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ આને દાંડી ટુરીઝમ  સકીટ ખાતે માળખાકીય સુવિધાના વિકાસ માટે રૂ,૧૦  કરોડની જોગવાઇ. પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રે રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા માટે ૪,૧૦૦ યુવાનોને તાલીમ માટે રૂ.૧૨ કરોડ જૂનાગઢનો ઐતિહાસિક અને પ્રાચીન ઉપરકોટ કિલ્લો એક હેરીટેજ સ્થળ છે તેના વિકાસ માટે રૂ. ૭ કરોડ સરદારની શોભા વધારવા પ્રયાસ : દરરોજ અંદાજે 10 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે છે. રાત્રિ રોકાણ માટેની સુવિધાઓ ઉભી કરાશે આ હેતુ પાછળ રૂ. 260 કરોડનો ખર્ચ કરાશે.

પર્યાવરણની જાળવણી માટે પાણી શુદ્ધિકરણ :

અમદાવાદ, જેતપુર અને વડોદર સહિતના ઉદ્યોગોથી ધમધમતા શહેરોના પાણીને ઉંડા દરિયામાં મોકલીને વૈજ્ઞાનિકે શુદ્ધ કરવાની યોજના PPP ધોરણે પાઈપલાઈન નાખવા માટે અપાશે કોન્ટ્રાકટ કુલ રૂ. 2275 કરોડની યોજના માટે આ વર્ષના બજેટમાંથી 500 કરોડની જોગવાઈ સિંહોના સવર્ધન માટે નવી શેત્રુંજી સાઈટ, સિંહો માટે એમ્બ્યુલન્સ, હોસ્પિટલ અને CCTV માટે રૂ.123 કરોડ નાગરિક ઉદ્દયન માટે રૂ.૪૪૨ કરોડની ફાળવણી વોટર એરોડ્રામ બનવાશે જેમાં સરદાર સરોવર, શેત્રુંજી ડેમ અને સાબરમતી રીવરફ્રન્ટનો સમવેશ. રૂ. ૫ કરોડની ફળવાની સ્ટેચ્યુ ઓફ યુનિટીના એરિયલ વ્યુ માટે હેલીકોપ્ટર સેવા માટે રૂ.૧ કરોડ રાજપીપળાના એરોડ્રામ તરીકે વિકાસના છે.