સરકાર માને છે કે, ગુજરાતના સર્વગ્રાહી વિકાસમાં ગુજરાતમાં રોજગાર વ્યવસાય ઉદ્યોગ માટે આવીને વસેલા અન્ય રાજ્યો પ્રદેશોના લોકોનું પણ મહત્વપૂર્ણ પ્રદાન રહ્યું છે. તેનો સીધો મતલબ કે ગુજરાતમાં બિન ગુજરાતી લોકો આવીને ગુજરાતના લોકોના હક્કો છીનવી લે તો તેની સામે ભાજપ સરકારને કોઈ વાંધો નથી.
સુરત મહાનગરમાં ઓડીસા સમાજ આયોજિત ઓડીસા પ્રભા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ગુજરાત બહારથી આવતાં લોકોએ ગુજરાતનો વિકાસ કરવામાં ફાળો આપ્યો છે. ગુજરાત આજે લેન્ડ ઓફ ઓપોર્ચયુનિટી બની ગયું છે. મુખ્ય મંત્રીએ ગુજરાત અને ઓડીસા બેય દેશ ના અલગ અલગ છેડા પર હોવા છતાં ધ્રુવ તારક સમાન છે તેમ કહ્યું હતું. ઓરિસ્સા ભગવાન જગન્નાથ ની ભૂમિ છે તો ગુજરાત ભગવાન કૃષ્ણ ની દ્વારિકા ની વિરાસત ભૂમિ છે. દેશમાં પુરીની જગન્નાથ રથયાત્રાનું જે મહાત્મ્ય છે તે જ અમદાવાદની રથયાત્રા નું છે એમ તેમણે જણાવ્યું હતું. ઓરિસ્સા સમાજના લોકો ગુજરાત અને સુરતના સમાજ જીવનમાં દૂધમાં સાકર જેમ ભળી ગયા છે. પોતાના પરિશ્રમ મહેનતથી વિકાસ માં યોગદાન આપે છે તેનો વિશેષ આભાર વ્યકત કર્યો હતો.