આમ આદમી પક્ષ દ્વારા ગુજરાતની મુખ્ય 10 સમસ્યાને લઈને 27 ઓગસ્ટ વિધાનસભા ઘેરાવાનો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દરેક જિલ્લામાંથી કાર્યકર્તા હાજર રહે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આપના ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, નવા નિમાયેલાઓને નિમણુંક પત્ર આપવામાં આવ્યા હતાં. પાર્ટીની વિચારધારાને ઘર ઘર સુધી પોહચડવા. લોકોને જાગૃત કરવામાં આવશે. આમ આદમી પાર્ટી જોડો અભિયાન પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લા કાર્યકર્તા મીટીંગ પાલનપુર સર્કિટ હાઉસ ખાતે સમય બપોરે 2 થી 3 દરમિયાન ગુજરાત રાજ્યના મહામંત્રી રાજેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી. નોર્થ ઝોનના પ્રમુખ રમેશભાઈ નાભાણી, નોર્થ ઝોનના લીગલ સેલ પ્રમુખ આર.કે.ચૌહાણ., સ્ટેટ GRC કમિટીના સભ્ય ઈલિયાશભાઈ, જિલ્લા પ્રમુખ નરેશભાઈ, મહામંત્રી રસિકભાઈ, ઉપપ્રમુખ અશોકભાઈ , લઘુમતી સેલના પ્રમુખ રઝાકભાઈ તથા તાલુકાનગરના પદાધિકારીઓ, કાર્યકર્તા સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા, આગામી સમયમાં આવનારી બધી ચૂંટણીઓ આમ આદમી પાર્ટી લડશે. તે માટે ઝડપી તાલુકા, નગર, વોર્ડ, બુથ સુધીનું સંગઠન પૂરું થાય તેમાટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.