કેન્દ્ર સરકારે પત્ર લખી મહારાષ્ટ્ર, ગુજરાત, કર્નાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુને એક અઠવાડિયા પહેલાં સલાહ આપી છે કે, પાણીનો ઉપયોગ સમજી-વિચારીને કરે. કેન્દ્રિય જળ આયોગે કહ્યું છે કે તેઓ ગુજરાતનાં 10 મોટા બંધો પર નજર રાખે છે. જ્યાં સુધી બીજા બંધો સરકાર ન બનાવે ત્યાં સુધી આ બંધનું પાણી સિંચાઈ માટે વાપરવાના બદલે માત્ર પિવાના અનામત જત્થા માટે જ રાખી મૂકવામાં આવે.
આમ ગુજરાતમાં સિંચાઈ માટે 222 બંધો 25 વર્ષ પહેલાં કોંગ્રેસ સરકારમાં બનાવેલાં છે. જે હવે સિંચાઈ માટે વાપરવાના બદલે માત્ર પિવાના પાણી માટે જ ઉપયોગ કરવામાં આવે એવી સલાહ આપી છે. જો આમ થશે તો ગુજરાતમાં ખેડૂતો પર ફરી એક વખત આફત આવી શકે છે. કૃષિ ઉત્પાદન હાલ 20 લાખ હેક્ટરમાં બંધીની સિંચાઈના લીધે થાય છે ત્યાં ઉત્પાદન 0 થઈ જતાં ગુજરાતનું કૃષિ અર્થતંત્ર તૂટીને ભૂક્કો બોલી શકે છે. ગ્રામ્ય વિસ્તારના લોકોની ખરીદ શક્તિ તૂટતાં ઉદ્યોગ ધંધાને ગંભીર ફટકો પડી શકે તેમ છે.
જ્યારથી ગુજરાતમમાં ભાજપ સરકાર આવી છે ત્યારથી ખેડૂતોની સિંચાઈ માટે મોટો બંધ બનાવ્યો નથી. જે કંઈ બંધો બનેલા છે તે અગાઉના શાસકોની દીર્ધ દ્રશ્ટિના કારણે બનેલા છે. તેથી પાણીની સમસ્યા ગુજરાતમમાં ઓછી છે. જે છે તે ભાજપ સરકારની અણઆવડતના કારણે છે. ગુજરાતના 6 હજાર ગામોને અઠવાડિયે એક વખત પાણી મળે છે. જો આ બંધો ન હોત તો પાણી જ મળતું ન હોત ત્યારે ગંભીર વોટર વોર થયું હોત.
બંધોમાં ઘટી રહેલા પાણીના સ્તરને જોતાં કેન્દ્રિય જળ આયોગે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્નાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુને એક અઠવાડિયા પહેલાં સલાહ – ચેતવણી આપવામાં આવી છે. જળાશયોમાં પાણીનું સ્તર છેલ્લાં 10 વર્ષોની સરખામણીમાં 20 ટકા ઓછું નોંધાયું છે. જ્યાં સુધી બીજા બંધોનું નિર્માણ કરવામાં ન આવે ત્યાં સુધી પાણીનો ઉપયોગ માત્ર પીવા માટે જ કરવામાં આવે. કેન્દ્રિય જળ આયોગ દેશનાં 91 મુખ્ય જળાશયોના પાણીના ભંડાર પર નજર રાખે છે.
પશ્ચિમ વિસ્તારમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં પાણીની સમસ્યા ઊભી થઈ શકે છે. અહીં કુલ 27 જળાશય છે, જેમાં 10 ગુજરાત અને 17 મહારાષ્ટ્રમાં છે. જેમની કુલ ક્ષમતા 31.26 અરબ ઘન મીટર છે.