ગુજરાતના 141 કરોડપતિ ધારાસભ્યોની સંપત્તિની તપાસ કેમ ન થઈ ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુરી થઈ અને ધારાસભ્યોએ પ્રમાણિકતાના સોગંદ લીધા તેને એક વર્ષ પુરું થયું છે. ગુજરાતના 182 ધારાસભ્યોએ તે સમયે પોતાની સંપત્તિ શોગંદનામાં પર જાહેર કરી હતી. તે હકીકતો ખરી છે કે કેમ તે અંકે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની કોઈ એજન્સી કે વિધાનસભાએ તેની ખરાઈ કરી નથી. ચૂંટણી પંચે પણ માની લીધું છે કે ધારાસભ્યએ જાહેર કરેલી સંપત્તિ બરાબર છે તેથી તેમણે પણ કોઈ તપાસ કરી નથી. પણ હકીકત એ છે કે, વિજય રૂપાણી સરકારના વન પ્રધાન ગણપત વસાવા સામે વધુ સંપત્તિ હોવાની ફરિયાદ થઈ છે. તેમ છતા તે અંગે આજ સુધી કોઈ તપાસ થઈ નથી. વળી ભાજપના એક પ્રધાનની 72 જેટલી સંપત્તિ વિદેશમાં છે છતાં તેમણે સોગંદનામામાં તે અંગે કોઈ ઉલ્લેખ કર્યો નથી. આમ જે ધારાસભ્યોએ પોતાની સંપત્તિ જાહેર કરી હતી તે ખરેખર સાચી છે કે નહીં તે અંગે કોઈ તપાસ થઈ નથી.

ગુજરાતની 2012ની ચૂંટણી વખતે ધારાસભ્યો પાસે જે સંપત્તિ હતી તે 2017ની ચૂંટણીમાં તેમાં જંગી વધારો થયો છે. ભાજપમાં 80 ટકા ઉમેદવારો કરોડપતિ છે અને કોંગ્રેસના 73 ટકા કરોડપતિ છે. ગરીબ ઉમેદવારો હવે પક્ષને પસંદ નથી. સત્તા અને સંપત્તિ માટેની ચૂંટણી બની ગઈ છે. પણ પ્રજાની હાડમારી વધી છે. લોકો આર્થિક રીતે કંગાળ બન્યા છે.

કયા પક્ષના કેટલાં ધારાસભ્યો પાસે સંપત્તિ કેટલી છે ?

કરોડપતિ ધારાસભ્યો :

182 નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી 141 (77 ટકા) કરોડપતિ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 ધારાસભ્યોમાંથી 134 (74%) ધારાસભ્યો કરોડપતિ છે.

ભાજપના 99 ધારાસભ્યોમાંથી 84 (85%), કોંગ્રેસના 77 ધારાસભ્યો પૈકી 54 (70%), ભારતીય આદિજાતિ પક્ષના 2 (100%) ધારાસભ્યો અને એનસીપીના 1 (100%) ધારાસભ્યોએ જાહેર કર્યું છે. રૂ. 1 કરોડથી વધુની સંપત્તિ છે. પણ ગરીબ ધારાસભ્ય કોઈ નથી.

સરેરાશ મિલકતો:

ગુજરાતમાં 2017 ની વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ વિધાનસભા દીઠ સરેરાશ સંપત્તિ રૂ. 8.46 કરોડ, 2012 માં, સરેરાશ અસ્કયામતોના વિશ્લેષકોનું મૂલ્યાંકન રૂ. 8.03 કરોડ હતું. તે પ્રમાણે ધારાસભ્યો વધું ધનવાન થયા છે.

પક્ષ પ્રમાણે ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ :

ભાજપના 100 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 10.64 કરોડ, કોંગ્રેસના 76 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 5.85 કરોડ છે, 2 ભારતીય આદિજાતિ પક્ષના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 2.71 કરોડ અને 3 સ્વતંત્ર ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 53.86 લાખ.

10 કરોડથી વધુ સંપત્તિ ધરાવતાં 56 ધારાસભ્યો

182 ધારાસભ્યોની સંપત્તિનો મામલો પણ નવાઈ પમાડે તેવો છે. 47 ટકા ધારાસભ્ય કરોડપતિ છે. રૂ.20 લાખની સંપત્તિ ધરાવતા ધારાસભ્યોની સંખ્યા 4 છે, રૂ.20 લાખથી એક કરોડ સુધીની સંપત્તિ ધરાવતા ધારાસભ્યોની સંખ્યા 37 છે. એક કરોડથી પાંચ કરોડ સુધીની સંપત્તિ ધરાવતા ધારાસભ્યોની સંખ્યા 85, પાંચ કરોડથી 10 કરોડ સુધીની સંપત્તિ ધરાવતા ધારાસભ્યોની સંખ્યા 23 અને 10 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા ધારાસભ્યોની સંખ્યા 33 છે.

141 કરોડપતિ

ગુજરાતનાં 182માંથી 141 ધારાસભ્યો કરોડપતિ છે. 77 ટકા ધારાસભ્યોએ સૌગંદનામું રજૂ કરી પોતે કરોડપતિ હોવાના પ્રમાણ આપ્યા છે. કરોડપતિ ધારાસભ્યોની યાદીમાં ભાજપના 99માંથી 84, કોંગ્રેસનાં 77માંથી 54, ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં 2, એનસીપીના 1 ધારાસભ્યનો સમાવેશ થાય છે. આ આંકડો માત્ર ગુજરાતનો જ છે પરંતુ સમગ્ર દેશના ધારાસભ્યોના આંકડાની તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવી શકે એમ છે.

75 ધારાસભ્યો કરોડપતિ

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 75 જેટલા ધારાસભ્યો કરોડપતિ છે. જેમની સંપત્તિ કરોડોમાં થવા જાય છે. એક સમય હતો કે રાજ્યમાં કરમશી મકવાણા જેવા ગરીબ ઉમેદવારોને લોકો ખોબો ભરીને મત આપતા હતા આજે એવું નથી. સ્વચ્છ અને પ્રામાણિક ઉમેદવારો ચૂંટણીમાં વિજયી બનતા નથી પરંતુ આ એક ભૂતકાળ બની ગયો છે.

38 ટકા કરોડપતિ ઉમેદવારો હતા

2017માં ચૂંટણી થઈ ત્યારે જે ઉમેદવારો હતા તેમાં શ્રીમંત ઉમેદવારોને પસંદગી કરવાની દ્રષ્ટિએ આ સંખ્યા 41 ટકા થવા જાય છે. તેવી જ રીતે જે બેઠકો પરથી તેઓ લડ્યા હતા તેવા બીજા ક્રમના કરોડપતિ ઉમેદવારોની ટકાવારી 38 ટકા અને ત્રીજા ક્રમના ધનવાન ઉમેદવારોની ટકાવારી 12 ટકા જેટલી થવા જાય છે. જ્યારે ચોથા ક્રમે શ્રીમંત ઉમેદવારો અને તેનાથી ઓછા હોય તેની ટકાવારી ફક્ત બે ટકા જેટલી થવા જાય છે.

જે શ્રીમંત હોય તેને જીતની શક્યતા વધારે

ઉપરના આંકડા ઉપરથી જાણવા મળે છે કે ઉમેદવાર જેટલા ધનવાન હોય એટલી તેની જીતવાની સંભાવના વધી જાય છે એવું એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસનો રિપોર્ટ જણાવે છે. આ રિપોર્ટના આધારે જોઈએ તો જેઓ લાખોપતિ કે કરોડપતિ નથી તેમની જીતવાની શક્યતાઓ ઘટી ગઈ છે.

ગરીબ અને દેવાદાર

ચૂંટણી લડવા માટે લઘુત્તમ સંપત્તિની કોઈ પણ મર્યાદા રાખવામાં આવી નથી. ગુજરાત વિધાનસભા ઈલેક્શનમાં આ વખતે 35 ઉમેદવારો દેવાદાર હતા જ્યારે 190 ઉમેદવારો એવા હતા જેમની સંપત્તિ રૂ. એક લાખ કરતા ઓછી હતી જો કે, તેમાંથી કોઈ પણ ઉમેદવાર ચૂંટણી જીતી શક્યો નથી.

373 કરોડપતિ ઉમેદવારો હતા

બીજી બાજુ 373 કરોડપતિ ઉમેદાવારોએ ચૂંટણી લડી હતી જેમાં 136 ઉમેદવારોએ વિજય મેળવ્યો છે. જે ઉમેદવારની સંપત્તિ 50 લાખથી એક કરોડની વચ્ચે છે એમની જીતની ટકાવારી 13.13 ટકા થાય છે. જ્યારે એક લાખથી 50 લાખ સુધીની સંપત્તિ ધરાવતા ઉમેદવારો ફક્ત 1.94 ટકા જીત મેળવી શક્યા છે.

પ્રધાનોના ગુના કે સંપત્તિ સામે તપાસ નહીં

40% મંત્રીઓ સામે ફોજદારી કેસો નોંધાયેલા છે. જ્યારે 84% મંત્રીઓ(21) કરોડપતિ છે. 25માંથી 10 (40%) મંત્રીઓ સામે ફોજદારી કેસો થયેલા છે. તેમાંથી 5 મંત્રીઓ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ અને ધાડ જેવા ગંભીર ફોજદારી કેસો થયેલા છે. 25માંથી 21 કરોડપતિ છે. 25 મંત્રીઓની એવરેજ એસેટ 7.81 કરોડ છે.

પરષોત્તમ સોલંકી 37.61 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે સૌથી ધનિક મંત્રી છે. વલ્લભ કાકડિયા 28 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા અને રોહિત પટેલ 23 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. નવા મુખ્યમંત્રી રૂપાણીની કુલ સંપત્તિ 7 કરોડ રૂપિયા જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કુલ સંપત્તિ 9 કરોડ રૂપિયા છે. 23.76 લાખ રૂપિયાની કુલ સંપત્તિ સાથે શબ્દશરણ તડવી સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મંત્રી છે. કુલ 18 મંત્રીઓએ તેમની જવાબદારીઓ (દેવા)ની વિગતો જાહેર કરી છે, જેમાંથી જયેશ રાદડિયાના માથે સૌથી વધુ 7.94 કરોડ રૂપિયાનું દેવું છે.

(દિલીપ પટેલ)