રાજ્યના ૨૪માં રાજ્યપાલ ઓ.પી.કોહલીનો કાર્યકાળ 15મી જુલાઈએ પૂર્ણ થવામાં હવે બે દિવસ બાકી છે. તેમને રાજભવનમાં 12 જૂલાઈ 2019ના દિવસે વિદાય આપવામાં આવી છે. ત્યારે તેમના પત્ની લેડી ગવર્નર અવિનાશ કોહલી પણ સાથે હતા. તેમનો છેલ્લો કાર્યક્રમ એક પુસ્તકનું વિમોચન કરવાનું હતો.
5 વર્ષ સુધી ગુજરાતમાં રહ્યાં અને બેકારી વધી હોવાના તેમના અભિપ્રાયને બાદ કરતાં કોઈ વિવાદ તેમના નામે રહ્યો નથી. તેઓ દરેકને મળતા હતા તેથી તેમણે રાજભવનને લોક ભવન બનાવ્યું હતું.
મોટા ભાગે તેમણે સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ઉગઘાટનો કર્યા હતા. તેમણે આ રીતે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો સમય બચાવી આપ્યો હતો. તે શિવાય તેમનું કોઈ મોટું યોગદાન 5 વર્ષમાં રહ્યું નથી.
ઓ.પી. કોહલી રાજ્યપાલ પદે બીજી ટર્મ સુધી રહેશે એવી ધારણા હતી.
૧૬ જુલાઈ ૨૦૧૪ના ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણૂંક થઈ હતી.
રાજ્યપાલ ઓ.પી.કોહલી રાજધાની દિલ્હી ભાજપના સક્રિય સભ્ય અને દિલ્હી ભાજપના પ્રમુખ તરીકે ૧૯૯૯-૨૦૦૦માં હતા. ૧૯૯૪ થી ૨૦૦૦ સુધી રાજ્યસભાના સભ્ય હતા. દિલ્હી વિશ્વવિદ્યાલય શિક્ષક સંઘ (DUTA) અને અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓએ દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી હિન્દી ભાષામાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી અને પછી ૩૭ વર્ષ સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજ ખાતે વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપેલી છે. હિન્દી ભાષામાં ’રાષ્ટ્રીય સુરક્ષા કે મોર્ચે પર’, ’શિક્ષાનીતિ’ અને ’ભક્તિકાલ કે સંતોકી સામાજીક ચેતના’ નામનાં ત્રણ પુસ્તકો લખ્યાં છે.