ગુજરાતના 24 શિક્ષકોની ગલ્ફના દેશોમાં પસંદગી થઈ

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ ટિચર્સ એજ્યુકેશન – IITEના શિક્ષકોની કુવૈત, આબુધાબી અને યુ.એ.ઈ જેવા ખાડીના દેશોમાં જઈ રહ્યા છે. ગુજરાતના શિક્ષકોની વિશ્વમાં માંગ ઉભી થાય તેવા શંજોગો ઊભા થયા છે. ગાંધીનગર ખાતે IITE ના પ્રથમ દીક્ષાંત સમારોહમાં આ જાહેરાત કરવામા ંઆવી હતી.  વર્ષ 2017માં 10 અને વર્ષ 2018માં 14 વિદ્યાર્થીઓની ગલ્ફના દેશોમાં શિક્ષક તરીકે પસંદગી થઈ છે. IITE દ્વારા ખાડીના દેશોના વિદ્યાર્થીઓને
ઓનલાઈન ટીચર્સ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. વૈશ્વિક પ્લેસમેન્ટના ભાગરૂપે IITEની વધુ 5 વિદ્યાર્થીનીઓની કુવૈતમાં પસંદગી થઈ છે.

દીક્ષાંત સમારોહમાં અભ્યાસમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર 40 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સહિત કુલ 350 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં MSC. B.ed ના 11 તેમજ BSC. B.ed અને BA. B.ed ના 339 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.