ગુજરાતના MLAની સંપત્તિ વધી, સુપ્રિમ કોર્ટે કહ્યું પણ કમાણી જાહેર ન કરી

દેશની સર્વોચ્ચ અદાલતે 17 ફેબ્રુઆરી 2018માં રાજનેતાઓને આદેશ આપ્યો હતો કે, ચૂંટણી દરમિયાન ઉમેદવારોએ પોતાની અને પરિવારની આવક કે સંપત્તિ કયા રસ્તે આવી છે તેનો સ્ત્રોત જણાવવો પડશે. લોક પ્રહરી નામની સંસ્થાએ કરેલી અરજી બાદ આ ફેંસલો આપ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ઉમેદવારો સોગંદનામામાં પોતાની અને પરિવારની જે સંપત્તિનો ઉલ્લેખ કરે છે તે ચૂંટણી જીત્યાના કેટલાક સમય બાદ હંમેશા ઘણી વધી જાય છે. 26 લોકસભાના સાંસદો, 11 રાજ્યસભાના સાંસદો અને દેશના 257 ધારાસભ્યોની સંપત્તિમાં બેફામ વધારો થયો છે. કેટલાકની સંપત્તિ તો 500 ગણી વધી ગઈ છે. સીબીડીટીએ જાહેર કર્યું હતું કે 7 સાંસદો અને 98 ધારાસભ્યો વિરૂદ્ઘ તપાસ ચાલી રહી છે. આવા નેતાઓના નામ અને તપાસની વિગતો સીલ કવરમાં કોર્ટને સોંપી હતી.
ગુજરાતમાં ધારાસભ્ય પદ મળ્યાં પછી પાંચ વર્ષમાં નેતાઓની સંપત્તિમાં વધારો થઈ જાય હતો. ગુજરાતની 2012ની ચૂંટણી વખતે ધારાસભ્યો પાસે જે સંપત્તિ હતી, તે 2017ની ચૂંટણીમાં તેમાં જંગી વધારો થયો છે. ભાજપમાં 80 ટકા ઉમેદવારો કરોડપતિ છે અને કોંગ્રેસના 73 ટકા કરોડપતિ છે. 22 નવેમ્બર 2017માં સોગંદનામું કરીને ધારાસભા બેઠક પર ઉમેદવારી કરનારા સૌરાષ્ટ્રના ઉમેદવારોની વિગતો જાણવા જેવી હતી. ચૂંટાયા પછી ધારાસભ્યોને પૈસા સિવાય કશું દેખાતું નથી. નેતાઓની મિલકતોના આંકડા આંખ પહોળી કરી દે તેવા છે. ધારાસભ્યો પ્રજાની સેવા કરવા નહીં પણ પોતાની મિલકત વધારવા માટે આવે છે એવું પાંચ વર્ષના સરવૈયા પરથી સાબિત થાય છે.
જામનગરના કોંગી ઉમેદવાર અશોક લાલ પાસે રૂ.90 કરોડ, ભાજપના લાઠીના ગોપાલ પાસે રૂ.65 કરોડની સંપત્તિ હતી. રાજકોટ પશ્ચિમ કોંગ્રેસના ગર્ભશ્રીમંત ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યુગુરૂએ રૂ.141 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. જામનગરના કોંગ્રેસના ઉમેદવાર અશોક લાલે રૂ.90 કરોડની મિલકતો જાહેર કરી હતી. જ્યારે લાઠી બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગોપાલ વસ્તરપરાએ રૂ.65 કરોડની મિલકત જાહેર કરી હતી. જામનગર શહેરની દક્ષિણ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ને ઉદ્યોગપતિ અશોક હરિદાસ લાલની રૂ.90 કરોડ હતી. તેમના પત્ની હિનાબેન પાસે રૂ.4.13 કરોડ છે. પણ અશોક લાલ પાસે વાહનમાં માત્ર ટ્રેક્ટર જ પોતાના નામે છે. અશોક લાલ પાસે ૩ર બોરની પિસ્તોલ ઉપરાંત એક રીવોલ્વર અને એક રાઈફલ હથિયાર પણ છે.
પાંચ વખત ચૂંટાયેલા અને છઠ્ઠી વખત અમરેલી ભાજપના ઉમેદવારા બાવકુ ઉંધાડ પાસે રૂ.24.61 કરોડની સંપત્તિ જાહેર છે. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પાસે સંપત્તિ રૂ.1.07 કરોડ છે. ધારી ભાજપના દિલીપ સંઘાણીની મિલકત 2012માં રૂ.8 કરોડ હતી જે 5 વર્ષમાં વધીને રૂ.9.63 કરોડ થઈ હતી. લાઠીના ઉમેદવાર ગોપાલ વસ્તરપર પાસે રૂ.65 કરોડની સંપત્તિ હતી. રાજુલા ભાજપના ઉમેદવાર હિરા સોલંકીએ 2012માં રૂ.34 સંપત્તિ હતી તે વધીને 2017માં રૂ.46 કરોડ થઈ ગઈ હતી. ધારીના કોંગ્રેસના ઉમેદવાર જે. વી. કાકડીયા પાસે રૂ.3.19 કરોડ, સાવરકુંડલા કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાત પાસે રૂ.9.74 કરોડ રાજુલા કોંગ્રેસના ઉમેદવાર અંબરીષ ડેર પાસે રૂ.8.81 કરોડની સંપત્તિ હતી.
પોરબંદર ભાજપના ઉમેદવાર બાબુ બોખીરીયાએ 2012માં રૂ.13 કરોડની સંપત્તિ હતી તે એકાએક ઘટીને 2017માં રૂ.8 કરોડ થઈ ગઈ હતી. 5 વર્ષમાં 5 કરોડનો સંપત્તિ ઘટી ગઈ હતી. પોરબંદરના કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયા પાસે પોતાની કાર નથી, પણ સંપત્તિ રૂ.2.55 હતી.
માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા પાસે રૂ.24 કરોડ મિલ્કત હતી. માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર નિતીન ફડદુ પાસે રૂ.6 કરોડની મિલ્કતો હતા. વિસાવદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબડીયા પાસે રૂ.2.24 કરોડની મિલ્કત હતી. રાજકોટ પૂર્વના ભાજપના અરવિંદ રૈયાણીએ રૂ.1.82 કરોડ, ભાજપના ગોવિંદ પટેલ પાસે રૂ.2.30 કરોડની મિલકત હતી. ભાવનગર ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી પાસે રૂ.4.39 કરોડ અને પરસોત્તમ સોલંકીપાસે રૂ.36.21 કરોડની સંપત્તિ હતી. વિભાવરી દવે પાસે રૂ.3 કરોડની સંપત્તિ હતી. કતારગામના કંગ્રેસના ધીરૂ હીરા ગજેરા પાસે રૂ.29 કરોડની સંપત્તિ હતી. ચોર્યાસીના કોંગ્રેસના ઉમેદવાર યોગેશ ભગવાન પટેલ પાસે રૂ.6 કરોડની સંપત્તિ હતી.