ગુજરાતની આર્થિક પાયમાલીની ચિંતા કરો કોંગ્રેસની નહીં, કોંગ્રેસ

ગુજરાતના જૈન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પક્ષના નેતા સંપર્કમાં છે તેવા નિવેદન અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીએ ખુદ સ્વીકાર કર્યો છે કે, સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગમાં થાય છે. રાજ્યના ૪૦૦૦ કરોડનું મગફળી કૌભાંડ રૂપાણી સરકારની ભેટ છે. ભ્રષ્ટાચાર રોકવામાં નાકામ મુખ્યમંત્રી કોંગ્રેસના નામે નિવેદન કરીને પ્રજાનું ધ્યાન ભટકાવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યના ૬ કરોડ નાગરિકોના
શિક્ષણ, રોજગાર, આરોગ્ય સેવા, આદિવાસી ભાઈ બહેનોના જંગલ જમીન, મનરેગા, ખેડૂત, યુવાન અને મહિલાઓના પ્રશ્નોની ચિંતા કરે તો આવકારદાયક થશે.
રાજ્યના છ કરોડ નાગરિકોના વિશાળ હિતમાં મુખ્યમંત્રી જવાબ આપે
(૧) મુખ્યમંત્રી ગૃહ અને મહેસુલ વિભાગમાં થઈ રહેલા ભ્રષ્ટાચારની ચિંતા ક્યારે કરશો?
(૨) ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાઇ રહ્યા છે તેની ચિંતા કયારે કરશો?
(૩) સરકારી નોકરીની પરીક્ષામાં મોટાપાયે થઈ રહેલા ભ્રષ્ટાચારની ચિંતા ક્યારે કરશો?
(૪) ખેડૂતોને પાકવિમાની રકમ મળતી નથી તેની ચિંતા ક્યારે કરશો?
(૫) બહેન-દીકરીઓ પર રોજ અત્યાચારનો ભોગ બની રહી છે તેની ચિંતા ક્યારે કરશો?
(૬) મધ્યમવર્ગને મોંઘા શિક્ષણ, ડોનેશન, બેફામ ફી ની ચિંતા ક્યારે કરશો?
(૭) નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી, તેની ચિંતા ક્યારે કરશો?
(૮) આદિવાસી સમાજને જંગલની જમીન અને અધિકારો મળતા નથી, તેની ચિંતા ક્યારે કરશો?
(૯) લાખો શિક્ષિત બેરોજગાર યુવાનોની ચિંતા ક્યારે કરશો?
(૧૦) લાખો પરિવારને આરોગ્ય સેવા મળતી નથી, તેની ચિંતા ક્યારે કરશો?

તેમ કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું.