ગુજરાતની ચૂંટણીમાં ભાજપને 12.50 કરોડ અને કોંગ્રેસને 1 કરોડ અપાયા

લોકશાહી પર જોખમ

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એ બી જનરલ ઈલેક્ટોલ ટ્રસ્ટ દ્વારા રૂ.12.50 કરોડ જેવી જંગી રકમ આપવામાં આવી હતી, પણ કોંગ્રેસને તો માત્ર રૂ.1 કરોડ જ આપવામાં આવ્યા હતા. આમ હવે એક જ પક્ષને પૈસા આપવાનું ચૂંટણી માટે ઉદ્યોગોએ બનાવેલાં ટ્રસ્ટ દ્વારા વલણ વધી રહ્યું છે તે લોકશાહી માટે ગંભીર ખતરા રૂપ માનવામાં આવે છે. કારણ કે ઓરીસામાં સ્થાનિક ચૂંટણી હતી તો 2017માં બીજું પટનાયક દળને રૂ.8 કરોડ આપવામાં આવ્યા હતા. લોકશાહીમાં જીતવા માટે પૈસાનું મહત્વ વધું છે. જો એક પક્ષ પાસે નાણાં હોય અને બીજા પક્ષ પાસે નાણાં ન હોય તો જેમની પાસે નાણાં વધું છે તેની ખરીદ શક્તિ વધું હોવાથી તે જીતે છે. એવું અનેક વખત પ્રસ્થાપિત થઈ ગયું છે. તેથી એક જ મોટા રાજકીય પક્ષની પાસે સત્તા ટકી રહે એવું ઉદ્યોગપતિના ટ્રસ્ટ દ્વારા વલણ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસને ફંડ ન આપવામાં આવતું હોવાથી રાહુલ ગાંધીએ ફરીથી અહેમદ પટેલને રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી બનાવવા પડ્યા છે. તેમને જ ખજાનચી બનાવવા માટે ચોક્કસ ઉદ્યોગોએ ફરજ પાડી હોવાની પણ ચર્ચા છે. જેથી કોંગ્રેસની અંદરની વિગતો ભાજપના સુપ્રિમો સુધી પહોંચતી રહે. 2017માં પૈસાદાર ઉમેદવારોને ટિકિટ આપીને તેઓએ બીજા ઉમેદવારોનું ખર્ચ પણ ઉઠાવવું પડ્યું હતું. આવી કૂલ 12 બેઠકો નક્કી કરાઈ હતી. જેમાં કોંગ્રેસ 10 બેઠક હારી હતી. જો કોંગ્રેસ પાસે એક કરોડના બદલે 12 કરોડનું ફંડ ઉદ્યોગોએ આપ્યું હોત તો તેને બીજી 5થી 7 બેઠકો મળતી હતી. આમ અહીં ઉમેદવારને કારણે કોંગ્રેસે સારી એવી બેઠક ગુમાવવી પડી હતી. બીજી બેઠકો પર પણ નાણાંની તંગી ઊભી થઈ હતી. તેથી કોંગ્રેસે 15થી વધારે બેઠકો નાણાંના અભાવે ગુમાવવી પડી હતી. જો તેમની પાસે પુરતા નાણાં હોય તો ગુજરાતમાં ભાજપની સરકારના બદલે કોંગ્રેસની સરકાર હોત.

ભાજપને બે અલગ અલગ ચેક એ બી જનરલ ઈલેક્ટ્રોલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યા હતા. જેમાં એક HDFC બેંકનો મુંબઈની ફોર્ટ શાખાનો તા.13 ડિસેમ્બર 2017માં રૂ.7.5 કરોડનો આપવામાં આવ્યો હતો. બીજો રૂ.5 કરોડનો ચેક તેજ શાખામાંથી 27 ફેબ્રુઆરી 2018માં આપવામાં આવ્યો હતો. એજ બેંક શાખામાંથી BJDને રૂ.4 કરોડના બે ચેક આપવામાં આવ્યા હતા.

કોંગ્રેસને એજ બેંક શાખાનો ચેક એ જ ટ્રસ્ટ દ્વારા રૂ.1 કરોડનો આપવામાં આવ્યો હતો. આમ ચૂંટણીમાં નાણાનું પ્રભુત્વ વધતું હોવાથી કોંગ્રેસને ઉદ્યોગોએ નાણાં ઓછા આપ્યા હતા. આમ હવે આ સ્થિતી અત્યંત ખરાબ માનવામાં આવી રહી છે. જે પક્ષ હારે તેમ હતો તે પક્ષ જીતી ગયો હતો. તેમની પાસે ભપુર નાણાં છે. ઉદ્યોગોના ટ્રસ્ટોએ આપેલા નાણાં ઉપરાંત ભાજપ પાસે મોટા પ્રમાણમાં નાણા આવી રહ્યાં છે. જે જાહેર કરવામાં આવતાં નથી.

(દિલીપ પટેલ)