ગુજરાતની ચૂંટણીમાં રાજકારણીઓએ જંગી ફંડ મેળવ્યું, પણ 55 ટકા તો ખર્ચ જ ન કર્યું

વર્ષ 2017માં ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન 10 રાજકીય પક્ષો દ્વારા એકત્ર કુલ ભંડોળ રૂ. 356.78 કરોડ હતું અને કુલ ખર્ચ રૂ. 163.73 કરોડ હતો. આમ ચૂંટણીમાં રૂ.193 બચાવ્યા હતા. ઉદ્યોગો પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા પણ તેમાં આટલી જંગી રકમ તો ચૂંટણી માટે વાપરી જ ન હતી.

રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાના 75 દિવસની અંદર ચૂંટણી પંચને ચૂંટણી ખર્ચના હિસાબો આપવાના હોય છે. ખર્ચ હિસાબોમાં રોકડ, ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ્સના ભંડોળની વિગતો અને વિવિધ હેડ હેઠળ ખર્ચવામાં આવેલી કુલ રકમ આપવાની હોય છે. રાજકીય પક્ષ દ્વારા જેમાં પ્રચાર, મુસાફરી તથા અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.

આ અહેવાલ નવેમ્બર અને ડિસેમ્બર 2017માં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન માન્ય રાજકીય પક્ષો દ્વારા ભંડોળ અને ખર્ચનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ADR દ્વારા તૈયાર કરેલાં આ અહેવાલમાં 6 રાષ્ટ્રીય પક્ષો અને 6 પ્રાદેશિક પક્ષો અંગે વિગતો જાહેર કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આપ અને જે.ડી.એસ.ના ચૂંટણી ખર્ચના હિસાબો ECIએ જાહેર કરેલાં છે.

કેન્દ્રીય વડા મથક દ્વારા પક્ષો દ્વારા એકત્ર કરાયેલી રકમ રૂ. 215.36 કરોડ અને ખર્ચ રૂ.42.72 કરોડ હતો. ગુજરાત રાજ્યના રાજકીય પક્ષોએ રૂ.119.11 કરોડનો ખર્ચ કર્યો હતો. જ્યારે હિમાચલપ્રદેશ એકમોએ રૂ.1.90 કરોડનો ખર્ચ કર્યો હતો.

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પ્રચાર પર સૌથી વધુ રૂ.95.82 કરોડનો ખર્ચ કર્યો હતો. ત્યારબાદ ઉમેદવારોને રૂ.61.35 કરોડનું ફંડ આપવામાં આવ્યું હતું. અન્ય ખર્ચ માટે રૂ. 37.89 કરોડ અને રૂ. 32.38 કરોડનો ખર્ચ થયો હતો.

મુસાફરી ખર્ચ

વિવિધ હેડ હેઠળ જાહેર કરવામાં આવેલા એકંદર ખર્ચના 42.13% પ્રચાર પર ખર્ચ કરાયો હતો.

વિવિધ હેડ હેઠળ જાહેર કરાયેલા એકંદર ખર્ચના 16.66% પરચુરણ પર ખર્ચ પેટે કરવામાં આવ્યો હતો.

  • રાજકીય પક્ષોએ તેમના પ્રચાર ખર્ચને ત્રણ મથાળા હેઠળ વિભાજિત કરવા જરૂરી છે: મીડિયા જાહેરાત, પ્રચાર સામગ્રી અને જાહેર સભાઓ

ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોએ મીડિયા જાહેરખબર રૂ.65.105 કરોડનો સૌથી વધુ ખર્ચ કર્યો હતો. પ્રચાર સામગ્રી માટે રૂ. 17.07 કરોડ અને જાહેર સભા માટે રૂ.13.645 કરોડનો ખર્ચ કર્યો હતો. ગુજરાત રાજયમાં પ્રચાર ખર્ચ સૌથી ઊંચો રૂ.78.8 કરોડ થયો હતો. જે કુલ ખર્ચનો 82.24 ટકા છે.

રાજકીય પક્ષો દ્વારા યાત્રા પર ખર્ચ

રાજકીય પક્ષોએ તેમના કુલ મુસાફરી ખર્ચનો 95.24% ખર્ચ સ્ટાર પ્રચારક નેતો માટે રૂ. 30.84 કરોડ કર્યો હતો. બાકીના માટે 4.76 ટકા એટલે કે રૂ. 1.54 કરોડ ખર્ચ્યા કર્યો હતો.

ગુજરાતમાં યાત્રા ખર્ચ રૂ. 16.94 કરોડ (52.33%) છે, જેમાંથી રૂ. 15.42 કરોડ પક્ષના વડા મથક દ્વારા કરાયો હતો.

એડીઆરની ભલામણો

તમામ રાજકીય પક્ષો માટે નિયત સમય મર્યાદાની અંદર જ હિસાબો આપવામાં આવે તે ફરજિયાત કરવું જોઈએ. રાજકીય પક્ષો સમયસર અથવા નક્કી કરેલા ફોર્મેટમાં સબમિટ ન કરે તે માટે ભારે દંડ કરવો જોઇએ.

ફંડ આપનારાઓની તમામ વિગતો જાહેર કરવી જોઈએ,ચૂંટણીમાં કાળું નાણું એક મુખ્ય ભૂમિકા ભજવે છે, તેથી તમામ વિગતો જાહેર કરવી જોઈએ.

તમામ ખર્ચ ચેક, ડીડી, આરટીજીએસ દ્વારા જ થવું જોઈએ, જેથી ચૂંટણીમાં કાળાં નાણાંનો ઉપયોગ ઘટાડી શકાય.

ઉમેદવારોના ખર્ચનું નિરીક્ષણ કરવા માટે જે રીતે નિરીક્ષક ચૂંટણી પંચ રાખે છે તે રીતે રાજકીય પક્ષોના ખર્ચની દેખરેખ માટે નિરીક્ષકો પણ હોવા જોઈએ.