ગુજરાતની જેલમાં ફોન પકડાવાની ઘટના બે હજારને પાર થઈ 

જેલ બની જલસો

કેદીઓ જાણે પડકાર ફેંકતા હોય તેમ જેલમાંથી મોબાઈલ મળવાની ઘટનાઓ બની રહી છે. સુરેન્દ્રનગર જેલમાં મોબાઈફોન અને તેનું કૌભાંડ કીદીઓએ જ અંદર વિડિયો કોલ કરીને જાહેર કર્યું તે ગુજરાતની જેલોની પોલ ખોલનારું અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા માટે શરમ ઊભી કરે એવું પ્રકરણ છે. તેથી તેની તપાસ ગાંધીનગરથી સોંપવામાં આવી છે. સાબરમતી જેલમાં 2012માં 117 કેદીઓ હતા જેમની સામે મોબાઈલ રાખવાના ગુના હતા. 28 નવેમ્બર 2018માં કૂલ 200થી વધું કેસ થઈ ગયા છે. સરકાર આ બધા કેસ પરત ખેંચવા માટે અગાઉ દરખાસ્ત કરી ચૂકી છે. રાજ્યમાં કૂલ આવા બે હજારથી બધું કેસ કેદીઓ અને કર્મચારીઓ પર કરાયેલાં છે. જેમાં બહુ સજા થઈ નથી.

જેલમાં મોબાઈલ ફોન કઈ રીતે આવે છે? રીઢા ગુનેગારો જેલમાં બેઠાં-બેઠાં પણ ‘ગુનાનું નેટવર્ક’ બેરોકટોક ચલાવી શકે છે. જેલ તંત્રની બેદરકારી, મેળાપીપણા કે આરોપીઓની આયોજનબદ્ધ ગુનાખોરીથી જ જેલમાં મોબાઈલ ફોન ઘૂસી શકે. તપાસ થાય છે એવું કહેવાય છે, પણ એકપણ જેલમાં કોઈ જ તપાસ થતી નથી. વારંવાર મોબાઈલ ફોન મળી આવે છે. ગુજરાતમાંથી ગમે તે જેલમાંથી મોબાઈલ ફોન પકડાય એટલે પોલીસ ફરિયાદ નોંધાય છે અને તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાય છે. તપાસ અધુરી રહે છે. જેલ પૈસા છાપવાનું પ્રિંટીંગ પ્રેસ બની ગઈ છે. આવી ઘટના રોકી શકાતી નથી. જેલ તંત્રની બેદરકારી, મેળાપીપણાં કે આરોપીઓની આયોજનબદ્ધ ગુનાખોરીથી જ જેલમાં મોબાઈલ ફોન ઘૂસી શકે. આવા સંજોગોમાં રીઢા ગુનેગારો જેલમાં બેઠાં બેઠાં પણ ગુનાનું નેટવર્ક બેરોકટોક ચલાવે છે. આરોપીઓની પુછપરછ કરે છે પણ મોટા ભાગે તેઓ કબૂલ કરતાં નથી. કેદીઓના પ્રવેશ પહેલા જ તેમની તપાસ કરવામાં આવે છે. તેમ છતા જેલમાંથી કેદીઓ પાસેથી અવાર-નવાર મોબાઈલ ફોન સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે. જેલતંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. જેલ તંત્રની બેદરકારી, મેળ મેળાપીપણાં કે આરોપીઓની આયોજનબદ્ધ ગુનાખોરીથી જ જેલમાં મોબાઈલ ફોન ઘૂસી શકે.

સાબરમતી જેલ

ગુજરાતમાં હાઈસિક્યુ ઝોનમાં આવેલી અને હંમેશા વિવાદમાં રહેતી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ કાયમ વિવાદમાં રહે છે. મોબાઈલની દુકાન બની ગઈ છે. જેલમાં 2008થી 2-જી મોબાઈલ ફોનના વેવ્ઝને વિખેરીનાંથે એવા જામર વાગેલા છે. પણ, 3-જી અને 4-જી મોબાઈલ ફોન સામે 2-જી જામર ટેક્નોલોજી ઉપયોગી નથી. રૂ.25 લાખના ખર્ચે 4-જી જામર લગાવવાનું નક્કી થઈ ગયું છે. પણ કામ ઝપડી થતું નથી. મહાઠગ ભટનાગર બંધુ અને પૂર્વ સાંસદના પુત્ર કિશોરસિંહની બેરેકમાંથી મોબાઈલ મળી આવ્યા હતા. પકડાતાં મોબાઈલ ફોનની તપાસ કરવાની રાણીપ પોલીસ સ્ટેશનની જવાબદારી હોય છે. જુની અને નવી સાબરમતી જેલમાંથી વર્ષ 2017 દરમિયાન 24 મોબાઈલ ફોન પકડાયાં હતા. તમામ કેસની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધીને તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને મોકલી આપવામાં આવે છે. પરંતુ, એકપણ કેસમાં SOGએ નોંધપાત્ર તપાસ કામગીરી કરી હોવાનું અત્યાર સુધી બહાર આવ્યું નથી. સાબરમતી જેલમાં સ્કેનર અને જામર જેવા આધુનિક સાધનો હોવા છતાં જેલમાંથી મોબાઈલ મળી આવે છે જે જેલનાં ભ્રષ્ટ તંત્ર તરફ આંગળી ચીંધે છે. વારંવાર મોબાઈલ મળી આવવાતા મોબાઈલની ઘટનાઓ બતાવે છે કે અહીં કોઈ સુરક્ષા નથી. કોઈ બોંબ લઈ જઈ શકે છે. જેલના સ્ટાફની સંડોવણી વગર મોબાઈલ ફોન અંદર સુધી પહોંચવા શકય નથી. જેલના અધિકારીઓ પોતાનો બચાવ એ રીતે કરે છે કે, આજુબાજુમાં આવેલા રહેણાક વિસ્તાર છે. તેથી કોઈ બહારથી જેલમાં મોબાઈલ ફેંકીને જેલમાં ફોન પહોંચાડે છે. સીસીટીવી કેમરા હશે જ. કોણ કોને પહોંચાડે છે, તે આ ફેંકવાથી નક્કી ન થઈ શકે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઘણાં આતંકવાદીઓ સહિત બોમ્બ બ્લાસ્ટનાં આરોપીઓ છે. જેલમાંથી પહેલાં પણ ટીવી, ડીવીડી, મોબાઈલ ફોન, સીમ કાર્ડ જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. જેલમાં દેશી દારૂની ભઠ્ઠી પણ પકડાઈ હતી. આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જેલનાં કર્મચારીઓનીં સંડોવણી બહાર આવી હતી.

24 મે 2012માં સાબરમતી જેલમાં મોબાઈલનો ઉપયોગ કરવા અને જેલના નિયમોનો ભંગ કરવા બદલ પકડાયેલા 117 આરોપીઓ સામેના કેસો પરત ખેંચવા માટે જેલ સત્તાવાળાઓએ હાથ ધરી હતી.

જેલમાં કેટલા આરોપીઓ સામે કેસો

સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા અને કાચા કામના કેદીઓને રાખવામાં આવે છે.જેલમાં મોબાઈલ ફોન પર પ્રતબિંધ હોવા છતાં તેનો ઉપયોગ કરવા બદલ જેલ સત્તાવાળાઓએ 18 જેટલા આરોપીઓ સામે ફોજદારી કાર્યવાહી કરી હતી.

જેલમાંથી પાકિસ્તાન વાત થઈ હતી

શહેર ક્રાઈમ બાન્ચના પીઆઈ ભરત પટેલે અગાઉ સાબરમતી જેલમાંથી પાકિસ્તાન વાત કરવા બદલ એક આરોપીને ઝડપી લીધો હતો. જેના મોબાઈલ ફોનની એફએસએલમાં તપાસ કરાવતા સખ્યાબંધ વખત પાકિસ્તાન વાત કરી હોવાનું બહાર આવ્યું હતું.

સાબરમતીની હમણાં બનેલી ઘટનાઓ

27 નવેમ્બર 2018માં શાંતિનીકેતન બેરક-1 નજીકથી એક મોબાઈલ મળી આવ્યો હતો.

27 ઓગસ્ટ 2018ના દિવસે નવી સાબરમતી જેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ઓગસ્ટ મહિનામાં પાંચ ફોન મળી આવ્યા હતા. જેલના પ્રતિબંધિત વિસ્તારમાં યાર્ડ નંબર આઠમાં આવેલ બેરેકની બારીમાંથી બિનવારસી મોબાઈલ હતો.

10 માર્ચ 2018ના દિવસે નવી જેલમાં સર્કલ યાર્ડ 4/2 પાસે જમીનમાં દાટેલા મોબાઇલ ફોન, 2 સીમકાર્ડ અને બેટરી મળી આવ્યાં હતા.

12 સપ્ટેમ્બર 2018માં બેરેક નંબર 10-22ના દરવાજા નજીક દિવાલ પાસે ખુલ્લી જગ્યામાં જમીનમાં દાટીને છુપાવાયેલો એક મોબાઈલ મળી આવ્યો હતો. બેરેક નંબર 10-1 નીક આવેલા ટોઈલેટના દરવાજાના ખાંચામાં સંતાડેલો બીજો એક મોબાઈલ મળ્યો હતો.

24 સપ્ટેમ્બર 2018માં નવી જેલમાં કાચા કામના કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. બીજા બે કેદી પણ ફોન વાપરતાં હતા.

24 ફેબ્રુઆરી 2018માં નવી જેલના દરવાજે ચેકીંગ દરમિયાન ચપ્પલની અંદર ખાનું બનાવી મોબાઈલ સંતાડીને લઈ જવામાં આવતાં બે મોબાઈલ ફોન પકડાયાં હતા. કોર્ટમાં મુદ્દતે હાજરી આપી પરત ફરતાં હત્યા કેસના કાચા કામના કેદી અહેમદઅલી સાદીકઅલીની બન્ને ચપ્પલમાંથી એક-એક મોબાઈલ નિકળ્યા હતા.

24 ફેબ્રુઆરી 2018માં સર્કલ યાર્ડ-22ની બેરેક-11ની ડાબી બાજુ લોબી પાસેની બારીમાં ખાડો કરીને છૂપાવેલો મોબાઈલ ફોન, બે બેટરી, ચાર્જર અને સીમકાર્ડ મળી આવ્યા હતા. ‘ગુગલ સર્ચ’ ઉપરથી આ ટ્રીક શોધી હતી.

— ઓક્ટોબર 2018માં નવી જેલના સર્કલ યાર્ડ પાછળ મેઈન દિવાલના P&T (પોસ્ટ એન્ડ ટેલીગ્રાફ) કચેરીના કોટ (દિવાલ) પાસેથી પગ મોજાંમાં નાંખીને ફેંકવામાં આવેલા ઈન્ટેક્સ કંપનીના ચાર અને સેમસંગ કંપનીના છ ફોન જેલ તંત્રએ પકડી પાડ્યા હતા.

27 નવેમ્બર 2018માં શાંતિનીકેતન બેરક-1 નજીકથી વધુ એક મોબાઈલ મળી આવ્યા હતા.

7 નવેમ્બર 2008 બે મોબાઈલ, એક બેટરી અને ચાર્જર સહિત સંખ્યાબંધ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી.

7 ઓગસ્ટ 2018 વિવિધ સ્થળોએથી 7 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. નવી જેલ શાંતિ નિકેતન યાર્ડ બેરેક નં.11માંથી 2 ફોન, હ્દયયકુંજ યાર્ડ બેરેક નંબર 3 માંથી 2 ફોન, સર્કલ યાર્ડ બેરેક નંબર 1/22 માંથી ટીવી પાસેથી 1 ફોન અને મંદીર પાસેથી બે ફોન મળી આવ્યા હતા. સાતેય મોબાઈલ ફોનને સાયબર ફોરેન્સીક ડીપાર્ટમેન્ટમાં ચકાસણી માટે મોકલી આપ્યા છે.

15 નવેમ્બર 2018માં રૂ.2654 કરોડના લોન કૌભાંડમાં સાબરમતી જેલમાં બંધ ભટનાગર બંધુ અમિત ભટનાગર અને સુમિત ભટનાગર પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ઉપરાંત એફેડ્રીન ડ્રગ્સ કેસમાં આરોપી કિશોરસિંહ રાઠોડ પાસેથી પણ મોબાઈલ ફોન મળી આવ્યો. આરોપી કિશોરસિંહ રાઠોડ પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોના પુત્ર છે.

5 જુન 2018માં ચે‌કિંગ દરમ્યાન શાંતિનિકેતન બેરેક નંબર-૩માં તપાસ કરતાં શૌચાલય પાસે સાવરણીમાંથી એક બિનવારસી મોબાઇલ મળી આવ્યો હતો.

અન્ય શહેરોમાં બનેલી ઘટનાઓ

ભરૂચ – 8 સપ્ટેમ્બર 2018માં ભરૂચની સબજેલમાંથી બે મોબાઈલ, ચાર સીમકાર્ડ, બેટરી, ચાર્જર, ગુટખા જેવી વસ્તુ મળી આવી હતી. 21 જાન્યુઆરી 2017માં 4 મોબાઈલ મળી આવ્યા હતા. ટ્યુબલાઈટનું સ્ટાર્ટર અને માચીસ બોક્સનો ઉપયોગ ચાર્જર તરીકે કરતાં હતા.

6 ઓક્ટોબર 2018માં લીંબડી સબજેલની બેરેક નંબર 2માં કેદી તરીકે જીવન જીવતા ખૂન કેસના આરોપી કિશન કચ્છી પરસોત્તમ સલૈયા પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

ધ્રાંગધ્રા – 26 નવેમ્બર 2018માં સબ જેલમાં બેરક નંબર 2 માં રહેલા દીગપાલસિંહ ગોહીલ અને બેરક નંબર 5માંથી અશોકભાઈ ઈદંરીયા પાસેથી મોબાઇલ મળી આવ્યા હતા. જ્યારે બીનવારસી હાલતમા મોબાઇલના ત્રણ ચાર્જર મળી આવતા પોલીસ બંન્ને કેદીઓ સામે સિટી પોલીસ મથકે ગુનો નોંધાવામાં આવ્યો હતો.

અમરેલી – 30 ઓગસ્ટ 2018માં અમરેલી જિલ્‍લા જેલમાં ટાલકી ઉર્ફ ઈરફાન મહમદભાઈ પાસેથી સીમકાર્ડ વગરનો મોબાઈલ ફોન મળી આવતાં આ અંગે પુછપરછ કરતાં ઈદનાં દિવસે કાચા કામનાં કેદી કાંતીભાઈ મુળજીભાઈએ તેમને આ મોબાઈલ ફોન આપ્‍યો હતો.

જામનગર – 20 ઓક્ટોબર 2018ના રોજ જિલ્લાની જેલની નંબર-2ના બેરકના કેદી મુસાભાઈ સંધાર પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો.

વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી 18 મે 2018માં 4 મોબાઈલ ઝડપાયા. આ મોબાઇવલો 4 કાચાકામના કેદી પાસેથી ઝડપ્યા છે. આરોપીઓ બુટલેગર, બળાત્કાર અને મારામારીમાં સંડોવાયેલા હોવાની વિગત સામે આવે છે.

(દિલીપ પટેલ)