કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની સાથે લોકસભાની બેઠકો જીતવા માટે કયા કયા પગલા ભરવા જોઇએ તે અંગેની ચર્ચા ગુજરાતના નેતાઓ કરશે. હાલ ગુજરાતની 26 બેઠકો માંથી એક પણ બેઠક કોંગ્રેસ પાસે નથી. ખાસ કરીને શહેરી વિસ્તારોના 10 બેઠકો કાયમને રીતે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ પાસે રહી છે. ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં 23 જિલ્લાઓમાં કોંગ્રેસનું પ્રભુત્વ આ વિધાનસભાની ચૂંટણી બાદ જોવા મળેલું છે. આ 23 જિલ્લાઓમાં કોંગ્રેસને લોકસબાની બેઠકો જીતવાની આશા ઊભી થઈ છે. તેથી તે અંગે વ્યૂહ રચના રાહુલ ગાંધી સાથે ગોઠવવામાં આવે તેવી શક્યતા હોવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોના પાસાઓને ધ્યાનમાં રાખીને કેવા પ્રકારની વ્યૂહરચના ગોઠવી તે રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની સાથે નક્કી કરાશે. શહેરી વિસ્તારોની લોકસભાની 10 બેઠકોમાં વિસ્તારોમાં કોંગ્રેસનું ધોવાણ થયું છે. આ બેઠકો પર કોંગ્રેસની સ્થિતિ જોઈને તે બેઠકો ઉપર વધારે ફોકસ કરવામાં આવે એવી શક્યતાઓ છે. 26માંથી 20 બેઠકો ઉપર ભાજપને કઈ રીતે પડકાર ફેંકીં શકાય તે ગુજરાતના નેતાઓ એ નક્કી કર્યું છે. આ વખતે જે ઉમેદવાર જીતી શકે એમ હોય તેમને જ ટિકિટ આપવામાં આવશે. કોઈનું દબાણ તેમાં રાહુલ ગાંધી ચલાવી લેવા માંગતા નથી. એ પ્રકારની વ્યૂહરચના નક્કી કરવામાં આવી છે જે વરિષ્ઠ નેતાઓ છે એમને ટીકીટ નહિ મળે. લોકસભાની 14 બેઠકો એવી છે કે જે ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ જોવા મળે છે. અને ભાજપને કઈ રીતે પડકારો ઉભા કરવા તે આ ટિકિટો ના આધારે નક્કી કરાશે. કોંગ્રેસના ટોચના પાંચ નેતાઓ જે છે કે એમને ચૂંટણીમાં મહત્વ ઓછું આપવામાં આવશે. જેમાં અહેમદ પટેલ, શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, સિધ્ધાર્થ પટેલ ઓછામાં ઓછી દરમિયાનગીરી કરે તો જ ચૂંટણી જીતી શકાય એમ છે, નહિતર વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે આ નેતાઓએ દરમિયાનગીરી કરી અને કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે, એવું જ લોકસભાની ચૂંટણીમાં થશે. એમ આંતરિક સૂત્રો કહી રહ્યા છે. તેથી આ પાંચ નેતાઓને ઉમેદવારની પસંદગી અને વ્યૂહરચના ગોઠવતી વખતે બાજુના રૂમમમાં બેસાડવામાં આવશે. આમેય આ પાંચ નેતાઓનું હાલ પક્ષમાં કંઈ ઉપજતું નથી.