ગુજરાતનું દરેક કુંટુંબ રૂ.1.25 લાખ સરકારને વેરા, ફી પેટે વર્ષે આપશે

રૂ.30,769 ગુજરાતના દરેક લોકો પાસેથી ગુજરાત સરકાર વેરો ઉઘરાવી રહી છે. જે કુટૂંબ દીઠ ગણવામાં આવે તો રૂ.1.25 લાખ એક વર્ષના થવા જાય છે. ગુજરાત સરકારે જાહેર કરેલા અંદાજપત્રમાં રૂ.2 લાખ કરોડની આવક બતાવી છે. આ આવક સરકાર પોતે વેરા, ફી, રોયલ્ટી જેવી બાબતો દ્વારા મેળવે છે. ગુજરાતની 6.50 કરોડ પ્રજા પાસેથી આ રકમ મેળવે છે.

મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીન પટેલે રજૂ કરેલા 2019-20ના બજેટમાં વધારાના રૂ.287 કરોડના કરવેરા નાંખ્યા છે, જે વીજશુલ્ક અને સ્ટેમ્પડ્યુટીને અસર કરે છે. પ્રજાને કોઈ રાહત આપી નથી. પણ જે ઉદ્યોગોએ સરકારના વેરા ભર્યા નથી એવા 38 હજાર વેપારીઓને લાભ કરાવી આપવા બાકી વેરા માફી જાહેર કરી છે. પણ પ્રજા પર તો વેરા નાંખવામાં આવ્યા છે.

લેખાનુદાન વખતે બજેટનું કદ રૂ.1.91 લાખ કરોડ નક્કી કર્યું હતું.  હવે જેનું કદ રૂ.2,04815 કરોડ નક્કી કર્યું છે. રાજ્યનો વિકાસલક્ષી ખર્ચ 127560 કરોડ રૂપિયા છે, જે 74857 કરોડના બિન વિકાસલક્ષી ખર્ચ કરતાં 52703  કરોડ વધુ થાય છે. નાણાકીય વર્ષ 2019-20 માટે 154732 કરોડની મહેસૂલી આવક અંદાજવામાં આવી છે જે ગયા વર્ષ કરતાં 10 ટકા વધારે છે. 40 ટકા રકમ તો પગાર અને સરકારના જલસા પાછળ ખર્ચવામાં આવશે.