ગુજરાતને 5 સરકારી મેડિકલ કોલેજો ન મળી, ડોનેસન લેતી કોલેજ મળી

કેન્દ્રમાં યુપીએની સરકાર વખતે મે-2013માં ગુજરાતમાં 5 સરકારી હોસ્પિટલોમાં મેડિકલ કોલેજો સ્થાપવા એમસીઆઈના નિયમો મુજબ જમીન સાથે દરખાસ્ત મોકલવા કહેવામાં આવ્યું હતું. મનમોહન સીંહની સરાકારે પાંચ સરકારી મેડિકલ કોલેજો માટે રૂ.750 કરોડ આપવાનું પણ કહ્યું હતું. પરંતુ રાજ્યમાં રહેલી ભાજપ સરકારે દરખાસ્ત ન મોકલી જેના પરીણામે ગુજરાતમાં પીપીપી મોડલ આધારિત સેલ્ફ ફાઈનાન્સ કોલેજ મળી હતી.

કેન્દ્રની કોંગ્રેસ સરકાર જસ લઈ જાય તે માટે તે સમયની ભાજપ સરકારે ગુજરાતના લોકોને સસ્તી ફી વાળી મેડિકલ કોલેજ મળે તે માટે કોઈ જ પ્રયાસ કરાયો ન હતો. જોકે આવો આરોપ મૂકવામાં આવે છે કે, ગુજરાત ભાજપની સરકાર ખાનગી લોકોને મેડિકલ કોલેજ મળે તે માટે જ ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજ ન મળે તે માટે આવું કર્યું હતું. આમ કરવાના કારણે હવે ગુજરાતમાં ખાનગી મેડિકલ કોલેજમાં પ્રવેશ લઈને વર્ષે રૂ.2000 કરોડ વાલીઓએ ડોક્ટર બનવા માટે ઊંચી ફી આપવી પડે છે. જે ભાજપના નેતાઓની ભૂલના કારણે થયું છે. તે સમયે આરોગ્ય પ્રધાન તરીકે નીતિન પટેલ હતા.

આમ ભાજપ કોંગ્રેસની હરિફાઈમાં આવનારી પેઢીને કઈ હદે નુકશાન થાય છે તે કેગના રિપોર્ટમાંથી સ્પષ્ટ થાય છે. ગુજરાતને થયેલા નુકશાનને લઈને કેગના ઓડિટરોએ ભાજપ સરકારના આવા વલણની આકરી ટીકા કરી હતી.