ગુજરાતમાં કપાસના ભાવો ઘટાડવા વિદેશથી આયાર થશે

કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા(સીએઆઈ) દ્વારા તૈયાર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, ભારતની કપાસની આયાત ચાલું પાક વર્ષ(ઓક્ટોબર ૨૦૧૮ થી સપ્ટેમ્બર ૨૦૧૯) દરમિયાન ૮૦ ટકા વધી ૨૭ લાખ ગાંસડી (દરેક ગાંસડી ૧૭૦ કિલોગ્રામ) થવાની ધારણા છે, જે તેની અગાઉના વર્ષની ૧૫ લાખ ગાંસડીની સરખામણીએ વધારે છે. ગયા વર્ષે મહારાષ્ટ્ર, તેલંગણા, ગુજરાત અને આંધ્રપ્રદેશ જેવા મુખ્ય વિકાસશીલ રાજ્યોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોવાને કારણે આ વર્ષે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. કપાસ સ્પિનિંગ મિલો માટે વાપરી શકાતા નથી. જેને કારણે કપાસની માંગ ઘટી હતી. સીએઆઈએ વર્ષ ૨૦૧૮-૧૯ માટે કપાસની ગાંસડીનો અંદાજ ઘટાડીને ૩૨૧ લાખ ગાંસડી કર્યો હતો, જે તેના અગાઉના ૩૨૮ લાખ ગાંસડીની સરખામણીએ ૭ લાખ ગાસંડી ઓછો છે.