ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવેએ કબુલ કર્યું કે 2-3 બેઠકો પર વિવાદ છે. તકલીફ છે, પરંતુ તે કોઇ મોટી મુશ્કેલી નથી. તેનો ઉકેલ અમે સાથે બેસીને લાવીશું. કોંગ્રેસે OBC અને પાટીદારોને ટિકિટ આપવા અંગે કહ્યું કે અમે એક વર્ષ સુધી ઉમેદવારો અંગે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ અમે આ નિર્ણય પર આવ્યા છીએ. કોંગ્રેસે ગુજરાતમાં જીતી શકે તેવા ઉમેદવારોને જ ઉભા રખાયા છે.
કોંગ્રેસને ગુજરાત પાસે ઘણી અપેક્ષા છે. ગુજરાતની પ્રજા કોંગ્રેસની સાથે રહી છે. ગુજરાતમાં 13થી વધારે બેઠકો જીતીશું. ચૂંટણીમાં ગુજરાતમાંથી આશ્ચર્ય જનક પરિણામો લાવીશું. ગુજરાતની જનતા અમારી પાસે અપેક્ષા રાખીને બેઠી છે. પહેલાથી જ મેં જોયું છે કે, ગુજરાત દેશને આશ્ચર્ય જનક પરિણામ આપશે.
BJP ‘દેશ અને ગુજરાતના મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર નથી. લોકોના પ્રાણ પ્રશ્નોના બદલે બીજું કંઈક કરે છે અને કહે છે.