અમરેલીમાં ખેડૂતે હમણાં જ આત્મ હત્યા કરી લીધી છે. ગયા અઠવાડિયે ખેડૂત કુટૂંબ પર દેવું વધી જતાં પતિ અને પત્નીએ અમરેલીમાં આત્મહત્યા કરી લીધી હતી. ગયા વર્ષે 33 જિલ્લા કલેક્ટર કચેરીમાં આત્મહત્યા કરવાની પારાવાર ઘટનાઓ બની હતી. દરેક જિલ્લા દીઠ 50થી 200 લોકોએ આત્મહત્યા કરવા માટે માંગણી કરી હતી. જેમાં મોટા ભાગના લોકોનો પ્રશ્ન જમીનને લતા હતા.
ગુજરાતમાં વર્ષે 27,357 લોકો આત્મહત્યા કરી રહ્યાં છે. વળી 81,260 લોકો આકસ્મિક મોતે મરે છે. રોજ 15 લોકો આત્મહત્યા કરી રહ્યાં છે. તેમ છતાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દેવા માફ કરતી નથી. પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહની સરકારે ખેડૂતોના રૂ.71,000 કરોડ રૂપિયાના જંગી દેવા માફ કરવાનો ભગીરથ નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો હતો. ગુજરાત સરકાર ખેડૂતોના આપઘાતના સાચા આંકડા છૂપાવી રહી છે, આપઘાતને અપમૃત્યુમા ખપાવવાનું સરકાર ષડયંત્ર કરી રહી છે, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પુછેલા પ્રશ્નોના જવાબમાં ભાજપ સરકારે સ્વીકાર કર્યો છે કે, વર્ષ 2013-14 થી 2017-18 સુધી 1 લાખ 8 હજાર 116 લોકોએ આત્મહત્યા કે આકસ્મિક મૃત્યુ પામ્યા છે.
કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતની આત્મહત્યાની ઘટના ગુજરાતમાં મોટા પાયે થઈ રહી છે. વ્યાજના ચક્કરમાં ફસાયેલા ખેડૂતોનાં દેવા માફ કરો, નહીં તો ભાજપને જડમૂળથી સાફ કરો તે નારા સાથે રાજ્યની ખેતી-ખેડૂતની આર્થિક પાયમાલી માટે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ જવાબદાર છે. ભાજપ સરકારમાં કૃષિના બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જગતનો તાત પાણી માટે વલખા મારે છે. ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી, મોંઘુ ખાતર, ખાતર ઉપર વેટ, મોંઘુ બિયારણ તેમજ મોંઘી જંતુનાશક દવાઓની પરિસ્થિતિમાં ખેતપેદાશોની પડતર ઘણી ઉંચી થાય છે. ખેડૂતોએ ના છૂટકે લોન લેવી પડે છે. ત્યાર પછી પણ ખેડૂતોને ખેતપેદાશનું પૂરતુ વળતર નહીં મળવાની સ્થિતિમાં ગુજરાતના ખેડૂતો દેવાના ખપ્પરમાં ડુબી રહ્યાં છે.
છેલ્લા 22 વર્ષમાં રાજ્યની ભાજપ સરકારની ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી નીતિઓને કારણે ખેડૂત સમાજ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે, કૃષિ બજેટમાં ધટાડો અને કૃષિ સબસિડીમાં સતત કાપ, ભાજપનાં રાજમાં ખેતીલાયક જમીન અને ખેડૂતોની સંખ્યામાં સતત ઘટાડો, ભાજપના રાજમાં ખેડૂતનાં પરસેવાથી પેદા કરેલી કૃષિ ઊપજ ઉપર જીએસટીના કરવેરા પેટે 5%, ભાજપનાં રાજમાં ખેતીનાં ઓજારો ઊપર કરવેરાનો બોજ, ભાજપનાં રાજમાં ખેડૂતને સરળતાથી સસ્તું ધિરાણ હજુયે શું કામ નહિ, ભાજપનાં રાજમાં પાક વિમા યોજનાનું ખાનગી કરણ કરીને સરકારી તિજોરીને ખુલ્લે આમ લુંટવાનો પિળો પરવાનો, ભાજપનાં રાજમાં ખેડૂતને કૃષિ ઊપજ નાં પોષણક્ષમ ભાવ નથી મળતા, ભાજપનાં રાજમાં
ખેડૂતોને સસ્તી પુરતી અને નિયમિત વિજળી નાં ખેતીવાડી કનેક્શન માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે, ભાજપનાં રાજમાં સેટેલાઈટ જમીન માપણીથી શેઢાની હદ અને ક્ષેત્રફળમાં છેડછાડ કરીને રૂ.262 કરોડનું ફુલેકું ફેરવનારી કામચોર કંપનીને કાળીયાદીમાં મૂકવામાં આવે, રાજ્યમાં ગરીબી રેખા હેઠળના કુટુંબને સાંથળીમાં બે એકર કરતાંયે વધુ સરકારી જમીન ફાળવણીની જોગવાઈ છતાંયે નાના અને સિમાન્ત ખેડૂતનો બીપીએલ" યાદીમાં સમાવેશ નથી, ભાજપના રાજમાં રૂ. 4000 કરોડનાં મગફળીકાંડમાંથી મલાઈ તારાવનારને કેમ સજા નહિ ? ત્યારે વ્યાજના ચક્કરમાં ફસાયેલા ખેડૂતોનાં દેવા માફ કરો, નહીં તો ભાજપને જડમૂળથી સાફ કરો.