ગુજરાતમાં જુલાઈથી નવા વાહન પરવાના આવશે, શું છે તેમાં નવી બાબત

જુલાઇ 2019થી ગુજરાતમાં જે પણ વાહન નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવશે તેની ડિઝાઈન અને રંગ બદલાઈ જશે. તેમાં હવે સલામતી માટે પણ કેટલાંક ફેરફારો હશે. સ્માર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ અને વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં માઇક્રોચિપ સિવાય ક્યૂઆર કોડ્સ હશે. નિયર ફિલ્ડ ફીચર (એનએફસી) પણ હશે કે જે હાલમાં માત્ર મેટ્રો કાર્ડ અને એટીએમ કાર્ડમાં જોવા મળે છે. આનાંથી ટ્રાફિક પોલીસ પોતાની પાસે હાજર ડિવાઇસની સહાયતાથી કાર્ડમાં ઉપલબ્ધ જાણકારી પણ હાંસલ કરી શકે છે.

ડ્રાઇવરે અંગ દાન કરવાનું જાહેર કર્યું છે કે કેમ તથા શારીરિક વિકલાંગતાને કારણે ખાસ બનાવેલી ડિઝાઈન પ્રમાણે વાહન ચલાવી રહ્યાં છે કે કેમ તેની વિગતો પણ તેમાં હશે. જે કાર્ડ રીડરમાં રીડ કરી શકાશે.

જોકે ગુજરાતમાં 1998થી સ્માર્ટ ડ્રાઈવીંગ લાયસંસ આપવામાં આવે છે. જેમાં માઈક્રોચીપ મૂકેલી છે. જેના વધારાના નાણાં લેવામાં આવી રહ્યાં છે. 20 વર્ષ થયા છતાં આજ સુધી સ્માર્ટ ડ્રાઈવીંગ લાયસની ચીપનો ઉપયોગ સત્તાવાળાઓએ કર્યો નથી. આમ પ્રજા પાસેથી કરોડો રૂપિયા લઈ લેવામાં આવ્યા છે પણ તેનો ફાયદો પ્રજા કે સરકારને મળ્યો નથી. રોજ 3000 નવા વાહન ચલાવવાના પરવાના ગુજરાતમાં આવે છે. આવા 20 વર્ષમાં પરવાના આપવામાં આવ્યા છે. જે સાવ નકામાં પૂરવાર થયા છે. આ એક પ્રકારની છેતરપીંડી છે. હવે RCBOOK પણ એવી આવી રહી છે.

નવા નોંધણી પ્રમાણપત્રમાં ગાડીનાં ઇમિશનની સંપૂર્ણ જાણકારી હશે કે જેથી પ્રદૂષણનાં નિયંત્રણમાં ફાયદો થશે. ગુજરાતમાં 3 હજાર અને દેશમાં 32 હજાર વાહન ચલાવવાનો પરવાના રોજ આપવામાં આવે છે. રોજ  જેશમાં 43 હજાર વાહન રજિસ્ટર્ડ અને રી રજિસ્ટર્ડ થાય છે અને ગુજરાતમાં 3500 નવા વાહનો નોંખાય છે.

કેન્દ્ર સરકારે કરેલાં આદેશ પ્રમાણે દેશના દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા થનારા ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન નોંધણી પ્રમાણપત્ર (RC Book) એક જેવાં જ હશે. આનો રંગ, ડિઝાઇન તો એક જેવાં જ રહેશે અને સાથે સાથે સિક્યોરિટી ફીચર પણ એક જેવાં જ હશે.