ગુજરાતમાં પાણીના 10 ધોધ

નદીનું પાણી ધોધ સ્વરૂપે પડતુ હોય છે એવા પિક્નીક સ્પોટ પર ફરવા જવાનું વધુ પસંદ કરતા હોયો છે.

ડાંગ જિલ્લામાં આવેલો ગીરા ધોધ ઘણો જ રમણીય અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે અને ધોધનું પાણી ખડકો સાથે અથડાઇને જાણે ગર્જના કરતો હોય તેવો ગર્ભીત આવાજ સંભળાય છે.

ડુંગરાળ તેમજ વનરાજીથી રમણીય એવો ચનખલ ગામથી વહેતો બરડા ધોધનો નજારો પ્રવાસીઓનું મનમોહી લે છે.

સોનગઢ નજીક ચીમેરના ધોધનું નામ ખુબજ જાણીતું છે. આ ધોધ ગુજરાતના નાયગરા ફોલ તરીકે પણ ઓળખાય છે. આ સ્થળે સહેલાણીઓ ખુબ મોટી સંખ્યામાં પરિવાસ સાથે ઉમટી પડે છે. વરસાદની સીઝનમાં સક્રિય થતા આ ધોધને પોતાનું આગવું સૌંદર્ય છે.

ગિરા ધોધ એટલે ગુજરાતનો ખૂબ જ જાણીતો ધોધ જે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વઘઇ ગામ પાસે આવેલી અંબિકા નદી ધોધ સ્વરૂપે નીચે પડતી જોવા મળે છે. ચોમાસામાં જ્યારે અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધે છે ત્યારે આ ધોધ ઘણો જ રમણીય અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે અને ધોધનું પાણી ઉપરથી નીચે ખડકો સાથે અથડાઇને જાણે કે ગર્જના કરતું હોય તેવો ગર્ભીત અવાજ સંભળાય છે.

જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં જામવાલા (ગીર)ની નજીક જામજીર ધોધ આવેલો છે. જામજીર ધોધ રાજ્યના સુંદર ધોધમાંનો એક છે. જામવાલા પેંડા, કેસર કેરી અને જામજીર વોટરફોલ માટે પ્રખ્યાત છે. જામવાલા નજીક આવેલો આ ધોધ ન્હાવા માટે સુરક્ષિત સ્થળ નથી કારણ કે આ ધોધ પૂર જોશથી બે અલગ અલગ ભાગમાં ઉપરથી નીચે પડે છે. ચોમાસા બાદ આ સ્થળ સુંદર પિકનીક સ્પોટ તરીકે જાણીતું છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના ધરમપુર પાસે પંગારબારી વાઈલ્ડ લાઈફમાં આવેલું સૌથી રમણીય સ્થળ છે. ધરમપુરની ઘનઘોર વનરાજીઓથી ઘેરાયેલો વાઘવળ ગામ પાસે શંકર ધોધનો અવિસ્મરણીય નજારો જોવા મળે છે. શંકર ધોધનો આ નજારો પ્રવાસીઓ માટે જીવનભરનું અમૂલ્ય સંભારણું બની રહે છે. સહ્યાદ્ધિ પર્વત માળામાં વાઘવળ ગામે આ ધોધ આવેલો છે. જે જાણીતા હિલ સ્ટેશન વિલ્સન હિલથી 6 કિ.મી દૂર આવેલો છે. આ ધોધ પાસે ભગવાન શંકરનું મંદિર પણ આવેલું છે. શંકર ધોધ ચોમાસાની સિઝનમાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ડાંગના ઉત્તર ભાગમાં આવેલા ગીરમાળ ગામે આ ધોધ આવેલો છે જે ગિરિમાલ ધોધ તરીકે જાણીતો છે. મહારાષ્ટ્રમાંથી નીકળતી ગીરા નદી ડાંગ જિલ્લાના ગીરમાળ ગામે ડુંગરો ઉપરથી અહીં ધોધ સ્વરૂપ લઇને નીચે પડે છે. આ ધોધ અંદાજે 30 મીટરની ઉંચાઇ ધરાવે છે. ચોમાસામાં જ્યારે ગીરા નદીમાં પાણીનું સ્તર વધે છે ત્યારે આ ધોધ ઘણો જ સુંદર સ્વરૂપ ધારણ કરે છે. ચોમાસામાં આ ધોધ પૂષ્કળ પાણીના પ્રવાહ સાથે પડતો હોય છે. આ ધોધની બરાબર સામે આવેલા ખડકો ઉપર ઉભા રહીને જોવામાં આવતા ધોધનો નજારો મનમોહક લાગે છે.

નિનાઇ ધોધ નર્મદા જિલ્લાના વિંધ્યા-સાતપુડા ગિરિમાળાની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં કુદરતના ખોળે વસેલો છે. નિનાઈ પહોંચીને ૨૦૦ પગથીયા ઉતરો એટલે ધોધ જોવા મળે છે. ચોમાસામાં ધોધમાં પાણી ઘણું હોય. શાંત નિશબ્દ વાતાવરણમાં ધોધનો મધુર સંગીતમય અવાજ ખુબ જ કર્ણપ્રિય લાગે છે. ધોધ નીચે એક ગુફા આવેલી છે જેમાં નિનાઈ માતાનું નાનકડું મંદિર પણ છે. જ્યાં લોકો દર્શન પણ કરતા હોય છે. ચારે તરફ હરિયાળી અને ખુશનુમા વાતાવરણ વચ્ચે આવેલો આ ધોધ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર છે. હજારો પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્ય માણવા આવે છે.

સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામથી ૪ કિ.મી. દૂર ઝાંઝરી ગામ આવેલું છે. ઝાંઝરીમાં ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, તેમજ કુદરતી સૌંદર્ય ધરાવતું સ્થળ છે. ઝાંઝરી ગામ આગળ વાત્રક નદી પોતે ખડકોમાં થઈને ધોધરૂપે પડે છે. આ ધોધનો પ્રવાહ કુદરતી ધોધ સ્વરૂપે નીચે પડતા નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે. જે પ્રવાસીઓ માટે આર્કષણનું કેન્દ્ર બન્યું છે. ગંગેશ્વર મહાદેવના દર્શન તથા શાંત અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ પિકનીક માટે પણ જાણીતું બન્યું છે.

વલસાડ જીલ્લામાં ધરમપુર નજીક આ ધોધ આવેલો છે. ધરમપુરથી બરૂમાળ અને વિલ્સન હીલ જવાના રસ્તે માત્ર બાર જ કી.મી. દૂર બીલપુડી ગામ નજીક આ ધોધ આવેલો છે. આ રોડ જોડિયા ધોધ પણ લોકોમાં ખૂબ જાણીતો છે. આ ધોધમાં જૂન અને નવેમ્બરમાં પુષ્કળ પ્રમાણમાં વહેતું પાણી નિહાળવા લાયક છે. ચોમાસાની ઋતુમાં આ ધોધમાં પાણી વધવાથી આ ધોધ ખૂબ જ સુંદર અને જિંદગીભર યાદ રહી જાય તેવો નજારો હોય છે. ધરમપુરમા આવેલ આ ધોધ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે.

ગુજરાતના દક્ષિણ ભાગમાં ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય એવા ડાંગ જિલ્લાના મુખ્ય મથક તરીકે જાણીતા આહવાથી મહાલ તરફ જતાં 10 કિલોમીટર દૂર આ ધોધ જોવા મળે છે. જ્યાંથી માત્ર 30 મિનિટનો રસ્તો છે. ચનખલ ગામથી પણ અહીં જઇ શકાય છે. ચનખલ ગામથી બરડા ધોધ જવા માટે ખેતરોમાં પંગદડીના માર્ગે ચાલતા જવું પડે છે. આ ધોધમાં વરસાદના પાણી ભરાતાં તેનો પ્રવાહ ખુબ જ જોવા મળે છે. આ ધોધ ઉંચેથી ખડકો પરથી વહીને સફેદ દૂધ જેવું પાણી નીચે તલાવડીમાં પડે છે. ધોધની આજુ બાજુ આવેલા ઉચાં ખડકો પરથી જોતાં ધોધનો નજારો પ્રવાસીઓનું મનમોહી લે છે.