વેદમાતા મંદિર, કાંકરિયા ખાતે ‘હિન્દુ સંમેલન’ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મળ્યું હતું. કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડો.સુરેન્દ્ર જૈને અમદાવાદ ખાતે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશી મુસ્લિમ ઘુસણખોરો તેમજ રોહીન્ગ્યા મુસલમાનોને દેશમાંથી હાંકી કાઢવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ કારણે ભવિષ્યમાં દેશમાં મુસ્લિમ જનસંખ્યા વધશે જેનાથી દેશની અખંડિતતા અને સર્વભૌમત્વ માટે ખતરો ઉભો થશે, માટે દેશના ખૂણે ખૂણે થી ઘુસણખોરોને શોધી દેશબહાર તગડી મુકવાની આવશ્કતા છે.
જોકે ગુજરાતમાં છેલ્લાં 23 વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે તેમણે ગુજરાતમાં વસેલા એક લાખથી વધારે બાંદલાદેશી મુસ્લિમ નાગરિકોને બાંગલાદેશ મોકલવા માટે શું કર્યું છે તે અંગે બોલવાનું ટાળ્યું હતું.
બાંગલાદેશી નાગરિકો માટે કોઈ કામ નહીં
બાંગલાદેશી અને પાકિસ્તાની નાગરિકોને માટે ગુજરાતના ગૃહ વિભાગની એફ-2 શાખા કામ કરતી નથી. ગુજરાતની ગૃહ વિભાગની એફ-2 શાખામાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી સિવાયના ગુજરાતી મુલાકાતે આવતા વિદેશી નાગરિકોના પ્રવેશ અને નિયંત્રણ કામગીરી કરવામાં આવે છે. આ શાખા ભારત સરકારની એક એજન્સી સ્વરૂપે કામગીરી બજાવે છે.
વિદેશી નાગરિકોને (પાકિસ્તાની અને બાંગ્લાદેશી સિવાય) મલ્ટીપલ એન્ટ્રી વિસા, પોલીસ કલીયરન્સ સર્ટીફીકેટ, આવાસવૃધ્ધિ નિયમીત કરવી, નો ઓબ્જેશન રીટર્ન ટુ ઇન્ડીયાનું પ્રમાણપત્ર, અધિનિવાસ પ્રમાણપત્ર (ડોમીસાઇલ સર્ટીફીકેટ), પાસપોર્ટ શાખાના ખર્ચનું ગૃહ મંત્રાલય, ન્યુ દિલ્હી પાસેથી રીએમ્બર્સ મેળવવું, રિજીયોનલ પાસપોર્ટ ઓફિસ, અમદાવાદ અને સુરત વિરુધ્ધની ફરિયાદ, બહુહેતુક રાષ્ટ્રિય ઓળખપત્ર કાર્ડ (MNIC) આપવા, પોલીસ વેરીફીકેશન, રાષ્ટ્રિયતા નક્કી કરવી, ભારતીય ગુનેગારોને વિદેશમાંથી પરત લાવવા, બનાવટી પાસપોર્ટ કામગીરી કરે છે પણ બાંગલાદેશ કે પાકિસ્તાનના નાગરિકો માટે કોઈ કામગીરી કરતું નથી.
ગુજરાતથી એક પણને ન મોકલાયા
14 માર્ચ 2018ના રોજ રાજ્યસભામાં ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજીજુએ બે વાતની સ્પષ્ટતા કરી હતી કે, ભારત અને બાંગલાદેશ વચ્ચે પોતપોતાના નાગરિકોને પરત સ્વીકારવા માટેની સંધિ (રિપાર્ટીએશન) નથી. વર્ષ 2013થી 2017 સુધી બાંગલાદેશી ચાર વર્ષમાં એક હજાર ઘૂસણખોરને પાછા મોકલવામાં આવ્યા છે. જેમાં મનમોહનસીંહની સરકારમાં વર્ષ 2013માં 5,234, 2014માં 989, 2015માં 474, 2016માં 308 અને 2017માં માત્ર 51 બાંગલાદેશીઓને પરત મોકલમાં આવ્યા છે. જેમાં ગુજરાતમાંથી એક પણને મોકલવામાં આવ્યા નથી.
1901થી 1941 સુધીમાં બાંગલાદેશથી હિન્દુઓની વસતી 33ટકાથી ઘટીને 28 ટકા થઈ ગઈ હતી. 1941થી 1981 સુધીમાં તે ઘટીને 16 ટકા થઈ ગઈ હતી. 1941થી 1951 દરમિયાન સૌથી વધું હિન્દુ બાંદલાદેશથી ભારત આવેલાં તેમમાં ગુજરાતી વેપારીઓ અને ખેડૂતો સારી એવી સંખ્યામાં હતા.
4 ઓગસ્ટ 2018
અમદાવાદમાં ઓઢવના સારણીયા વાસ પાસેથી એક ડઝન શંકાસ્પદ બાંગલાદેશી નાગરિકોને અમદાવાદની ગુના નિવારણ શાખાએ 4 ઓગસ્ટ 2018ના રોજ પકડી પાડ્યા હતા. આ પ્રશ્ન આજનો નથી. પણ છેલ્લાં ઘણાં વર્ષોથી છે. અમદાવાદના ચંડોળી તળાવ આ માટે જાણીતું છે. અહીં બાંગલાદેશીઓ આવીને વસેલા છે. જેમને હાંકી કાઢવા માટે વારંવાર આંદોલનો ભાજપે કર્યા છે. ભાજપની સરકાર આવી ત્યાર બાદ અહીં અનેક લોકોએ રેશન કાર્ડ અને આધાર કાર્ડ પણ મેળવી લીધા છે. આ માટે એજન્ટ પણ કામ કરી રહ્યાં છે. તે માટે ગાંધીનગર વધારે દોષિત છે.
ગુજરાતનો ચૂંટણી મુદ્દો
ગુજરાતમાં બાંગલાદેશીઓને હાંકી કાઢવા માટે ભાજપે અગાઉની તમામ ચૂંટણીમાં મુદ્દો બનાવ્યો હતો. ગુજરાતમાં 1997માં ભાજપની સરકાર આવી ત્યારે તત્કાલીન ગૃહ રાજ્ય પ્રધાન હરેન પંડ્યાએ અમદાવાદના ચંડોળા તળાવ પરથી કેટલાંક બાંગલાદેશી મુસ્લિમોને ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર પછી એક પણ વખત 2001થી આજ સુધી આવો કોઈ પ્રયાસ થયો નથી.
એક અંદાજ પ્રમાણે ભારતમાં એક કરોડ વિદેશી બાંગલાદેશી નાગરિકો છે. જેમાં ગુજરાતમાં એક લાખ જેટલાં બાંગલાદેશી વિદેશી હોવાની શક્યતા છે. જો કે ગુજરાત સરકારે આવો ક્યારેય સરવે કર્યો નથી. ભાજપે દરેક ચૂંટણીમાં ગુજરાતમાં બાંગલાદેશી કેમ આવી રહ્યાં છે તે અંગે વિરોધ કરીને મુદ્દાઓ ઉછાળ્યા હતા. પણ સત્તા પર આવતાં જ તે અંગે મૌન છે.