ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા, પોરબેરદર જેવા દરિયા કાંઠાના વિસ્તાર કે સરહદી વિસ્તારમાં ભેદી ધડાકા અને વિમાનોના અવાજ થઈ રહ્યાં છે.
19 માર્ચ 2019માં પોરબંદરમાં અચાનક ધડાકો થતા લોકોમાં ભય પ્રસરી ગયો છે. પોરબંદરથી લઈને રાણાવાવ સુધી ભેદી ધડાકાનો આવા સંભળાયો હતો. આ ધડાકો ભૂકંપનો છે કે અન્ય કોઇ તે અંગે લોકો એક બીજાને પૂછપરછ કરવામાં આવી રહી છે. એકાએક ભેદી ધડાકો થતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા અને લોકોમાં ભય જોવા મળ્યો.
આ ઘટના મામલે મળતી વિગતો મુજબ, આજરોજ પોરબંદરમાં ફરીએકવાર ભેદી ધડાકો સંભળતા ચકચાર મચી જવા પામી હતી. અચાનક થયેલ આ પ્રકારના ભેદી ધડાકાને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને રહિશો પોતાના ઘરની બહાર અથવા તો કામના સ્થળે બહાર દોડી આવ્યા હતા. જો કે, આ ધડાકો ક્યા કારણોસર થયો તે હજી સુધી જાણવા મળી શક્યું નથી.