કેફી પર્દાથ અને મનોપ્રભાવી દ્રવ્ય અધિનિયમ- NDPS હેઠળ રાજયમાં વર્ષ-૨૦૧૭ માં કુલ-૬૭ કેસોમાં ૮૭ આરોપીઓની ઘરપકડ કરાઇ છે, વર્ષ-૨૦૧૮ માં કુલ- ૧૫૦ કેસોમાં ૨૦૭ આરોપીઓ તેમજ વર્ષ-૨૦૧૯માં ૩૧ મે ની સ્થિતિએ ૬૧ કેસોમાં ૯૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ વર્ષે 170 જેવા ગુના નોંધાય એવી શક્યતા છે. આમ 3 વર્ષમાં 375 જેવા ગુના નોંધવામાં આવ્યા હતા.
આવા પદાર્થો પકડી પાડવા પૂરતાં પ્રમાણમાં ટેકનીકલ ઇન્ટેલીજન્સ મેળવીને માદક પદાર્થોના વેચાણ, ઉત્પાદન કે વહન સાથે સંકળાયેલા વ્યક્તિઓને ઓળખવામાં આવશે.
રાજયમાં નશાબંધીના ચુસ્ત અમલ માટે હાલ ટોલ ફ્રી નં- ૧૪૪૦૫ કાર્યરત થશે. સ્ટેટ મોનીટરીંગ સેલના કન્ટ્રોલ રૂમના નંબર ૯૯૭૮૯૩૪૪૪૪ પર – વોટ્સએપ અને SMS દ્વારા પણ માહિતી આપી શકાશે.
2008થી 20018 સુધીમાં 61 કેસ
2016માં અમદાવાદમાંથી જ રૂ.270 કરોડનું એફિડ્રીન ડ્રગ્સ પકડાયું હતું. જેમાં મુખ્ય સુત્રધાર કિશોરસિંહ ભાવસિંહ રાઠોડ હતો. ડ્રગ્ઝમાં ભાજપના નેતાઓની સંડોવણી બહાર આવી છે. ગુજરાતમાં 2008થી 20016 સુધીમાં 41 કેસ નોંધાયા હતા. જેમાં કુલ 77 લોકોની ધરપકડ કરાઈ હતી. જે 2018 સુધીમાં 61 સુધી પહોંચ્યા છે. આ વિગતો નાર્કોટિક્સ વિભઆગની છે પોલીસે કરેલા કેસ સાથે તે અંક 100 ઉપર હોઈ શકે છે.
ગુજરાતમાં વર્ષ 2008થી 2016 સુધીમાં નાર્કોના 41 કેસ
વર્ષ – કેસ – ધરપકડ – ડ્રગ્ઝ કિલો
2008-09 – 5 – 12 – 50.566 અને 269 લિટર
2009-10 – 6 – 5 – 121.280
2010-11 – 5 – 17 – 303
2011-12 – 4 – 22 – 170
2012-13 – 6 – 10 – 57
2013-14 – 6 – 10 – 175
2014-15 – 8 – 15 – 355
2015-16 – 5 – 8 – 36 કિલો અને 63,070 ટેબ્લેટ
ગુજરાતમાં કોંગ્રેસના 22 વર્ષના રાજ બાદ 23 વર્ષથી સત્તા પર આવેલા ભાજપના રાજમાં અનેક પ્રકારની બદી આવી ગઈ છે. જેમાં ડ્રગ્સના વેપાર અને ઉત્પાદન સાથે પણ ભાજપના કેટલાંક નેતાઓ અને કાર્યકરો જોડાઈ ગયા છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મુકેશ ઝેઝરીયાના 40 વર્ષના મોટા ભાઈ ભરત, ગોરધન ઝેઝરીયા અફીણની ખેતી કરતાં પકડાયા હતા. તે પોતે અફીણ ડ્રગ્ઝનો નશો કરતો હતો. તેની લત લાગી જતાં પોતાના ગામ વેલાળામાં ખેતીની 4-6 વીઘા જમીન ભાડે રાખીને અફીણની ખેતી શરૂ કરી હતી. શું પંજાબની જેમ ઉડતા ગુજરાત બની રહ્યું છે? એવો સવાલ ભાજપ સામે થઈ રહ્યો છે.
વેલાળા ગામમાં ભાજપની અફિણની ખેતી
વેલાળામાં ખેતીની 4-6 વીઘા જમીન ભાડે રાખીને અફીણની ખેતી શરૂ કરી હતી. 2500 કિલો લીલા છોડ જપ્ત કરાયા હતા. ગુજરાતમાં આ પ્રથમ મોટો કેસ છે. ગુજરાતમાં સૌથી વધું ડ્રગ્ઝનો નશો સુરેન્દ્રનગરમાં થાય છે. અહીં અફીણ પીવા માટેના સૌથી વધુ પરવાના છે.
વિડિયો જાહેર થયો અને અફીણ પકડાયું
ભાજપના કુળના આ નેતાએ ખેતરમાં નશીલું અફીણ ઉગાડેલું હોવા અંગે એક વિડિયો ત્રણ મહિનાથી બહાર આવ્યો હતો. તેમ છતાં સુરેન્દ્રનગરની પોલીસ તેમની સામે પગલાં લેતી ન હતી. કારણ કે જે ભાજપ કુળનો કાર્યકર હતો. પોલીસ પર દબાણ વધતાં આખરે દરોડો પડાયો છે અને અફીણથી લીલુંછમ ખેતર પકડી પાડવામાં આવ્યું છે. રાજકોટ ડીઆઈજી D N Patel એ તુરંત ઘટના સ્થળે દોડી જવું પડ્યું છે. સુરેન્દ્રનગર પોલીસ વડા દિપક વ્યાસ ઘટના સ્થળે દોડી ગયા હતા. મામલતદારને તુરંત કલેક્ટરે મોકલી આપ્યા હતા. નાર્કોટિક્સની આખી એક ટૂકડી પણ પહોંચી ગઈ હતી. આટલી ગંભીર બાબત સ્થાનિક પોલીસ જાણતી હતી તેમ છતાં ત્રણ મહિના બાદ પગલાં લીધા છે.
અઢી હજાર કિલો અફીણ જપ્ત કરાયું
ગુજરાતમાં જેનું વાવેતર પ્રતિબંધીત છે તે ગાંજો પોલીસે આરોપી ભરત ઝેઝરીયાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂ.59.30 લાખનો માલ જપ્ત કરાયો હતા. 2367.5 કિલો અફીણના લીલા છોડ વાઢીને પોલીસે એકઠા કર્યા છે. આ બીજ રાજસ્થાન કે જ્યાં અફીણની ખેતી કરવા માટે રાજ્ય સરકાર પરવાના આપે છે ત્યાંથી આવેલું હતું. પાક લેતા 8 મહિનાનો સમય લાગે છે.
ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્ર 2000 કરોડના ડ્રગ્સ કૌભાંડમાં
15 એપ્રિલ 2016મા દહેગામ પાસે આવેલી ઝાક જીઆઇડીસીમાંથી મળી આવેલા 270 કરોડના 1368 કિલો એફેડ્રિન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેનો કારોબાર બાદ મહારાષ્ટ્રના સોલાપુરમાં મળી આવેલા 2000 કરોડના ડ્રગ્સના કાળા કારોબારમાં ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડની સંડોવણી સામે આવી હતી જેમાં ભાવસિંહ સહિત તેના કુટુંબની પૂછપરછ કરવામાં આવી હતી. ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામી સાથે કિશોરના ગાઢ સંબંધ હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ બનાસકાંઠામાં 1990 ચિમનભાઇ પટેલની સરકારની સરકારમાં ધારાસભ્ય હતા. તેમની ચેન્નાઇમાં મેન્ડરેસ ડ્રગ્સમાં ધરપકડ થઇ હતી, જેમાં તેઓ 7 વર્ષ જેલમાં રહ્યા હતા. આ ઉપરાંત હથિયારો અને ડુપ્લિકેટ નોટોના કેસમાં જેલમાં જઇ આવ્યા છે. આમ તો કોંગ્રેસમાં રહેલા ભાવસિંહે ગુજરાતના જાણીતા હજુરિયા-ખજુરીયા પ્રકરણમાં શંકરસિંહ વાઘેલાને ભરપુર સહયોગ આપ્યો હતો. ભાજપે તેમને પાટણથી સાંસદની ટિકિટ પણ આપી હતી. ભાજપના ધારાસભ્ય પણ બન્યા હતા. 2012 કોંગ્રેસમાં જોડાયા હતા. કિશોરસિંહ ચૂંટણી દરમિયાન દામ-શામ-દંડ-ભેદની નીતિથી વોટ મેળવવાના અનેક આરોપો થયા હતાં. 2000માં બનાવટી ચલણી નોટના કેસમાં અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. આ કેસમાં કોર્ટે કિશોરસિંહને સજા થઈ હતી.
પંજાબ ડ્રગ્સની હેરફેર અને ડ્રગ્સ વપરાશમાં જાણીતું છે, પણ ગુજરાત કમ નથી. 2016માં અમદાવાદ મેમ્કો ખાતેથી 7.710 કિલો ચરસનો જથ્થો કબજે કર્યો હતો. જે જૂનાગઢ મોકલવાનો હતો. જેની આંતરરાષ્ટ્રીય કિંમત એક કિલોની રૂ.1 કરોડ હોય છે. યોજાતી પાર્ટીઓમાં કાશ્મીરી ચરસનો નશા માટે ઉપયોગ કરવામાં આવે છે.
દેવભૂમિ દ્વારાકા પણ ઝપટમાં
દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરેથી ઝડપાયેલા 5.5 કિલોના રૂ.15 કરોડના હેરોઈન મામલે ત્રાસવાદ વિરોધી દળ ATS દ્વારા કુલ 3 વ્યક્તિની ધરપકડ કરી છે. પૂછપરછ ચાલી રહી છે. જેમાં 4 માસ પહેલા 100 કિલોથી વધુ હેરોઈન પજાંબમાં અને ઘણું ખરું હેરોઈન ઉત્તર ભારતમાં ઘૂસી ચૂક્યું છે. બાકીનું 5.5 કિલો ડ્રગ્સ માત્ર સલાયામાં મળી આવ્યું છે. કુલ 100 કિલો આવ્યું તેમાં 95 કિલો દેશમાં ઘૂસાડી દેવાયું હતું.
આતંકવાદી સંગઠનો હોઈ શકે ખરા?
હેરોઈનની હેરાફેરીમાં પાકિસ્તાન સ્થિત આંતકવાદી સંગઠનોનો હાથ છે. પાકિસ્તાનના બંદરેથી ગુજરાત સહિતના રાજ્યમાં ડ્રગ્સ આવી ચૂક્યું છે. આ વખતે રસ્તો બદલાયો છે. પાકિસ્તાનથી સીધુ ગુજરાતમાં દરિયાથી ઘૂસાડવાના બદલે ઈરાનના ગ્વાડર થઇને દુબઈ જેવા અખાતી દેશોમાંથી કચ્છના રસ્તે ગુજરાતમાં ઘૂસાડાયું છે. ઝડપાયેલા અઝીઝ અને રફીક સુમરા બંને ડ્રગ્સના વેપારી હતો. સલાયાના રહેવાસી 32 વર્ષના અજીઝ અબ્દુલ ભગાડ નામના શખ્સના વહાણમાં હેરોઈન આવ્યું હતું. અઝીઝને આ કામના રૂ.50 લાખ મળ્યા હતા. મધદરિયે ડ્રગ્સની આપ-લે થઈ હતી. દરિયાઇ માર્ગે હેરોઇન ઘૂસાડતો હોવાની બાતમી મળી હતી. અઝીઝને શોધી કાઢી તપાસ કરતા તેની પાસેથી રૂ.15 કરોડનું પાંચ કિલો હેરોઈન મળી આવ્યું હતું. ગરીબ અજીઝ ભગાડ થોડા સમયથી અચાનક ધનપતિ બન્યો હતો. અઝીઝે આ ડ્રગ્સમાં માંડવીના આરીફ આદમ સુમરાની સંડોવણીની વાત કબૂલતા ગુજરાત ATSની ટીમ માંડવી પહોંચી હતી. કચ્છ માંડવીમાં રહેતા આસિફ આદમ સુમરાને કચ્છથી પકડી લેવાયો હતો. કનેક્શન પણ દિલ્હી સહિતના અન્ય રાજ્યમાં ખૂલ્યું હતું. ઉત્તર ગુજરાતમાં ડ્રગ્સનો કેટલોક જથ્થો મોકલાયાની આશંકા હતી. માંડવીના રફીક સુમરાની ડ્રગ્સ મુદ્દે મોટી ભૂમિકા રહી હતી.
બદનામ સલાયા
અગાઉ દાણચોરીનું સ્વર્ગ ગણાતા સલાયામાંથી કરોડો રૂપિયાની કિંમતનું સોનું, ઘડિયાળો, અન્ય વિદેશી વસ્તુઓ, ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. એક સમયે બે ટ્રક ભરાય એટલી વિદેશી ઘડિયાળો પકડાઈ હતી. હવે ડ્રગ્સ પર ધંધો શરૂ થયો છે. સલાયામાં કસ્ટમ તંત્ર નામનું જ હોય તે પ્રકારે વર્ષોથી કોઈ કામગીરી થવા પામી નથી. જ્યારે હવે દાણચોરી બંધ થઈ છે ત્યારે રેઢાપડ જેવા સલાયાની ચેકપોસ્ટ પણ ભગવાન ભરોસે હોય તેમ લાગી રહ્યું છે.
સરહદી કચ્છ નિષ્ક્રિય કેમ છે
લાંબા સમય બાદ માદક દ્રવ્યોની હેરફેર માટે કચ્છની જળસીમાનો ઉપયોગ કરાયો છે ત્યારે આ પ્રકરણ અતિ ગંભીર મનાય છે. તેવામાં કચ્છ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓની સ્થાનિક કડી શોધવા માટે હજુ કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરી નથી. કચ્છ સરહદેથી ભેદી રીતે આવેલાં નશીલા પદાર્થો ચોરી છૂપીથી નહીં પણ કોઈ સોર્સ મારફતે લાવવામાં આવ્યા હોવાનું ચર્ચાય છે. સીમા પારના સોર્સ પર અતિ વિશ્વાસના કારણે આ માલ આવ્યો હોવાનું માનવામાં આવે છે. સોર્સ સાથે આ-પલે કરવાની જવાબદારી કેટલીક એજન્સીઓની જ છે. ખૂફિયા જાસુસી માહિતી આપવાના બહાને આ માલ ઘૂસી આવ્યો હોવાથી સરહદ પર ચોંકાવનારી ઘટનાઓ બની શકે છે.
બોટ મળતી હતી, માણસો નહીં
કચ્છ સરહદે ચાર માસ પહેલાં એકાએક ખાલી બોટો કપડાતી હોવાનું બહાર આવતું હતું. પણ કોઈ માણસ હાથ પર લાગતાં ન હતા. તે સમયે જ આ ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડાયું હતું. ગયા વર્ષે માર્ચ-એપ્રિલમાં કચ્છમાંથી ઘણી ખાલી બોટ પકડાઈ હતી. પણ તેમાં કોઈ માણસો મળ્યા નહોતા. 6 એપ્રિલે લખપત બારી પાસે એક ખાલી બોટ પકડાઈ હતી અને તેમાં રહેલાં 5 સવાર ભાગી ગયા હતા. ત્યાર બાદ સતત ત્રણ દિવસ સુધી બોટ પકડાવાની ઘટનાઓ બની હતી કે ઘટના બનાવવામાં આવી હતી તે તપાસ કરવા જેવી છે. જો કચ્છની સરહદે આવું ચાલતું હોય તો ગમે ત્યારે પાકિસ્તાનનું લશ્કર પણ આવી શકે છે. ચાર સ્તરની સુરક્ષા એજન્સીઓ માટે આ શરમજનક ઘટના છે. ગુજરાત પ્રદેશ અને દેશની સરહદ પર છીંટા હોવાનું તેનાથી પૂરવાર થયું છે. દારૂની ટ્રકો આવતી હોય તેની માહિતી હોય છે. પણ રૂ.300 કરોડનું ખતરનાક ડ્રગ્સ આવતું હોય તે કોઈને ખ્યાલ પણ ન આવે. ભારતીય નૌકાદળ, કોસ્ટગાર્ડ, બીએસએફની મરીન ફોર્સ, કોસ્ટલ પોલીસ અને સ્થાનિક પોલીસ આ માટે કામ કરે છે.
માંડવીમાં 100 કિલો હેરોઈન ઉતર્યું
આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ દ્વારા રવાના કરાયેલો એકસો કિલો હેરોઈનનો જથ્થો પાકિસ્તાનથી નીકળ્યા પછી આંતરરાષ્ટ્રીય જળસીમાએથી કચ્છના માંડવીમાં ઉતારવામાં આવ્યો હતો. તેમાં 95 કિલો ઉત્તર ભારત મોકલી દેવાયો હતો અને જેમાંથી પાંચ કિલા જેટલો જથ્થો સલાયાનો અજીઝ વાઘેર લાવ્યો હતો. જે ચાર મહિનાથી પડી રહ્યો હતો.
સાગર કવચની કવાયત કેમ થઈ
ચાર મહિના પહેલાં સાગર કવચ નામની સુરક્ષા કવાયત અરબી સમુદ્રમાં હાથ ધરવામાં આવી હતી. ત્યારે જ અરબી સમુદ્રમાંથી અંદાજે રૂ.300 કરોડનો 100 કિલો હેરોઈનનો જથ્થો ચાર મહિનાઓ પહેલા રવાના થયો હતો જે માછીમારોની હોય તેવી નાની બોટમાં કચ્છના માંડવી બંદરે લાવવામાં આવ્યો હતો. પાકિસ્તાનના આતંકવાદીઓએ ચાર મહિના પહેલા દરિયાઇ માર્ગે ભારતમાં 100 કિલો હેરોઈન ઘૂસાડ્યાના ઘટસ્ફોટ થયો હતો.
રૂ.3500 કરોડના હેરોઇન પકડાયું હતું
16 જુલાઈ 2018ના દિવસે ભારે વરસાદ હોવાથી પોરબંદરના દરિયા કાંઠે એક બોટ તણાઈ આવી હતી. જેમાં બેઠેલા 6 ખલાસીઓનું રેસ્ક્યૂથી ઓપરેશન કરીને બચાવી લેવાયા હતા, જેમાં ગયા વર્ષે 29 જુલાઈ 2017ના રોજ પોરબંદરના દરિયામાંથી રૂ.3500 કરોડનું 1500 કિલો હેરોઈન ચીતા ડ્રગ્સ પોરબંદરથી 388 કિ.મી.ના દરિયામાં હેનરી નામની ભંગાર શીપ-ટગમાંથી પકડી પાડવામાં આવ્યું હતું. ઈરાનના છબ્બર બંદરથી હેરોઈન ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડવાનું દેશના ઈતિહાસનું સૌથી મોટું રેકેટ ભારતીય કોસ્ટગાર્ડે પકડી પાડ્યું હતું. સુપ્રીત તિવારી, મોનિષ કુમાર, મનિષ પટેલ, સંજય યાદવ, દિવ્યેશ કુમાર, દિનેશ કુમાર, વિનય યાદવ અને અનુરાગ શર્મા છે. તેમજ તપાસ એજન્સીઓએ તિવારીના ભાઈ સુરજીત, મુંબઈ સ્થિત વિશાલ યાદવ, ઇરફાન શૈખ અને જેના ફોનથી તિવારીને ફોન કરવામાં આવ્યો હતો તે વિજય નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. ઇજિપ્તમાં ડિલિવર કરવાનું હતું જે માટે જહાજના કેપ્ટનને 5 કરોડ રૂપિયા મળવાના હતા. પરંતુ તેણે રૂ. 50 કરોડ કમાવવાની લાલચે ઇજિપ્તના બદલે મુંબઈ તરફ જહાજને વાળી દીધું હતું. બળતણ ખૂટતાં તે અલંગ લઈ જવાનું હતું. જહાજના કેપ્ટન સુપ્રીત તિવારી મુંબઈના એક નાવિક વિશાલ યાદવ દ્વારા અપાયેલ ઓફરની લાલચમાં ભારતીય જળસીમામાં ઘૂસ્યો હતો. બોટના ઈરાની મૂળ માલિક અને દુબઈના વેપારી સૌયદ અલ મુરાનીએ જહાજને ઇજિપ્ત લઈ જવા કહ્યું હતું. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIનો એજન્ટ હોવાનું તપાસમાં ખૂલ્યું છે. શીપ જ્યારે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પહોંચ્યું ત્યારે ઇરાનથી શીપ સાથે આવેલા મુસ્તફા અને મોહમદ નામના બે વ્યક્તિઓ અહીં ઉતરી ગયા હતા. આ બંને વ્યક્તિઓ પણ ISIના એજન્ટ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. 1523 પેકેટોનો ઓર્ડર લેનાર પ્રમાણે બ્લુ-લાલ, પીળો અને ઉપર બ્લુ પટ્ટી, સફેદ, કલરના પેકિંગમાં ડ્રગ્સ પેક કરવામાં આવ્યું હતું. જે અમદાવાદ સહિત ભારતની જુદી-જુદી 4થી 5 ટ્રગ્સ માફિયાઓને આપવાનું હતું.
વિમાન અને હેલિકોપ્ટરથી તપાસ
27 જુલાઈ 2017મા બાતમીના આધારે ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા તેની શીપ, ડોનીયર વિમાન અને હેલિકોપ્ટર દ્વારા તપાસ શરૂ કરતા ઈરાનની કાર્ગો શીપ દેખાઈ હતી. પ્રાથમિક તબ્બકે તેનું નામ પ્રીન્સ-2 જણાવવામાં આવ્યું હતું અને આજ શીપમાં મોટી માત્રામાં ડ્રગ્સ છૂપાવવામાં આવ્યું હોવાની કોસ્ટગાર્ડને શંકા જતા તેની ઉપર વધુ વોચ રખાઈ હતી. ઈરાનથી ગુજરાત સમુદ્રમાં આવીને ભાવનગર અથવા અન્ય પોર્ટ ઉપર ડ્રગ્સનો જથ્થો ઉતરવાનો હતો. પોરબંદર કોસ્ટગાર્ડ અને મુંબઈ તેમજ ગાંધીધામથી ડોનીયર પ્લેન અને હેલિકોપ્ટરને તપાસમાં મોકલવામાં આવ્યા હતાં. પકડાયેલા તમામ આઠ શખસો ભારતીય છે. દસ્તાવેજ વગરની ટગની ભંગાર ટગને ખરીદી કરીને તેને રંગકામ કરીને તૈયાર કરવામાં આવી હતી. ઈરાનથી લાવવામાં આવ્યું હતું અને તે પછી અલંગ ભાંગવા માટે જવાનું હતું. મુંબઈ, ગાંધીધામ અને પોરબંદરથી હેલિકોપ્ટર ઉડ્યા હતા અને ત્રણેયે ટગને ઘેરી લઈને પકડી પાડી હતી.
વડોદરામાં 6 કરોડની કિંમતનું હેરોઈન જપ્ત
7 માર્ચ 2018ના દિવસે વડોદરામાં રાજધાની ટ્રેનમાંથી નોર્કોટિક્સ કન્ટ્રોલ વિભાગના અધિકારીઓએ એક નાઈજિરીયન નાગરિક પાસેથી રૂ.6 કરોડનું 1 કિલો 210 ગ્રામ જેટલું હેરોઈન પોલીસે પકડી પાડ્યું છે. વડોદરામાંથી અત્યાર સુધીમાં હેરોઈનનો આટલો મોટો જથ્થો પ્રથમ વખત ઝડપાયો છે. પિસ્તા, રાઈસના ગિફ્ટ બોક્ષમાં હેરોઈન છૂપાવીને લઈ જતો હતો. તેનું નામ મામ્ડુ બુએઝે નોન્સો ચાલ્સ (ઉ.વ.38) છે તે બિઝનેસ વીઝા ધરાવે છે. પહેલાં બ્રાઉન સુગર, કોકેઈન જેવા કેફી પદાર્થો ભારતમાં લાવવામાં આવતા હતા. હવે અફઘાનિસ્તાનનું વ્હાઈટ કલરનું હેરોઈન ભારતમાં આવવાની શરૂઆત થઈ છે. જે ચિંતાનો વિષય છે.
સલાયાનું વહાણ 2800 કરોડના હેરોઈન સાથે ઝડપાયું
3 મે 2014મા કેન્યા અને ટાન્ઝાનીયા વચ્ચેના સમુદ્રમાંથી ઓસ્ટ્રેલિયન નેવીએ રૂ.2800 કરોડના હેરોઇન વેરાવળના વહાણના જામનગર જિલ્લાના આઠ ખલાસીઓને ઝડપી લીધા હતા. વેરાવળના શીપિંગ કંપનીના માલિક મેઘજી ઘેલાનાં વહાણ જામસલાયાના રાજા કઠિયારા-હાજી બસીર ઠુંમરાને 450 ટનનું લક્ષ્મીનારાયણ નામનું વહાણ 10 હજાર દિનારથી ભાડે આપ્યું હતું. ઓસ્ટ્રેલિયન નેવીએ ઘેટા ભરેલા આ વહાણમાંથી 1034 કિલો એટલે કે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે રૂ.2800 કરોડનું હેરોઇનનો જથ્થો ઝડપાયા બાદ અનેક વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં વેરાવળ, જામનગર, માંડવી સહિતનું કનેકશન પણ ખુલતાં અનેક અટકળો સાથે રહસ્ય પણ સર્જાયું છે.
નાઈજિરિયનની આંતરરાષ્ટ્રીય લિંક
8 માર્ચ 2018મા અમદાવાદના નાર્કોટિક્સ વિભાગે આપેલી વિગતોના આધારે ડ્રગ્સનું મોટું દેશવ્યાપી રેકેટ પકડી પાડવામાં આવ્યું હતું. જેમાં બેંગલુરુમાં નાઈજિરિયન યુવકની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકા સાથે આ ડ્રગ્સ સંડોવણી મળી હતી. અમદાવાદ અને વડોદરા રેલવે સ્ટેશનેથી પકડાયેલાં બે નાઈજિરિયન યુવકો જોન સાથે જોડાયેલાં હોવાનું બહાર આવ્યું છે. વડોદરામાં જૂન 2017મા પિટર ઓકાફોર નામના નાઈજિરિયન યુવકને 843 ગ્રામ એમ્ફેટામાઈન, 255 ગ્રામ કોકેઈન અને 65 ગ્રામ ટેબલેટ્સ મળીને કુલ 3.5 કરોડનો મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનેથી જોન વિલિયમ બેસ્ટને 587 ગ્રામ કોકેઈન, 700 ગ્રામ એમ્ફેટામાઈન મળીને 6 કરોડના માલ સાથે પકડાયો હતો.
કોડીનનો નશો
નશા માટે વપરાતી કોડીન કફ સીરપની 46 લાખ રૂપિયાની 42,000 બોટલો, એનસીબીએ નિલેશ ચાવડા પાસેથી પકડી હતી. ભુતકાળમાં મુંબઈમાં પણ કોડીન કફ શિરપની સાતસો પેટીઓ સાથે પકડાયો હતો અને ત્યાથી તડીપાર છે અને ગુજરાતમા અડિંગો જમાવ્યો છે. બહેરામપુરામા એનો મેડિકલ સ્ટોર હતો જેનુ લાયસન્સ કોડીન શિરપ વેચવા બદલ રદ કરવામાં આવ્યું હતું. નામનો વ્યક્તિ આમા સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું. આ દરમિયાન FDCA અને NCB એ દિયા હેલ્થ કેર સાણંદમાં દરોડા કરી એના માલિક લલિત પટેલની ધરપકડ કરી. પાટણમા ગોડાઉન માથી 37000 જેટલી બોટલ જપ્ત કરી 29 જુલાઈ 2018ના રોજ 46 લાખની કિંમતની 42000 કોડીન કફ શિરપનો ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો જથ્થો પકડયો હતો. તેમજ આ સમગ્ર કૌભાંડમા સંડોવાયેલ ભરત ચૌધરી, લલિત પટેલ, નિલેશ ચાવડા અને પાટણના ઘનશ્યામ પટેલની કરી હતી.
ભાજપનો બચાવ
ગુજરાતમાં ડ્રગ્ઝનો વેપાર કરીને યુવાવોને બરબાદ કરતી ગેંગો અંગે કોંગ્રેસ દ્વારા પર્દાફાશ કરાયા બાદ આ વર્ષે ભાજપે તેને ગંભીર લેવાના બદલે ઠેકડી ઉડાવી હતી. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ નિવેદન કરીને કહ્યું હતું કે, કોંગ્રેસે એક-બે ઘટનાનો પ્રચાર કરીને ‘ઉડતા પંજાબ’ અને ‘ઝુમતા ગુજરાત’નો શબ્દ પ્રયોગ કરી ગુજરાતની જનતાની સંસ્કારીતા અને સમગ્ર યુવા જગતને બદનામ કરવાનો કુપ્રયાસ કર્યો છે તેને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડે છે.
ડ્રગ્ઝને અંદૂશમાં લેવામાં નિષ્ફળ રહેલી ભાજપ સરકારે શું પગલાં લીધા તે અંગે ભાજપે મૌન ધારણ કરી લીધું છે. હવે મોટા જથ્થા સાથે ડ્રગ્ઝ ડીલર પકડાઈ રહ્યાં છે. ત્યારે પણ સરકાર પાસે તેની કોઈ વિગતો નથી.