ગુજરાતમાં રૂ.50 હજાર કરોડની કિંમતના કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ પેદા થાય છે

ગુજરાત ભારતના રસાયણ ઉદ્યોગમાં બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન રસાયણ ઉદ્યોગના 40 ટકા હિસ્સાને નિયંત્રિત કરે છે, જ્યારે ભારતનુ યોગદાન માત્ર 3 ટકા છે. ચીનમાં એકમો બંધ થયાં હતાં તે સંદર્ભમાં ભારતમાં છેલ્લાં થોડાં વરસ ઉદ્યોગ માટે મુશ્કેલીનાં હતાં. પરંતુ ભારતની બાબતમાં સ્થિતિ હકારાત્મક છે. ભારતના કેમિકલ સેકટરનુ બજાર 160 અબજ ડોલરનુ ગણવામાં આવે છે જ્યારે ગુજરાતનું બજાર 60 થી 70 અબજ ડોલરનુ ગણાય છે. આગામી થોડાંક વર્ષોમાં ગુજરાત 100 અબજ ડોલરના આંક સુધી પહોંચી જશે. 72,000 કરોડની આંબી જશે. હાલ રૂ.50,000 કરોડ જેટલી કિંમતના કેમિકલ બને છે.

ભારતનો કેમિકલ ઉદ્યોગ વિશ્વમાં 7મા ક્રમે છે અને એશિયામાં ત્રીજુ સ્થાન ધરાવે છે. તેનું કદ 139 અબજ ડોલર જેટલું છે. ભારતમાં કેમિકલ પ્રોડકટસની રૂ.3 લાખ કરોડ જેટલી આયાત અને નિકાસ થાય છે., જેમાં નિકાસનો હિસ્સે આંદાજે 2 લાખ કરોડ જેટલો છે.

ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફીક્કી) અમદાવાદ દ્વારા ભારત સરકારના રસાયણ અને પેટ્રો રસાયણ વિભાગના સહયોગથી 12 સપ્ટેમ્બર 2018માં ઈન્ડિયા કેમ 2018ના કર્ટેઈન રેઝર તરીકે ‘ઈન્ડસ્ટ્રી મીટ- કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ- એડવાન્ટેજ ઈન્ડિયા’ નું આયોજન કર્યું હતું.