ગુજરાતમાં 2 લાખ ચૂંટાયાલા રાજકીય પ્રતિનિધીઓ છે

ભારત દેશમાં ૩ લાખથી વધુ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને 30 લાખ જેટલા તેમાં નિર્વાચીત પ્રતિનિધિઓ છે. ગુજરાતમાં 2 લાખ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે. 15 હજાર જેટલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગુજરાતમાં છે. જેમાં મહિલાઓ 50 ટકા કરતાં વધું ચૂંટાય છે. દેશમાં 33 ટકા ચૂંટાય છે. મતદાન યંત્રોનો ઉપયોગ થાય છે

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે ચૂંટણી પંચના યજમાનપદે યોજાયેલી દેશના 22 રાજ્યો અને સંધપ્રદેશોના રાજ્ય ચૂંટણી પંચોના કમિશનરોની 28 મી અખિલ ભારતીય પરિષદનો પ્રારંભ થયો હતો. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના વડા અને પરિષદ આયોજન સમિતિના અધ્યક્ષ ડૉ.વરેશ સિંહા તથા પરિષદ આયોજન સમિતિના સચિવ અને દિલ્હીના ચૂંટણી પંચના વડા એસ.કે.શ્રીવાસ્તવ તથા મહાનુભાવો જોડાયા હતા.

રાજ્ય ચૂંટણી પંચની મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓની ઝાંખી કરાવતા સ્વેપના દસ્તાવેજનું અને સને 2018ના આંકડાકિય અહેવાલ જાહેર કરાયો હતો.

વર્તમાન પરિષદમાં તમામ રાજ્યોના ચૂંટણી પંચોને એક છત્ર હેઠળ આણે તેવા મોડલ લીગલ ફ્રેમવર્કની રૂપરેખાની વિચારણા કરવામાં આવશે. પરિષદમાં ઇ.વી.એમ. – મતદાન યંત્રો – ઉત્પાદક ભારત ઇલેક્ટ્રોનિક્સ લી. (બેલ) અને ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (ઇસીઆઇએલ) કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વિવિધ રાજ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂ઼ંટણીઓ માટે ઉપયોગમાં લેવાતા ઇ.વી.એમ.ની ડીઝાઇન, ઉત્પાદન, તેને સંલગ્ન પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.