ગુજરાતમાં 23 ખેલાડીઓ ઓલમ્પિકની તાલીમ લઈ રહ્યાં છે

ડાંગની સરિતા ગાયકવાડ, મુરલી ગાંવિત, હરમિત દેસાઈ, માનવ ઠક્કર, અંકિતા રૈના, કુ.એલાવેનીલ, કુ.તસ્નીમ મીર, આર્યન નહેરા, ધ્વજ હરીઆ, કુ. વૈદેહી ચૌધરી જેવા અનેક ખેલાડીઓએ વૈશ્વિક સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું હોવાથી આવા વધુ ખેડાલીઓ પેદા કરવા માટે સેન્ટર ઓફ એક્સલન્સ” અંતર્ગત ૧૩ ઓલમ્પિક રમતોની ૧૭ નિવાસી એકેડમીઓમાં ખેલાડીઓ તથા  ૨૪ ઓલમ્પિક રમતોમાં ૧૨૯૯ ખેલાડીઓને બિન નિવાસી કેન્દ્રોમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી ઘનિષ્ઠ પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. ૭૩ ખેલાડીઓમાંથી ૨૩ ખેલાડીઓને ઓલિમ્પિક-૨૦૨૦ અને ૨૦૨૪ના ટાર્ગેટેડ ખેલાડી તરીકે ધનિષ્ઠ તાલીમ આપી તૈયાર કરવામાં આવી રહ્યા છે. સરકાર તેના માટે રૂ.4 કરોડનું ખર્ચ કરશે.

૨૮ જિલ્લાઓમાં ૪૦ ડીસ્ટ્રીક લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)માં કુલ ૫૦૦૦ થી વધારે  વિદ્યાર્થીઓ રમતોમાં નિષ્ણાંત કોચ અને ટ્રેનર તાલીમ આપે છે. રપ૧ શાળાઓમાં  ઇનસ્કૂલ યોજનામાં ર લાખ વિધાર્થીઓએ લાભ લીધેલો છે.

૨ વર્ષમાં રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાઓમાં રાજયના ખેલાડીઓએ વ્યક્તિગત અને ટીમ સ્પર્ધાઓમાં ૧૫૦ ગોલ્ડ, ૨૬૩ સિલ્વર અને ૪૯૦ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૯૦૩ મેડલ મેળવેલા છે. આંતરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ૭૩ ખેલાડીઓએ ૬૫ ગોલ્ડ, ૩૪ સિલ્વર અને ૧૭ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૧૧૬ મેડલ મેળવેલાં છે. ડાંગની સરિતા ગાયકવાડ, મુરલી ગાંવિત, હરમિત દેસાઈ, માનવ ઠક્કર, અંકિતા રૈના, કુ.એલાવેનીલ, કુ.તસ્નીમ મીર, આર્યન નહેરા, ધ્વજ હરીઆ, કુ. વૈદેહી ચૌધરી જેવા અનેક ખેલાડીઓએ વૈશ્વિક સ્તરે ગૌરવ પ્રદાન કર્યુ છે. કુલ 1019 ખેલાડીઓએ બે વર્ષમાં અને એક વર્ષમાં 509 ખેલાડીઓએ દેશ અને દુનિયામા વિજેતા બન્યા છે.

45 લાખ ખેલાડીઓ 

ખેલમહાકુંભમાં ૨૦૧૮માં ખેલમહાકુંભમાં ૪૨,૦૯,૧૧૦ રમતવીરોની નોંધણીમાંથી  ૩૫,૪૪,૫૪૭ રમતવીરોએ ભાગ લીધો હતો. આ વર્ષે ૪૫ લાખ ખેલાડીઓની નોંધણી કરાશે. રૂ.૪૦ કરોડ જેટલી રકમના પુરસ્કાર અને આયોજન માટે રૂ.૭૬ કરોડ ખર્ચ કરાશે. દિવ્યાંગ ખેલાડીઓ માટે રૂ. ૯ કરોડ ખર્ચ કરાશે.

રાષ્ટ્રકક્ષાની તથા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના વિજેતા ગુજરાતના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ચાલુ વર્ષે ૨૧૨ વિજેતા ખેલાડીઓને રૂ.૧૦૪.૩૦ લાખના, ૨૨૪૧ મહિલા રમતવીરોને રૂ.૭૫ લાખથી વધુ રકમના, તેમજ ૧૫૪ જેટલા વિજેતા દિવ્યાંગ ખેલાડીઓને રૂ.૬૮.૯૪ લાખના રોકડ પુરસ્કાર અપાશે.

૧૮ જિલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે. જેમાં સિન્થેટીક એથ્લેટિક ટ્રેક, ફુટબોલ ગ્રાઉન્ડ, હાઈપરર્ફોર્મન્સ જિમ્નેસ્ટીક હોલ બનેવવામાં આવે છે.

ખેલકૂદ યુનિવર્સિટી 

ડેસર ખાતે ૧૩૦ એકર વિસ્તારમાં ભારતની બીજા નંબરની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી રૂ.૨૦૦ કરોડના ખર્ચે બને છે. જેમાં ૭૦ કરોડનું ખર્ચ થઈ ગયું છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક  પ્રવૃત્તિઓ વિભાગ માટે વર્ષ ૨૦૧૯-૨૦ માટે  રૂપિયા પ૭૯.૨૬ કરોડ જેવી મામૂલી રકમ ફાળવી છે. જેમાં યુનિસર્સિટીના મકાન માટે જ રૂ.100 કરોડનું ખર્ચ થઈ જવાનું છે.