26મી ડિસેમ્બર 2019માં સવારે અમુક દેશો-પ્રદેશોમાં કંકણાકૃતિ અને ખંડગ્રાસ ગ્રહણનો અદ્ભૂત અવકાશી નજારો જોવા મળવાનો છે. ભારતમાં દક્ષિણ પ્રદેશોમાં કંકણાકૃતિ અને બાકીના રાજયોમાં ખંડગ્રાસ ગ્રહણ જોવાનો અવસર છે. ગુજરાતમાં સવારે 9.30 કલાકે આશરે 68 ટકા સૂર્ય ઢંકાઈ જશે.
વિશ્વના વૈજ્ઞાનિકોએ માનવ કલ્યાણકારી સંશોધનો માટે પોતાનું નિયત સ્થળની પસંદગી કરી લીધી છે. આ ગ્રહણ સંપૂર્ણ એશિયા ખંડ, આqફ્રકા ખંડ, ઈથાેપિયા, કેન્યા અને આેસ્ટ્રેલિયાની ઉત્તર તરફ અને ભાગોમાં જોવા મળશે.
સંવત 2076ના માગસર કૃષ્ણપક્ષ અમાસને ગુરુવાર તા.26મી ડિસેમ્બપર 2019, ધન રાશિ મુળ નક્ષત્રમાં થનાર કંકણાકૃતિ, ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે. આ ગ્રહણ દક્ષિણ ભારતમાં સંપૂર્ણ કંકણાકૃતિ દેખાશે અને ભારતના બીજા પ્રદેશોમાં ખંડગ્રાસ દેખાશે. આ ગ્રહણ સંપૂર્ણ એશિયા ખંડ, આqફ્રકા ખંડ, ઈથાેપિયા, કેન્યા અને આેસ્ટ્રેલિયાની ઉત્તર તરફના પ્રદેશમાં દેખાશે. ગ્રહણની કંકણાકૃતિ ચમત્કૃતિ દક્ષિણ ભારત, સુમાત્રા, સાઉદી અરેબિયા, કતાર, શ્રીલંકા, બોરનિયો, સિંગાપુરમાં જોવા મળશે. આ ગ્રહણની કંકણાકૃતિ ચમત્કૃતિ સૂર્યોદય સમયે સાઉદી અરેબિયાના રિયાધ પાસેથી શરૂ થશે.
ત્યાંથી દક્ષિણ ભારત અને શ્રીલંકામાં થઈને ઈન્ડોનેશિયા, સિંગાપુર અને ફિલિપાઈન્સમાં થઈને ગ્યુઆમમાં સમાપ્ત થશે. કંકણકૃતિ ગ્રહણ સાઉદી અરેબિયાના હોકફૂમાં ભારતમાં મેંગ્લોર, કોઝીકોટ, પંકડ, કોઈમ્બતુર, ઈરોડ, કરુર, ડિન્ડીગૂલ, શિવગંગા, તિરૂચીનાપંીમાં, શ્રીલંકામાં જાફના, ત્રીનકોમાલે, સિંગાપુરમાં સિંગાપુર, ઈન્ડોનેશિયામાં બાટમ, રીયુ આઈલેન્ડ, તાનજીંગ પીનાંગમાં કંકણાકૃતિ દેખાશે. આqફ્રકા, આેસ્ટ્રેલિયાની ઉત્તર તરફના પ્રદેશોમાં ખંડગ્રાસ ગ્રહણ દેખાશે.
ભૂમંડલે ગ્રહણ સ્પર્શ ભારતીય સમય મુજબ ગ્રહણ સ્પર્શઃ સવારે 7 કલાક 59 મિનિટ 51 સેકન્ડ, ગ્રહણ સંમીલનઃ 09 કલાક 04 મિનિટ 32 સેકન્ડ, ગ્રહણ મધ્યઃ 10 કલાક 47 મિનિટ 43 સેકન્ડ, ગ્રહણ ઉન્મીલનઃ 12 કલાક 31 મિનિટ, ગ્રહણ મોક્ષઃ 13 કલાક 35 મિનિટ 43 સેકન્ડ, ગ્રહણ િસ્થરતાઃ 03 કલાક 26 મિનિટ 28 સેકન્ડ, ગ્રહણ પર્વકાળઃ 05 કલાક 35 મિનિટ પર સેકન્ડ, ગ્રહણનું ગ્રાસમાનઃ 0,9701, રાજ્યમાં 2 કલાક 47 મિનિટ સુધી ખંડગ્રાસ સૂર્યગ્રહણ દેખાશે.