છોટાઉદેપુરના સુરખેડા, અંબાલા અને સનાડા ગામ વચ્ચે રાઠવા સમાજના રિવાજોમાં 300 વર્ષ કરતા વધું સમયથી એક માન્યતાના આધઆરે બે યુવતીઓના લગ્ન કરવામાં આવે છે. લગ્ન કરવા યુવકની જગ્યાએ તેના જ ઘરની યુવાન યુવતીને મોકલવામાં આવે છે. રિવાજ પાછળ માન્યતા એવી છે કે, બીજાના લગ્ન કરાવવામાં તેમના દેવ કુંવારા રહ્યા હતા. જેથી રાઠવા સમાજના યુવાનો લગ્ન કરવા જતાં નથી. આવી ચર્ચા ગઈકાલે 30 ડિસેમ્બર 2018માં રાઠવા અટક માટે લડત ચલાવવા માટે મળેલી જંગી સભા વખતે સભા બહાર આ ગામના લોકોએ કહી રહ્યાં હતા.
યુવાન દિકરાના લગ્ન થાય છે ખરા, પરંતુ તેમના સ્થાને ફેરા ફરવા માટે ઘરની જુવાન યુવતીને નવ વધુની જેમ સણદારીને વરઘોડો લઇ લગ્ન કરવા જાય છે. રાઠવા સમાજ આજે પણ તેમના આરાધ્ય એવા કુંવારા દેવની માન્યતાઓ જાળવી રાખી છે.
લગ્નની વિધિમાં કોઇ જ ફેરફાર નથી, લગ્ન વિધિ બાકીના આદિવાસી સમાજ જેવી છે. યુવકને પાટિએ પરણાવવાનો રિવાજ છે. ઘરની કુંવારીકા તૈયાર થઇ જાન લઇ માથે પાટી રાખી પરિવારના યુવકની જગ્યાએ ફેરાફરી લગ્ન કરે છે.
ગામના જુદા જુદા દેવ છે
સુરખેડા ગામે ઇસપાડીયા અથવા વહતાડીયો દેવ છે. આ દેવ મુખ્યત્વે લાડી સાથે વાત કરી યુવકની ભલામણ કરે છે. તેને ભાંજગડીયો દેવ તરીકે પણ ઓળખાય છે. તે જ રીતે અંબાલા ગામે ભરમા અથવા ડાયરો દેવની પુજા કરે છે. જે ઇસપાડીયા દેવની સલાહ લીધા બાદ પુછપરછ કરે અને સગપણનો ખરખરો કરે તેવી માન્યતા છે. જ્યારે સનાડા ગામે સનાડીયો અથવા હુલા કાઢવાવાળો દેવ તરીકે પુજાય છે. જે દેવ લાડી અંગે જાણકારી મેળવનારા દેવ તરીકે પુજાય છે. ગામમા કઇ છોકરી સારી છે તેની માહિતી સનાડીયા દેવ પાસે મળે છે. જેતે દેવને રીઝવવાની જવાબદારી જેતે સમાજની હોય એવી માન્યતા છે.
કુંવારીકા નવોઢા બની જાન લઇને જાય છે. નવા કપડા , મહેંદી સહિત તમામ રીતે તૈયાર થયેલી કુંવારીકા ઘરના સભ્યો સાથે વરઘોડો લઇ પરણવા જતી હોય છે.
માન્યતા છે કે, યુવક જાતે પરણવા જાય તો બાળકો થતાં નથી, સંસારમાં ખટરાગ થતો હોય છે. તેથી લગ્ન પણ તૂટી જતાં હોય છે. આવું ભૂતકાળમાં અનેક વખત બન્યું છે. એવું આ ત્રણ ગામનો સમાજ માને છે.
રાઠવાઓનું આંદોલન
રાઠવાઓની અટકમાં કોળી શબ્દ ઉમેરવામાં આવે છે તેનો વિરોધ કરવા માટે આ સંમેલન મળ્યું હતું. જેમાં ખાતેદારોની જમીનોમાં 73/એ અને 73/એએની નોંધો પાડવાની કામગીરી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ વિસ્તારમાં દરેક રાજકીય પક્ષનો બહિષ્કાર કરવામાંનું નક્કી કરવામાં આવ્યું છે. 1 માર્ચ 2018માં 6 લાખ આદિવાસી – રાઠવા યુવાનો વિધાનસભા કૂચ કરશે એવું જૈન મુનિ ગણી રાજેન્દ્ર વિજયજી મહારાજે જાહેરાત કરી હતી. આવી માર્ચ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફરી એક વખત સંમેલન મળ્યું હતું.