ગુજરાતમાં 75 ટકા નહેર કાચી હોવાથી પાણીનો બગાડ થાય છે

ભૂતકાળમાં બાંધવામાં આવેલા સિંચાઈ બંધોની નહેરરોમાં સુધારા કરવાની જરૂર છે. તો જ નહેરના છેલ્લા ખેતર સુધી પાણી પહોંચી શકે. જે હાલ થતું નથી. ગુજરાતમાં 33 હજાર કિલો મીટર લાંબી નહેર છે.

જેમાં ફકત 7359 કિ.મી. લાંબી નહેર પર કોંક્રીટ અથવા ઈંચનું અસ્તર કરેલું છે. જે 23 ટકાથી વધું થતું નથી. બાકીની નહેરોમાં કોઈ અસ્તર કરવામાં આવ્યું નથી. આવું અસ્તર હોય તો વારંવાર કાંપને દૂર કરવાની જરૂર પડે નહીં. પણ હાલ કાચી નહેર હોવાથી તેમાં માટી ભરાઈ જાય છે. નહેરના ભાગોને પુનઃવિભાજિત કરવાની જરૂર છે, જેથી પાણીના નિકાલ કરવાની કામગીરી ક્ષમતાપૂર્વક થઇ શકે. હાલ કાચી નહેર હોવાથી પાણીનો બગાડ થાય છે. સરકારે નહેરોને સિમેન્ટ કોંક્રીટ બનાવવા માટે 20 વર્ષથી કંઈ કર્યું નથી.

સરકારે દરેક સિંચાઈ બંધની નહેર પદ્ધતિના માપદંડ નક્કી કર્યા છે. પાકની પદ્ધતિ તેમજ જમીન વપરાશ પધ્ધતિમાં સુધારો કરવા સિંચાઇની સંભાવનાઓનું પુર્નમૂલ્યાંકન કર્યું હતું. 5 વર્ષના સમયગાળામાં રાજયની સમગ્ર નહેર પદ્ધતિના નવિનીકરણ, વિતરણ અને પુનઃરચનાને પૂર્ણ કરવાનું વિચારાયું હતું. દરેક બંધ માટે  દર વર્ષે વોટર ઓડિટીંગ પણ હાથ ધરવાનું નક્કી કરાયું હતું પણ તેમાં સરકાર કંઈ કરી શકી નથી.

જેમાં પાણી કેટલું વપરાય છે, કેટલાં હેક્ટર જમીન છે, પાકની ઊપજ કેટલી છે, સંચાન અને નિભાવ ખર્ચ કેટલું આવે છે. સિંચાઇની આકારણી અને વસૂલાત કરવી. આ બાબતો નક્કી કરી લેવામાં આવી છે. તે માટે કામ શરૂ થયું છે પણ સરકાર પૂરતા નાણાં ફાળવતી નથી.