ગુજરાત, દમણ, દીવ, દાદરાનગર હવેવલીમાં ઓઇલ કંપનીઓ તેમના નવા 4,450 પેટ્રોલ પંપ ખોલવાની છે. જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) દ્વારા ગુજરાતમાં કુલ 4,450 નવા પેટ્રોલ પંપ ખોલી રિટેલ આઉટલેટ (પેટ્રોલ પમ્પ) નેટવર્ક વિસ્તરણ હાથ ધરી રહી છે.
ઇન્ડિયન ઓઇલ કૉર્પોરેશન લિમિટેડના ગુજરાતમાં 2350 નવા સ્થળોએ તેમજ દાદરા અને નગર હવેલીમાં 21 અને દમણ-દિવમાં 1687 નવા પેટ્રોલ પંપ ખોલશે. BPCL ગુજરાતમાં 998 નવા સ્થળોએ તેમજ દાદરા અને નગર હવેલીમાં 8 અને દમણ-દિવમાં કુલ 1011 નવા પેટ્રોલ પંપની યોજના ધરાવે છે જ્યારે HPCL ગુજરાતમાં 1102 નવા સ્થળોએ તેમજ દાદરા અને નગર હવેલીમાં 19 અને દમણ- દીવમાં 1132 નવા પેટ્રોલ પંપ ખોલશે. આમ ગુજરાતમાં કુલ 4450 નવા સ્થળોએ તેમજ દાદરા અને નગર હવેલીમાં 48 અને દીવ- દમણમાં 32 નવા પેટ્રોલ પંપ ખોલશે.
ઑટોમેશન તકનીકી સાથે તમામ રીટેલ આઉટલેટ્સનું નિર્માણ કરવામાં આવશે. ફોર્ચ્યુન 500 કંપનીઓ સાથે જોડાણ પણ કરે છે. રસ ધરાવનારા સાહસિકો પેટ્રોલ પંપની ડિલરશિપ લઈ શકે છે.
જમીન વગરના અરજદારો પણ અરજી કરી શકે છે તેમ છતાં તેમને કહેવામાં આવે છે કે જમીનની સુવિધા હોય તો લાયસન્સ આપવામાં સુગમતા રહેશે. પહેલીવાર કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવશે. નવા ધોરી માર્ગો બન્યા છે.