સંઘની શાખ ને શાખા
ગુજરાતમાં સંઘ એકાએક સક્રિય બની ગયું છે અને દરેક ગામમાં શાખા ખોલીને હિન્દુઓને સક્રિય કરવા પ્લાન બનાવ્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે. એક બાજુ સંઘની વિચારધારા સામે કોંગ્રેસ અને લોકો પ્રશ્નો ઊભા કરી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં શરૂ થયેલી હિલચાલ સંઘનું કદ વધારવા માટે હોય એવું માનવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણી આવતાં સંઘ સક્રિય થયું હોવાનું રાજકીય નિરીક્ષક માની રહ્યાં છે. કે પછી બીજું કોઈ કારણ છે ?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 16 ડિસેમ્બર 2018માં એક જ દિવસે 900થી વધારે સ્થાનો સાથે કચ્છના દરેક ગામમાં શાખા લાગશે. RSSનો વ્યાપ વધારવા પૂર્ણ ધ્વજ સાથે શાખા લગાડવામાં આવશે. આ પ્રયોગ ગુજરાતમાં પ્રથમવાર કચ્છ વિભાગ કરી રહ્યો છે. મુસ્લિમ ગામોમાં પણ જો સ્થાનિકો શાખામાં જોડાવા લોકો તૈયાર હશે તો ત્યાં પણ શાખા લગાડવામાં આવશે.
પૂર્વ કચ્છમાં 86 પશ્ચિમ કચ્છમાં 33 શાખા લાગે છે. સંઘે બનાવેલા 17 તાલુકા અને 6 નગરમાં 119 શાખાઓ લાગે છે. સોશિયલ મીડિયામાં સંઘના કચ્છ વિભાગે “ગાંવ ગાંવ શાખા, હર ગાંવ શાખા” સૂત્રો પોસ્ટ કર્યા હતા. જે વાયરલ થઈ રહ્યા છે.
સંઘની શાખા શું છે ?
સંઘની દૈનિક એક કલાકની શાખામાં સ્વયંસેવકો એકત્રિત થાય છે. જેમાં શારીરિક કાર્યક્રમો, સૂર્યનમસ્કાર, રમત, ગમ્મત, બૌદ્ધિક વ્યાખ્યાન, ગીત અભ્યાસ, અમૃતવંચન, શુભાશિષ અને અંતમાં પ્રાર્થના ગવાય છે. મહિનામાં બે દિવસ ચર્ચા સત્ર હોય છે.
ગુજરાત RSSનો ઈતિહાસ
આજકાલ પુરા વિશ્વમાં આર.એસ.આર. ને જાણવા માટે લોકો ઇચ્છા દશાવી રહ્યા છે. એવું તે સંઘમાં શું છે ? તે રાષ્ટ્રના કોઇપણ પ્રશ્નમાં વિકટ પરિસ્થિતિમાં પણ સંઘ આગળ વધતો જાય છે અને હવે તો સંઘ પાસે જ અપેક્ષાઓ વધતી જાય છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના 1925માં વિજયા દશમી ના દિવસે નાગપુરમાં મોહિતેવાડ મેદાન ખાતે થયેલ આજે પુરા ભારતમાં 95 ટકા જીલ્લાઓમાં સંઘનું કામ ચાલુ છે. દેશમાં 39,190 સ્થાનો પર 58,967 નિત્ય શાખા, 16,405 સાપ્તાહીત મિલન અને 7,976 સંઘ મંડળી કાર્યરત છે. આમ કુલ 83,348 સ્થાનો પર સંઘની ગતીવિધી ચાલે છે. શાખા દ્વારા સંઘના 1.50 લાખ સ્વયસેવકો સેવાકાર્યમાં લાગ્યા છે.
ગમે તેવી આફતોમાં સંઘનું કામ નિરંતર વધેલ છે. સ્થાપક ડો. કેશવરાવ બલીરામ હેડગેવાર હતા. દ્વિતીય સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકર (ગુરુજી)ના જીવનકાળમાં શરું થયો હતો. તેઓ નાગપુર બનારસ હિન્દ હિન્દુ વિશ્વ વિઘાલયથી ગુરીજી તરીકે પ્રખ્યાત થયા.
સંઘના તૃતીય સરસંઘ ચાલક મધુકર દત્તાત્રેય દેવરસ (બાબાસાહેબ દેવરસ)ના સમયમાં ત્રીજો ભાગ શરુ થયો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સાબિત કર્યું કે રાષ્ટ્ર ઉપર આવેલા લોકતાંત્રિક અથવા ભૌગોલિક સંકટોના સમય એક સાથે મળીને દેશ અને સમાજની રક્ષા માટે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
સંઘના ચતુર્થ સરસંઘચાલક રાજેન્દ્રસિંહ જેઓને ગામના વડીલો વૃઘ્ધો અને સગાસંબંધીઓ રાજ તરીકે સબધોતા અને સંઘમાં રાજુભૈયાના નામે લોકપ્રિય થયા. અલ્હાબાદ વિશ્વ વિઘાલયમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર અને પરમાણુ ભૌતિકના જાણકાર હતા.
પાંચમાં સરસંઘચાલક કુપ સી. સુદર્શન હતા. જન્મ 18 જૂન 1931ના રોજ મઘ્ય પ્રદેશના રાધપુર શહેરમાં થયો હતો. ટેલી કોમ્યુનિકેશનમાં એન્જીયરીંગની પદવી મેળવી હતી. 23માં વર્ષે 1954ની સાલમાં તેઓ સંઘના પ્રચારક તરીકે કામ શરૂ કર્યું હતું.
છઠ્ઠા સરસંઘચાલક મોહનજી ભાગવતને જન્મ 11 સપ્ટેમ્બર 1950ના દિવસે મહારાષ્ટ્રના વિદર્ભના ચંદ્રપુર ગામમાં થયો હતો. તેમના પિતા મધુકરરાવ ભાગવત 1944થી સંઘ કાર્યની શાખાની જાળ પાથરી હતી. પંજાબ રાવ બાળપણથી જ સંઘની શાખામાં જવા લાગ્યા હતા.
2018
ગુજરાતમાં સંઘે 2850 નવા સ્વયંસેવકો તૈયાર કર્યા છે. અખિલ ભારતીય પ્રતિનિધિ સભાના પ્રારંભમાં સરકાર્યવાહ ભૈયાજી જોશી દ્વારા વાર્ષિક અહેવાલ આપવામાં આવ્યો હતો. પ્રતિનિધિ સભામાં પરિવાર ક્ષેત્રના 35 સંગઠનના 1538 શીર્ષસ્થ પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા. જે અપેક્ષિત સંખ્યા 90% ઉપસ્થિતિ છે. સંઘની કામગીરી દેશના કુલ 95% જિલ્લામાં ચાલું છે. દેશમાં 37,190 સ્થાનો પર 58,967 નિત્ય શાખા, 16,405 સાપ્તાહિક મિલન, 7,976 સંઘ મંડળી કાર્યરત છે. આ પ્રકારે કુલ 83,348 સ્થાનો પર સંઘની ગતિવિધિ ચાલે છે.
2017-18માં સંઘ કાર્યકર્તા ઓ માટે 2,035 સ્થાનો પર વિશેષ પ્રશિક્ષણ વર્ગના આયોજન થયું હતું. સંઘ શિક્ષા વર્ગ પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષનું 86 સ્થાનો પર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 24,139 કાર્યકર્તાઓ ને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. 1,180 સ્થાનો પર 7 દિવસીય પ્રાથમિક વર્ગનું આયોજન થયું હતું જેમાં 95,318 કાર્યકર્તાઓ એ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું છે. આ પ્રકારે કુલ 1,266 સ્થાનો પર 1,19,457 કાર્યકર્તાઓ એ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.
5 જુન 2018
વડોદરામાં પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતિભાઈ ભાડેસિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંઘની સૌપ્રથમ શાખા વડોદરામાં લાગી હતી. એટલે કે ગુજરાતમાં સંઘનો પાયો વડોદરા નગરમાં નખાયો હતો. સંઘને ઓળખવા માટે સંઘની નિકટ આવવું પડશે. સંઘ તરફ જોવાની દૃષ્ટિને કારણે કેટલીક વખત સંઘને રાજકારણ સાથે જોડી દેવામાં આવે છે. પરંતુ સંઘનું કામ રાજકારણ નથી. 1925માં નાગપુરમાં ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવારજીએ સંઘની સ્થાપના કરી હતી. તેઓ ગાંધીજી, સરદાર પટેલ અને નહેરૂની જેમ કોંગ્રેસમાં હતા.
ગુજરાતમાં સંઘની સ્થિતિ
ગુજરાતમાં વર્તમાન સમયે 720 સ્થાનો પર 1,460 શાખા, 952 સાપ્તાહિક મિલન, 489 સંઘ મંડળીઓ કાર્યરત છે. ગુજરાતમાં સેવાકાર્યો માટેના 2,442 પ્રકલ્પો ચાલે છે. (ગત વર્ષ 1,945) ગુજરાતના 250 સ્થાનો પર સામાજિક સદભાવ બેઠકનું આયોજન થયું હતું. પ્રાથમિક વર્ગ ગુજરાતના 19 સ્થાનો પર થયા જેમાં 2,850 સ્વયંસેવકોએ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. અમદાવાદ મહાનગર દ્વારા 4 માર્ચ, 2018ના રોજ મહાનગર પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 5,336 સ્વયંસેવકોએ પૂર્ણ ગણવેશમાં ભાગ લીધો હતો.
2017
આર.એસ.એસ.ના ગુજરાત સંઘચાલક મુકેશભાઇ મલકાણ તેમ કહ્યું હતું. ગુજરાતમાં 1,391 શાખા, 786 સાપ્તાહિક મિલન, 481 સંઘ મંડળીઓ, સેવાકાર્યો માટેના 1,945 પ્રકલ્પો ચાલે છે. ગત વર્ષે 1,744 હતા. સામાજીક સદભાવ બેઠક ગુજરાતના 211 સ્થાનો પર થઇ હતી. ગુજરાતમાં વાર્ષિક 10 ટકાના દરે સંઘની પ્રવૃતી વધી રહી છે.
2016
ગુજરાતમાં 1374 સહિત દેશમાં સંઘની 52,102 દૈનિક શાખાઓ, સાપ્તાહિક મિલન 716, સંઘ મંડળની સંખ્યા 547, સેવાકાર્યો 2,564, શિક્ષા ક્ષેત્રે 969, સ્વાસ્થ્ય ક્ષેત્રે 935, સામાજીક ક્ષેત્રે 582 તથા સ્વાવલંબનના ક્ષેત્રમાં 81 સેવાકાર્યો હતા. 200 સ્થાનો પર સામાજીક સદ્દભાવ બેઠક અને સંત સંમેલન કરવામાં આવ્યા હતા.
(દિલીપ પટેલ)