ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા લોન અપાઈ

ર૯૪ લાભાર્થીઓને રૂા.3.55 કરોડથી વધુના ધિરાણનું સામાજિક ન્યાય અને અધિકારીતા રાજય સરકાર સમાજના ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા પશુપાલન અને ઉચ્ચ શિક્ષણ યોજનાના 294 લાભાર્થીઓને રૂ. 3.55 કરોડથી વધુના ધિરાણનું ગાંધીનગર ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારીતા દ્વારા ઓનલાઈનચુકવણું કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના 289 લાભાર્થીઓને રૂ.3,50,01,368 અરવલ્લી, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જિલ્લાના 1-1 લાભાર્થીઓને રૂા.1.21 લાખ લેખે કુલ રૂા.3.63 એમ કુલ-292 લાભાર્થીઓને રૂ.3.34 કરોડનું ધિરાણ ઓનલાઇન ચુકવવામાં આવ્યું છે.

બનાસકાંઠા અને વડોદરા જિલ્લાના 1-1 એમ કુલ-2 લાભાર્થીઓને અનુક્રમે રૂા.૪૮,૪૫૦ અને રૂા.૮૭,૪૦૦ એમ કુલ-રૂા.૧,૩પ,૮પ૦ની રકમ ચુકવવામાં આવી છે. આમ ર૯૪ લાભાર્થીઓના ખાતામાં ઓનલાઇન સિસ્ટમથી કુલ રૂા.૩,૫૫,૦૦,૫૫૪ની માતબર રકમ ધિરાણ પેટે ચુકવવામાં આવી છે.

ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લિ. ગાંધીનગર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં ૩૧૪૭ લાભાર્થીઓને રૂા.૪૧.૮૯ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે. રાજય સરકારના ફંડમાંથી ર૩૬૭ લાભાર્થીઓને રૂા.૩ર.૧પ કરોડ અને એન. બી. સી. એફ.ડી.સી. નવી દિલ્હી દ્વારા ૭૮૦ લાભાર્થીઓને રૂા.૯.૭પ કરોડનું ધિરાણ કરવામાં આવ્યું છે.