દિપક બાબરિયાના પગલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અને સાત પ્રદેશ મંત્રીઓએ પાર્ટીમાં સૌની જવાબદારી હોય છે તેને અનુલક્ષીને ગુજરાત પ્રદેશના મહામંત્રી દીપસિંહ ઠાકોર, મંત્રી બાબુભાઈ વાઘેલા, મંત્રી યુનુસભાઈ બેલીમ, મંત્રી રાજુભાઈ પટેલ, મંત્રી ભાવિન વ્યાસ, મંત્રી ગણપત પરમાર, મંત્રી અહેસાન કુરેશી અને મંત્રી કાન્તિભાઈ બાવરિયા શનિવારે સાંજે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રૂબરૂ મળ્યા હતા. આ હોદ્દેદારોએ લોકસભાની ચૂંટણીમાં પક્ષના થયેલા પરાજય અંગે પોતાની જવાબદારી હોવાનું જણાવીને પોતાના હોદ્દા પરથી પોતાના રાજીનામાં આપ્યા હતા.
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 26 બેઠકો પૈકી એક બેઠક પણ કોંગ્રેસને ન મળતાં ગુજરાત વિધાનસભા પક્ષનાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસનાં પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને ચૂંટણીનાં પરિણામો બાદ વિપક્ષ નેતાપદેથી રાજીનામું હાઈકમાન્ડને મોકલી આપ્યું હતું.