ગુજરાત બુક ઓફ રેકોર્ડ સંસ્થા કેમ નથી સ્થપાતી ?

રાજસ્થાન અને ગુજરાતમાં વિશાળ કલાત્મક અને સાંસ્કૃતિક પરંપરાઓ છે, જે ભારત જીવન અને પ્રાચીન જીવનની કલા દર્શાવે છે. ગુજરાત પાસે સમૃદ્ધ અને વૈવિધ્યસભર લોક સંસ્કૃતિ ધબકે છે. ગુજરાતમાં અનેક લોકો અવનવું કરીને વિક્રમો બનાવી રહ્યાં છે. પણ આવા વિક્રમો માટે એક જ સ્થળેથી તેની વિગતો પ્રકાશીત થાય અને તેને સન્માન મળે એવી કોઈ ગુજરાત બુક ઓફ રેકોર્ડ નથી. જે રાજસ્થાનમાં છે. ગુજરાત અને  રાજસ્થાન ઇતિહાસ, સંગીત, કલા, સંસ્કૃતિ, આર્કિટેક્ચર, તહેવારો, પેઈન્ટીંગ અને ધાર્મિક સમન્વયતાનું ખજાનો છે. રેકોર્ડ્સ ફક્ત પુરસ્કાર આપતા અથવા રેકોર્ડ રાખવાનું સંગઠન જ નહીં પણ એક સંસ્થા બનાવવાની જરૂર છે. જે ગુજરાતમાં છુપાયેલી પ્રતિભા, સંસ્કૃતિ અને પરંપરાને બહાર લાવી શકે છે. વિવિધ ક્ષેત્રોમાં અનન્ય અથવા ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા કરવા અને તેને સન્માન આપવા માટે ગુજરાત બુક ઓફ રેકોર્ડ હોવી જોઈએ. પર્યાવરણીય-ફ્રેંડલી અને સામાજિક પ્રવૃતિઓ બનાવવા અથવા રેકોર્ડ તોડવા માટે સારી તક (કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી) તે પૂરી પાડી શકે છે. જે કોર્પોરેટ બ્રાંડિંગ અને પ્રોત્સાહન માટે પણ ઉપયોગી છે. નવી પ્રોડક્ટ્સ અને સેવાઓને રેકોર્ડ્સને કોઈપણ વ્યક્તિ કે સંગઠનને એવોર્તોડ આપવાનું નહીં પણ સામાન્ય માણસે કઈ રીતે રેકોર્ડ સ્થાપવા તેનું માર્ગદર્શન આપી શકે છે.  જે પોતાનો વિક્રમ સ્થાપિક કરીને કે તોડીને સ્પર્ધાત્મક વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી શકે છે. ગુજરાત માટેના રિસર્ચ ક્ષેત્ર અને વિવિધ ક્ષેત્રોને રાખતા ડેટામાં પણ કામ કરવું પડશે. જે સમગ્ર વિશ્વમાં રહેતાં ગુજરાતના લોકો અને વિશ્વના લોકો ગુજરાતના આ વિક્રમી લોકોની વિગતો મેળવી શકે છે અને તેનો સંપર્ક પણ કરી શકે છે. ગુજરાત બહાર વસતાં ગુજરાતના લોકો પણ આ એવોર્ડ આપી શકાશે. તે માટેનું એક મેગેઝિનના અસાધારણ કાર્યોને બહાર લાવી શકે. જેમાં સંશોધન, રેકોર્ડ્સ, લેખો, પ્રતિભાઓ અને અન્ય તમામ બાબતોનો સમાવેશ થઈ શકે છે. પણ તે સરકારી સંસ્થા ન હોવી જોઈએ.  રેકોર્ડ અથવા એવોર્ડનો ચુકાદો જ્યુરી નિર્ણય પર આધારિત હશે.

અલઅગલ વિષયોની વાત તેમાં રાખી શકાય છે. માનવીય સંવેદના માટેનો વિભાગ પણ બનાવી શકાય તેમ છે. શિક્ષણ, કૃષિ, મેડિકલ સાયન્સ, બિઝનેસ, સ્પોર્ટ્સ, નેચર, એડવેન્ચર, રેડિયો, સિનેમા વગેરે પરના વિભાગો રાખી શકાય છે. યુથ આયકન, બિઝનેસમેન ઓફ ઈયર, રાઇઝીંગ સ્ટાર ઓફ ગુજરાત અને અન્ય ઘણી શ્રેણીઓ રાખી શકાય છે. આનો નિર્ણય બે જ્યુરી ટીમો દ્વારા કરી શકાય. શા માટે ગુજરાતે પોતાની રેકોર્ડ બુક શરૂ કરી નથી ?

તબલા સંગીતનો રેકોર્ડ

દુનિયાનો સૌથી નાનો તબલા વાદક સાબરકાંઠા જિલ્લાના બામણા ગામના 3 વર્ષના નાના બાળકે રેકોર્ટેડ બનાવ્યો છે. ગુજરાતી કવી ઉમાશંકર જોશીના વતન સાબરકાંઠા જિલ્લાના બામણા ગામો ઉમાશંકર જોશીની ધરાનો બાળ તબલા વાદક તૃપ્તરાજ પંડ્યાએ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવીને આ ગામની નામના દુનિયામાં અંકિત કરી દિધી છે. તે દોઢ વર્ષનો હતો ત્યારથી તબલાની આરાધના શરૂં કરી દીધી હતી. તેણે 200થી વધુ સ્ટેજ શો રજૂ કર્યા છે. તો દૂરદર્શન, ઓલ ઇન્ડીયા રેડિયો પર પણ સંગીતના કાર્યક્રમ આપ્યા છે. તૃપ્તરાજે સોળ વર્ષ જૂનો રજત કુમારનો યંગેસ્ટ તબલા પ્લેયરનો ખિતાબ તૃપ્તરાજે પોતાના નામે અંકિત કરી દિધો છે.

આવા અનેક રેકોર્ડ ગુજરાતના લોકો વિશ્વ કક્ષાએ ધરાવે છે. પણ તે અંગે ગુજરાત કક્ષાએ ગુજરાત બુક ઓફ રેકોર્ડ શરૂં થયો નથી.