6532 પ્રશ્નો જ ગુજરાતના 26 સાંસદોએ પૂછ્યા હતા. જે સરેરાશ 251 પ્રશ્નો થાય છે. જેમાં ગુજરાતના પડતર પ્રશ્નો તો એક પણ ભાજપના સાંસદે પૂછવાની હિંમત કરી નથી. લોકોને પરેશાન કરતાં હોય એવા કોઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા નથી. ગુજરાતના લોકોને અહીં સૌથી મોટું નુકસાન ગયું છે. તેમની વાત કરનારા અને ભાજપ સરકારનો કાન આમળવા માટે એક પણ વિરોધ પક્ષના સાંસદોને ચૂંટીને મોકલ્યા ન હતા. તેથી ગુજરાતના લોકોએ ઘણું ગુમાવવું પડ્યું છે. મોંધવારી, આંદોલનો, કેન્દ્ર સરકારનો અન્યાય, ઉદ્યોગની લૂંટ ફાટ જેવા આકરા પ્રશ્નો ભાજપના 26માંથી એક પણ સાંસદે પ્રશ્ન પૂછ્યા નથી.
દેશના 562 સાંસદમાંથી સરેરાશ 251 પ્રશ્નો પાંચ વર્ષમાં પૂછ્યા છે. શું પૂછ્યું છે તે જાણીએ ત્યારે તેમનું સ્તર ખ્યાલ આવે છે.
ગુજરાતના 26 સાંસદોએ પાંચ વર્ષમાં 6033 દિવસ કૂલ હાજરી ભરી હતી, જે દરેકની સરેરાશ 232 બેઠક થાય છે. કૂલ 312 વખત લોકસભા મળી હતી જેમાં દેશની સરેરાશ કરતાં ગુજરાતના સાંસદો ગૃહમાં હાજરી પૂરાવી હતી. જો કે હાજરી પુકાવીને તુરંત ગૃહની બહાર નિકળી જાય તો પણ તે એક બેઠકની જ હાજરી ગણાય છે.
કૂલ 312 બેઠક લોકસભાની થઈ હતી. જેમાં સરેરાશ 221 બેઠકમાં સાંસદોની હાજરી બોલે છે. સીટીંગમાં કેટલાં સાંસદો કેટલા દિવસ કામ કર્યું તેની વિગતો હાજરીમાં આપી છે. દિલ્હીથી ચૂંટાયેલા સાંસદો સૌથી વધું હાજર રહે છે. મહારાષ્ટ્રના 55 સાંસદોએ સરેરાશ સૌથી વધું 534 પ્રશ્નો પૂછ્યા હતા. જેની સામે ગુજરાતના સાંસદોનું નબળું કાર્ય છે. એડીઆર દ્વારા કરાયેલા અભ્યાસના આધારે આ વિગતો જાહેર થઈ છે.
નબળો દેખાવ કર્યો હોય એવા સાંસદ
સાંસદનું નામ – મતવિસ્તાર – પ્રશ્નો પૂછ્યા – હાજરી
વિઠ્ઠલ રાદડીયા – પોરબંદર – 00 – 45
હરી ચૌધરી – બનાસકાંઠા – 12 – 59
એલ કે અડવાણી – ગાંધીનગર – 00 – 288
ડો. સી કે પટેલ – વલસાડ – 00 – 249
લીલાધર વાઘેલા – પાટણ – 11 – 246
પ્રભાતસિંહ ચૌહાણ – પંચમહાલ – 29 – 287
ઈશ્વર બાપોદર – દાહોદ – 138 – 154
પરેશ રાવલ – અમદાવાદ ઈ – 185 – 205
દિલીપ પટેલ – આણંદ – 231 – 216
એકંદરે દેખાવ રહ્યો હોય એવા સાંસદોની યાદી
નારણ કાછડિયા – અમરેલી – 759 – 289
રામસિંહ રાઠવા – છોટાઉદેપુર – 499 – 278
ડો.કીરીટ સોલંકી – અમદાવાદ વે. – 414 – 302
જયશ્રી પટેલ – મહેસાણા – 395 – 307
દેવુસિંહ ચૌહાણ – ખેડા – 325 – 259
દીપસિંહ રાઠોડ – સાબરકાંઠા – 294 – 295
મનસુખ વસાવા – ભરૂચ – 283 – 171
મોહન કુંડારીયા – રાજકોટ – 259 – 296
પ્રભુ વસાવા – બારડોલી – 273 – 244
રાજેશ ચૂડાસમા – જુનાગઢ – 546 – 226
વિનોદ ચાવડા – કચ્છ – 227 – 261
દર્શના જરદોષ – સુરત – 371 – 294
પુનમ માડમ – જામનગર – 353 – 258
રંજન ભટ્ટ – વડોદરા – 415 – 253
દેવજી ફતેપરા – સુરેન્દ્રનગર – 221 – 268
સી આર પાટીલ – નવસારી – 292 – 283